ડાઇવિંગ પ્રિન્સેસ

૧૧ વર્ષની વીવા શાહે નૅશનલ લેવલની ઍક્વૅટિક ચૅમ્પિયનશિપમાં સબ-જુનિયર કૅટેગરીની બે ઇવેન્ટમાં ગોલ્ડ અને બ્રૉન્ઝ મેડલ જીતીને અનોખી સિદ્ધિ મેળવી છે

viva

યંગ વર્લ્ડ - અલ્પા નિર્મલ

ïછેલ્લા કેટલાક દિવસથી મુંબઈ અને આસપાસના વિસ્તારો પાણી-પાણી થઈ ગયાં છે ત્યારે મુંબઈની કચ્છી કન્યા વીવા શાહે સબ-જુનિયર નૅશનલ ઍક્વૅટિક ચૅમ્પિયનશિપ્સમાં ત્રણ મીટર સ્પ્રિંગબોર્ડ ડાઇવિંગમાં ગોલ્ડ મેડલ અને પાંચ મીટર હાઈ બોર્ડ ડાઇવિંગમાં કાંસ્યચંદ્રક મેળવી તેનું પાણી બતાવી દીધું છે.

viva2

પુણેના બાલેવાડી વિસ્તારમાં શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં સ્વિમિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (SFI) દ્વારા ૨૪થી ૨૯ જૂન દરમ્યાન ૩૫મી જુનિયર અને સબ-જુનિયર નૅશનલ ઍક્વૅટિક ચૅમ્પિયનશિપ્સ-૨૦૧૮ યોજાઈ હતી, જેમાં ભારતભરનાં ૯થી ૧૭ વર્ષની ઉંમરનાં ૧૦૦થી વધુ છોકરા-છોકરીઓએ પાર્ટિસિપેટ કર્યું હતું. એજ-વાઇઝ ત્રણ ગ્રુપમાં ડિવાઇડ થયેલા અનેક સ્પર્ધકોએ સ્વિમિંગમાં ફ્રીસ્ટાઇલ, બટરફ્લાય, બ્રેસ્ટ સ્ટોક, બૅક સ્ટ્રોક, ઇન્ડિવિજ્યુઅલ મેડ્લી એમ પાંચ કૅટેગરીમાં ૨૫, ૫૦, ૧૦૦, ૨૦૦, ૪૦૦, ૮૦૦, ૧૫૦૦ મીટર સ્વિમિંગ કૉમ્પિટિશનમાં ભાગ લીધો હતો. એ સાથે અહીં વૉટરપોલો અને ડાઇવિંગની સ્પર્ધાઓ પણ યોજાઈ હતી. ડાઇવિંગમાં પણ પાર્ટિસિપન્ટ્સને ઉંમર પ્રમાણે ત્રણ ગ્રુપમાં ડિવાઇડ કરવામાં આવ્યા હતા, જેમાં ૧૧ વર્ષની વીવા શાહ સબ-જુનિયર ગ્રુપમાં સિલેક્ટ થઈ હતી.

vivia3

આ ચૅમ્પિયનશિપ વિશે વધુ જણાવતાં વીવાના પપ્પા જયેશ શાહ ‘મિડ-ડે’ને કહે છે, ‘સ્વિમિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા દ્વારા આયોજિત આ કૉમ્પિટિશન તરણસ્પર્ધાઓમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. એમાં ભાગ લેવા દરેક સ્પર્ધકે પહેલાં ડિસ્ટ્રિÿક્ટ લેવલ પછી સ્ટેટ લેવલે સુવર્ણ, રજત, કાંસ્યચંદ્રક મેળવેલા હોવા જરૂરી છે. ત્યાર પછી જ તેઓ ઑલઓવર ઇન્ડિયા લેવલે યોજાતી નૅશનલ ઍક્વૅટિક ચૅમ્પિયનશિપ્સમાં પાર્ટિસિપેટ કરી શકે છે.’

મુંબઈના ખેતવાડી-ગિરગામમાં રહેતી અને જે. બી. પેટિટ ગર્લ્સ હાઈ સ્કૂલના છઠ્ઠા ધોરણમાં ભણતી વીવા અનેક પ્રાઇવેટ ક્લબ, જિમખાનાની સ્પર્ધાઓમાં ઝળકી છે. ઉપરાંત જિલ્લા,  રાજ્યસ્તરે પણ ડાઇવિંગમાં પદકો મેળવ્યા છે. નાની ઉંમરમાં આટલા ખિતાબો મેળવવા એ તો ગૌરવની વાત છે, પરંતુ ડાઇવિંગ જેવી ડેન્જરસ સ્પોર્ટ્સ ચૂઝ કરવી આર્યભરી વાત છે. એ સંદર્ભે વીવાની મમ્મી પૂનમ શાહ ‘મિડ-ડે’ને કહે છે, ‘તે ૯ વર્ષની ઉંમરથી સ્વિમિંગમાં જાય છે. શોખ ખાતર જૉઇન કરેલું સ્વિમિંગ તેને ડાઇવિંગ સુધી લઈ ગયું.

viva4

ઍક્ચ્યુઅલી તેના સ્વિમિંગ-કોચે વીવાની સ્વિમિંગ-સ્ટાઇલ, ધગશ અને ડિટર્મિનેશન જોઈ તેને ડાઇવિંગ શીખવ્યું અને એ ફીલ્ડમાં આગળ વધવા પુશ કરી છે.’

સ્વિમિંગ સામે ડાઇવિંગ વધુ ખતરનાક ઍક્ટિવિટી છે. એમાં બોર્ડ, વિન્ડ, વૉટર-લેવલ જેવાં અનેક પરિબળો ભાગ ભજવે છે. દરેક ડાઇવ એકબીજાથી તદ્દન ડિફરન્ટ હોય છે. માટે જ એમાં રિસ્ક-ફૅક્ટર ખૂબ જ વધુ હોય છે. ડાઇવિંગ દરમ્યાનની નાની ભૂલ કે એક ક્ષણનું બેધ્યાનપણું સિરિયસ ફિઝિક્લ-મેન્ટલ ઇન્જરી આપી શકે છે ત્યારે કુમળી વયની વીવાએ આ સ્પોર્ટ્સ અપનાવી છે અને નૅશનલ લેવલે ત્રણ મીટરના સ્પ્રિંગબોર્ડ ડાઇવિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. એ સાથે ફાઇïવ મીટર હાઈ બોર્ડ ડાઇવિંગમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો છે.

viva1

ઍક્ચ્યુઅલી યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે ડાઇવિંગ ભારતમાં બહુ પૉપ્યુલર નથી થયું. પેરન્ટ્સ નાનાં બાળકો માટે તો આ ફીલ્ડ પ્રિફર નથી કરતા. વીવા સાથે તેના ગ્રુપમાં આખા ભારતમાંથી ૬ બાળકોએ ચૅમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. નિર્ણાયકો દરેક સ્પર્ધકની ડાઇવિંગ બોર્ડ પરથી ટેક-ઑફ થવાની સ્ટાઇલï તથા હવામાં હોય ત્યારે ઇનવર્ડ-બૅકવર્ડ પોઝિશન પરથી વિનર સિલેક્ટ કરે છે. વીવાએ ત્રણ મીટર ડાઇવિંગ માટેની સ્પર્ધામાં કુલ ૭ વખત ડાઇવ મારી અને દરેક ડાઇવના પર્ફોર્મન્સના આધારે તેને સુવર્ણ પદક આપવામાં આવ્યો હતો. પાંચ મીટર હાઈ બોર્ડ ડાઇવિંગની એક ડાઇવ દરમ્યાન વીવાને હેડ પર ઇન્જરી થઈ હતી, છતાં તેણે એ પછી બે ડાઇવ મારી અને બ્રૉન્ઝ મેડલ મેળવ્યો.

વીવાની મોટી બહેન રીવાએ પણ ૨૦૧૬માં એક મીટર સ્પ્રિંગબોર્ડ ડાઇવિંગમાં મહારાષ્ટ્ર સ્ટેટનો બ્રૉન્ઝ મેડલ મેળવ્યો છે. વીવા અને રીવા બેઉમાં ડાઇવિંગ માટે જરૂરી હોય એવી ઇમોશનલ સ્ટેબિલિટી, અટેન્શન ટુ ડીટેલ અને ફોકસ્ડ રહેવાના ગુણધર્મો છે. વીવા સપ્તાહના પાંચ દિવસ ત્રણ કલાક ડાઇવિંગ-પ્રૅક્ટિસમાં ગાળે છે. જયેશ શાહ ‘મિડ-ડે’ને કહે છે, ‘વીવા કચ્છી સમાજની સંભવત: સૌથી યંગેસ્ટ નૅશનલ ઍક્વૅટિક ચૅમ્પિયન છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK