થોડા ગમ ઝ્યાદા ખુશી

નવી જનરેશન આ શબ્દને થોડા ગમ ઝ્યાદા ખુશી સાથે સ્વીકારવા લાગી છે. જોકે દુ:ખ અને નિરાશા જન્માવતો આ શબ્દ કે ઘટના વાસ્તવમાં ખુશીની બાબત ગણાવી જોઈએ, નિખાલસતાની વાત ગણાવી જોઈએ.  સંબંધોની સત્યતાની વાત તરીકે પણ એને સ્વીકારવી જોઈએ. ઇન શૉર્ટ, બાજી બહુ બગડે એ પહેલાં  બ્રેકઅપ થઈ જાય એમાં જ સાર છે

breakup

સોશ્યલ સાયન્સ - જયેશ ચિતલિયા

આપણને બેઉને સાથે જીવવાનું કે રહેવાનું નથી ફાવતું? આગળ જતાં પણ આપણને નહીં ફાવે એવું બન્નેને કે કોઈ એકને પણ લાગે છે? તો બહેતર છે કે આપણે આપણા સંબંધોને બ્રેક કરી નાખીએ.

યસ, જરા કઠિન, કૉમ્પ્લેક્સ અને આઘાતજનક લાગે એવી આ બાબત ધીમે-ધીમે સ્વીકાર્ય અને સહજ બની રહી છે.

થોડા વખત પહેલાં સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણની એક ફિલ્મ આવી હતી, જેનું નામ હતું ‘લવ આજ કલ’. એમાં બે પ્રેમીઓ કહો કે બે મિત્રો કહો, તેમને જીવનના એક તબક્કે એવું લાગે છે કે તેમને જીવનભર એકબીજા સાથે મેળ નહીં પડે, કારણ કે બન્નેની વિચારધારા અને જીવન પ્રત્યેના અભિગમ જુદા છે. ક્યાંક તો દિશા પણ સાવ ભિન્ન છે. તેથી તેઓ બ્રેકઅપ કરવાનું નક્કી કરે છે અને એટલું જ નહીં, એ માટે ખાસ બ્રેકઅપ-પાર્ટી પણ રાખે છે. જો મૅરેજ કે એન્ગેજમેન્ટની પાર્ટી થતી હોય તો છૂટાં પડવાની પાર્ટી શા માટે નહીં એવાં ખુલ્લાં મનનાં આ બન્ને જણ એકબીજાથી છૂટાં પડવાની પાર્ટી યોજીને છૂટાં પણ થઈ જાય છે, પરંતુ પછી ફિલ્મમાં શું થાય છે એની ચર્ચા આપણે કરવી નથી; કારણ કે આપણે એ ફિલ્મની ચર્ચા કરવા બેઠા નથી.

ખેર, હવેના સમયમાં જેટલો પ્રેમ ઉર્ફે લવ ઝડપથી આવે છે એટલો ઝડપથી ચાલ્યો પણ જાય છે, કારણ કે સમજણ કે પરિપક્વતાના અભાવ સાથે આ લવની શરૂઆત થઈ હોય છે. પરંતુ હવે દિલ તૂટે કે છૂટા પડવાની નોબત આવે તો બન્ને જણમાંથી કોઈ લાંબો સમય દુ:ખી કે નિરાશ રહેતું નથી. હા, વળી કોઈ અતિ સંવેદનશીલ હોય તો વાત જુદી છે. તે ડિપ્રેશનમાં પણ જઈ શકે છે અને આત્મહત્યા સુધી પણ પહોંચી જાય છે, પરંતુ હવે આજની પેઢી કદાચ વધુ પરિપક્વ અથવા સ્પક્ટ શબ્દોમાં કહીએ તો પ્રૅક્ટિકલ બની રહી છે. તૂ નહીં તો ઔર સહી એ તેમનો ફન્ડા બની ગયો છે.

દિલ તોડનેવાલે તુઝે દિલ ઢૂંઢ રહા હૈ; હમ

તુમસે મોહબ્બત કરકે સનમ; દિલ કા ખિલૌના હાય ટૂટ ગયા; સૌ બાર જનમ લેંગે, સૌ બાર ફના હોંગે, અય જાને વફા ફિર ભી હમ તુમ ના જુદા હોંગે; ઓ મેરે સનમ ઓ મેરે સનમ, દો જિસ્મ મગર એક જાન હૈં હમ એક દિલ કે દો અરમાન હૈં હમ; હમ તુમસે જુદા હોકર, મર જાએંગે રો-રો કર... આ ગીતોનો જ  નહીં, આ પ્રકારની લાગણીનો જમાનો પૂરો થઈ ગયો. અમે એમ નથી કહેવા માગતા કે એ જમાનો જ સાચો અને યોગ્ય હતો; પરંતુ પ્રેમ હવે કામચલાઉ અને વધુ ને વધુ મતલબી, ગણતરીબાજ થતો જાય છે. જોકે પ્રેમ હવે ખૂલતો, ખીલતો અને ખુલ્લમખુલ્લા પ્યાર કરેંગે હમ દોનોં જેવો પણ થતો જાય છે. દરેક વૅલેન્ટાઇન્સ ડેના દિવસે એ જ ગર્લફ્રેન્ડ કે એ જ બૉયફ્રેન્ડ હોય એવું ન પણ બને. લવની લાઇફ ટૂંકી થતી જાય છે. ખેર, સમય સાથે બધું જ બદલાય તો પ્રેમ અને એની અભિવ્યક્તિ કેમ ન બદલાય? સાલો જમાનો જ ફાસ્ટ ફૂડનો છે. બધાને બધું જ જલદી કરી લેવું છે. આઇ લવ યુ કે હું તને ચાહું છું એટલું બોલતાં અગાઉ વરસો લાગી જતાં હતાં અને ઘણી વાર તો બીજા મિત્ર મારફત કહેવું પડતું હતું યા લખીને કહેવું પડતું હતું એ આજે એકઝાટકે અથવા અમુક દિવસોમાં જ કહી દેવાય છે. આટલી કે પછી આવી જ ઝડપથી આઇ હેટ યુ અને હું તને નફરત કરું છું પણ થઈ જાય છે. સ્ટેટસ સિંગલ કે ડબલમાં વારંવાર બદલાયા કરે છે.

જોકે અજુગતી લાગતી આ વાત સારી છે, આવા સંબંધ ખેંચાયા કરે એના કરતાં એમાં બ્રેકઅપ થઈ જાય એ જ સારું ન ગણાય? કારણ કે અગાઉની પેઢી ખેંચાતી-ખેંચાતી વરસો કાઢી નાખે છે, જેમાં સંભવ છે કે કોઈ એક યા બન્ને જણ એકબીજાને સહન કરતા હોય અથવા ભીતરની લાગણી કે સ્નેહ વિના સંબંધને ઢસડતા હોય. જોકે આવું સ્ટેટમેન્ટ બધા જ માટે યા જનરલ સ્વરૂપે કરી શકાય નહીં. એ સંબંધમાં એકાત્મતાનો ભાવ પણ હતો. પરસ્પર લાગણી અને સમજણ પણ હતી. આજે પણ આવાં અનેક યુગલ જોવા મળે છે. એવાં કપલ્સ પણ ઘણાં હોય છે જે માત્ર સમાજના ભયથી બાળકોના કારણે બધું જ ચલાવી યા નિભાવી લે છે. જાણે કે પેલી ‘ખિચડી’ સિરિયલના સંવાદની જેમ કિસીકો કુછ પતા નહીં ચલેગા!

સ્વતંત્રતાના નામે ભરપૂર સ્વચ્છંદતા

તાજેતરમાં જ એક યુવાન સાથે વાત થઈ જેની લગ્નની ઉંમર પસાર થઈ ગઈ છે, પરંતુ તેની છોકરીઓ સાથે મીટિંગ ચાલી રહી છે. ક્યાંક યુવાનને તો ક્યાંક યુવતીને જામતું નથી. તેનું ફ્રેન્ડ-સર્કલ ઘણું મોટું છે, જેમાં સંખ્યાબંધ યુવાનો અને યુવતીઓ પણ છે. તેને મેં પૂછ્યું કે આમાંથી કોઈ સાથે લવ થયો નહીં? તો તેણે જે જવાબ આપ્યો એ આજની જનરેશન અને તેમનાં માતા-પિતા માટે પણ ચિંતાનો વિષય છે. તેણે કહ્યું, ‘જે યુવતીઓ સાથે ફરું છું તે દેખાવે સારી છે, એજ્યુકેટેડ છે, જૉબ કરે છે યા કરવા માગે છે. આ બધી વાતો સારી છે,  પરંતુ તેમની લાઇફ-સ્ટાઇલ અને અપેક્ષા સાંભળું કે ઍટિટ્યુડ જોઉં છું ત્યારે તેને  જીવનસાથી બનાવવાનો વિચાર જ આવી શકતો નથી. મને સ્પક્ટ સમજાય છે કે તે મારાં

માતા-પિતા સાથે ઍડ્જસ્ટ નહીં થાય, તેમના વિચારોમાં સ્વતંત્રતાના નામે ભરપૂર સ્વચ્છદંતા ભરેલી છે, તેમની મહત્વાકાંક્ષા બહુ છે અને એ પણ ઊંચી-ઊંચી જ છે. તેમની દૃãક્ટએ ઘરમાં સારા મૉડલની કાર તો હોવી જ જોઈએ, ફ્લૅટ તો સારા લોકેશનમાં અને મોટો જ હોવો જોઈએ, દર વરસે ફૉરેન-ટ્રિપ કરવી જોઈએ. શોખ હોવા, મહત્વાકાંક્ષા હોવી ખોટું નથી; પરંતુ આ જ તેમની પ્રાથમિકતા હોય તો કેટલું અને કેવંન ચાલી શકે? જો આવી યુવતી સાથે હું પ્રેમ કરવા તરફ આગળ વધું તો પણ બહુ જલદી બ્રેકઅપનો જ વારો આવી જાય.’

માત્ર યુવતી માટે જ આ વાત નથી અને હા, બધી જ યુવતી આવી હોય એવું પણ કહી શકાય નહીં. યુવાન માટે પણ યુવતીઓના વિચાર કંઈક જુદા જ જોવા મળે છે. યુવતીઓને આજના બેફામ કે બેજવાબદાર યુવાનો ચાલતા નથી પછી, ભલે તે સમૃદ્ધ પરિવારના હોય. તો વળી ઘણી યુવતીઓને સંયુક્ત પરિવારમાં પહેલેથી રહેવું જ નથી, પોતાની સ્પેસ જોઈએ છે અને વડીલોના વ્યવહારોમાં પડવું નથી. આમ બન્નેની દૃãક્ટ અને અભિગમ સતત પરિવર્તન પામી રહ્યાં છે. ટેક્નૉલૉજીની જેમ આ લોકોના સ્વભાવ સતત બદલાયા કરે છે અને વૉલેટાઇલ થયા કરે છે. આવા સંબંધ બંધાય અને બન્ને વ્યક્તિઓ તેમ જ બન્ને પરિવારોને દુ:ખી કરે એ કરતાં તેમની વચ્ચે બ્રેકઅપ થઈ જાય એ જ બહેતર ગણાય. ઇન શૉર્ટ, નજીકના ભવિષ્યમાં ડિવૉર્સ કરાવતા વકીલોના ધંધામાં તેજી આવવાની છે. સાઇકોલૉજિસ્ટ અને સાઇકિયાટ્રિસ્ટની કમાણી વધવાની છે. સમાજ એક ભયંકર દિશા તરફ જઈ રહ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK