ગુરુ બનાવવા કરતાં શિષ્ય બનવું વધુ સારું

આપણામાં તેમની પાસેથી એ બધું શીખી લેવાની ત્રેવડ હોવી જોઈએ. આવી ત્રેવડ ફક્ત ઓપન માઇન્ડેડ શિષ્ય બનવાથી જ કેળવી શકાય છે. કોઈ એક જ ગુરુ પાસેથી બધું શીખી લેવાની લાલસા ક્યારેક આપણા વિકાસના માર્ગમાં અવરોધ બની શકે છે

3idiots

સોશ્યલ સાયન્સ - ફાલ્ગુની જડિયા-ભટ્ટ

મારી સ્કૂલમાં બે બહેનો હતી. બન્ને ભણવામાં અવ્વલ અને અન્ય ઇતર પ્રવૃત્તિઓમાં પણ અવ્વલ. બન્નેને સારું નાચતાં આવડે તો ગાતાં પણ આવડે. ચિત્રો બનાવતાં આવડે તો ભરતગૂંથણ પણ આવડે. સ્કૂલના દરેક કામમાં, દરેક કાર્યક્રમમાં તેઓ તો હોય, હોય ને હોય જ. એક દિવસ ન રહેવાતાં મેં નાની બહેનને પૂછ્યું કે તમને બન્નેને બધું જ કેવી રીતે આવડે છે? તમે બન્ને કેટલા ક્લાસિસમાં જાઓ છો? અને આટલા બધા ક્લાસિસ કરો છો તો ભણો છો ક્યારે? મારો સવાલ સાંભળી તે હસી પડી. મને કહે, ક્લાસિસમાં જવાની જરૂર જ શું છે? અમારા સંયુક્ત કુટુંબમાં જ કેટલા બધા લોકો રહે છે. કોઈને કંઈ સારું આવડે તો કોઈને કંઈ. જ્યાંથી જે સારું શીખવા મળે એ શીખી લેવાનું.

એ દિવસે સમજાયું કે જીવનમાં કશું પણ શીખવા માટે ક્લાસિસ કરવાની જરૂર નથી. તમારામાં આવડત અને હોશિયારી હોય તો તમને જે શીખવું હોય એ જ વસ્તુ જેને આવડતી હોય તેને ઑબ્ઝર્વ કરીને પણ શીખી શકાય છે. ફિલ્મ ‘થ્રી ઇડિયટ્સ’માં આમિર ખાન કહે છે એમ ચારોં ઓર જ્ઞાન બંટ રહા હૈ. બટોર લો! બલકે આ જ લૉજિકને થોડું વધારે આગળ વધારીને જોઈએ તો સમજાય કે વાસ્તવમાં આપણી આસપાસ રહેતી નાની-મોટી દરેક વ્યક્તિ આપણને કંઈક ને કંઈક શીખવાડવાની ક્ષમતા ધરાવે છે. આપણામાં તેમની પાસેથી જે શીખવા જેવું છે એ શીખી લેવાની ત્રેવડ હોવી જોઈએ.

અહીં ક્યાંક વાંચેલી એક વાર્તા યાદ આવે છે. એક વાર એક અલગારી સંતને કોઈએ પૂછ્યું, બાબા, તમે તો આટલા જ્ઞાની છો. પરંતુ તમને આટલુંબધું જ્ઞાન લાધ્યું ક્યાંથી?

આ સાંભળી પેલા સાધુ હસી પડ્યા અને બોલ્યા, મૂર્ખાઓ પાસેથી. આ સાંભળી પેલા ભાઈ વધુ મૂંઝાયા. એ કેવી રીતે?

સંતે જવાબમાં સ્પષ્ટ કરતાં કહ્યું, સરળ છે. મૂર્ખાઓ જે કરે એ આપણે નહીં કરવાનું.

જીવન સતત આગળ વધતા રહેવાનું નામ છે. આગળ વધવું એનો અર્થ એ નહીં કે રોજેરોજ ફક્ત જીવ્યા કરવું. આગળ વધવું એટલે અનુભવોનું ભાથું ભરતા રહેવું, સતત કંઈક ને કંઈક નવું શીખતા રહેવું. દરેક વ્યક્તિ અને ઘટનામાંથી કંઈક ને કંઈક શીખવાની તૈયારી રાખીએ તો જ્ઞાનનો ભંડાર આપણી ચારે બાજુ ભરેલો પડેલો છે, પરંતુ જે વ્યક્તિ પોતાને સવર્ગુરણ સંપન્ન માનવા લાગે છે અથવા કોઈ એકાદ વ્યક્તિને જ પોતાનો ગુરુ માનવા લાગે છે તેની જ્ઞાનની યાત્રા ત્યાં જ પૂરી થઈ જાય છે.

હવે કોઈ કહેશે કે ગુરુ તો એક જ હોયને? કદાચ હા, ગુરુ એક જ હોઈ શકે, પરંતુ કોઈ એકને ગુરુ બનાવવાનો અર્થ એ પણ ન હોવો જોઈએ કે તેમના આંધળા અનુયાયી બની જઈએ અને તેમની સારીનરસી દરેક બાબતને સર આંખોં પર બેસાડતા થઈ જઈએ. કોઈને ગુરુ માનવાનો અર્થ વ્યક્તિપૂજામાં પડવું ન થવો જોઈએ. એમ કરવા જતાં આપણે ન ફક્ત આપણી જાતને, પરંતુ આપણા ગુરુને પણ નુકસાન જ પહોંચાડીએ છીએ. કોઈના સંપૂર્ણ તાબે થઈ જવાથી જ્યાં આપણો વિકાસ અટકી જાય છે ત્યાં જ સામેવાળી વ્યક્તિમાં અહંકાર આવી જતાં તેનો વિકાસ પણ રુંધાઈ જાય છે. વ્યક્તિપૂજામાં પડી જવાથી ગુરુ જ્યારે આપણને ચાંદ દેખાડતા હોય ત્યારે આપણી નજર ફક્ત તેમની આંગળી સુધી જ સીમિત થઈને રહી જાય છે. તેથી જ તો કહેવાય છે કે સાચો ગુરુ એ છે કે જે આપણને પોતાના સુધી અટકાવી ન રાખે, પરંતુ પોતાને મૂકી આગળ વધવાની સલાહ આપે. પોતાની વિવેકબુદ્ધિ વાપરી પોતાનો માર્ગ જાતે તૈયાર કરવાનું પ્રોત્સાહન આપે.

ગુરુ બિના જ્ઞાન નહીં. ગુરુ વિના મોક્ષ નહીં જેવી વાતો વર્ષોથી કહેવાતી આવી છે. અલબત્ત, કેટલાક અપવાદો બાદ કરતાં આ બધું માત્ર માર્કેટિંગ ગિમિક જ હોય છે. મોટા ભાગના તો માત્ર બની બેઠેલા ગુરુ હોય છે જેમનો આશય સંસ્થા, આશ્રમ, સંઘ કે સંપ્રદાય રચી પોતાનું સામ્રાજ્ય ઊભું કરવાનો હોય છે. જેટલો તેમનો પ્રસાર કે પ્રચાર મોટો થતો જાય તેમ-તેમ તેમના શિષ્યોની સંખ્યામાં વધારો થતો જાય. આજે આપણા દેશમાં સાચા ગુરુઓ ખોવાતા જાય છે અને લેભાગુ ગુરુઓ, બાબાઓ, બાપુઓ, દેવીઓ અને માતાની સંખ્યા વધતી જાય છે. જે માણસ આવા આશ્રમોના કથિત-લેભાગુ ગુરુઓમાં અટકી જાય છે તે કાયમ માટે ખોવાઈ જાય છે અને સ્થાપિત હિતો ગુરુના નામે શિષ્યો અને અનુયાયીઓનું શોષણ કરતા રહે છે.

વાસ્તવમાં કોઈને ગુરુ બનાવવા કરતાં આપણા શિષ્ય બનવામાં વધુ સાર છે, કારણ કે શિષ્ય બનવાથી આપણો શીખવાનો અવકાશ વધી જાય છે. ગુરુની શીખવાડવાની મર્યાદા હોઈ શકે, પરંતુ એક શિષ્યની શીખવાની કોઈ મર્યાદા હોતી નથી. મહાભારતના એકલવ્યનું ઉદાહરણ આપણી બધાની સામે જ છે. ગુરુ દ્રોણે તેને શિક્ષા આપવાની ના પાડી દીધી, પરંતુ એકલવ્યમાં શીખવાની ધગશ હતી તેથી તેણે તેમની પ્રતિમાને પોતાના ગુરુ માની જાતે જ ધનુર્વિદ્યા શીખી લીધી. 

આપણે આખી જિંદગી જીવન શું છે એ સમજવા ધાર્મિક કે આધ્યાત્મિક બનતા રહીએ છીએ. ગીતા, કુરાન, બાઇબલ કે શાjાો વગેરેનું પઠન કરતા રહીએ છીએ છતાં જીવન શું છે એ સમજાતું નથી. એવામાં ક્યારેક રસ્તા પરથી પસાર થતા હોઈએ ત્યારે વૃક્ષ પરથી પાંદડું ખરતા જોઈએ ત્યારે એકાએક ક્યારેક સમજાઈ જાય કે એક દિવસ આપણે પણ આવી જ રીતે ખરી પડીશું. ટૂંકમાં આપણી પાસે દૃãક્ટ હોય તો જીવનને સમજવા માટે પણ કોઈ ગુરુની જરૂર નથી. વૃક્ષ પરથી ખરતા પાનને જોઈને પણ જીવનને સમજી શકાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK