કયો યોગ કરશો તમે?

 થૅન્ક્સ ટુ PM નરેન્દ્ર મોદી કે તેમના પ્રયાસોથી વૈશ્વિક સ્તરે યોગ માટેનું આકર્ષણ વધ્યું છે અને ટ્રેડિશનલ યોગ પદ્ધતિમાં સતત અનેક નવાં ઇનોવેશન (અને ગતકડાં પણ) થઈ રહ્યાં છે. આજે ચોથા વિશ્વ યોગ દિવસે યોગની વિસ્તરી રહેલી ક્ષિતિજો પર એક નજર કરીએ


રુચિતા શાહ

પરિર્વતન સંસારનો નિયમ છે અને માનવનો સ્વભાવ પણ એવો છે જેમાં તેને સતત કંઈક નવું જોઈએ. યોગાસનો અને પ્રાણાયામના ક્ષેત્રમાં પણ આ સમથિંગ ન્યુનો પવન ફુંકાયો છે. એકનાં એક મૉનોટોનસ આસનો અને પ્રાણાયામને બદલે વેરિએશન સાથેના યોગની દુનિયામાં સતત કંઈક નવું ઉમેરાઈ રહ્યું છે.

સૂક્ષ્મ રીતે જોઈએ તો યોગની વ્યાખ્યા ખૂબ જ વિશાળ છે. એ સંદર્ભે ક્લાસિકલ યોગની ટ્રેઇનિંગ આપતાં અને એના પ્રચાર-પ્રસારમાં સક્રિય રક્ષા વાઢૈયા કહે છે, ‘યોગને સૌથી પહેલાં માનવજાત સુધી લાવનારા આદિયોગી શ્રી શંકર ભગવાન છે. પાર્વતીજી તેમનાં પ્રથમ શિષ્યા હતાં જેમને તેમણે યોગવિદ્યાથી માહિતગાર કયાર઼્. લાખો ર્વષો પછી પહેલી વાર યોગસૂત્રના માધ્યમે પદ્ધતિસર યોગની સમજ આપનારા મહાન ઋષિ પતંજલિએ યોગને માત્ર શરીર કે શ્વાસની એક્સરસાઇઝ રૂપે નહોતા જોયા. તેમની દૃષ્ટિએ યોગ આધ્યાત્મિક દિશામાં આગળ વધવાની યાત્રા છે, જેનું અંતિમ ધ્યેય વૃત્તિઓનો નિરોધ કરીને સમાધિ અવસ્થા પ્રાપ્ત કરવાનો છે. તેમણે યોગ દ્વારા ‘તદા દ્રષ્ટુ સ્વરૂપેઅવસ્થાનમ્’ એટલે કે પોતાના મૂળ સ્વરૂપને સમજીને એમાં સ્થિર થવાની સમજ આપી, જેને આપણે રાજયોગ કહીએ છીએ. જોકે અત્યારે યોગને આસન, પ્રાણાયામ અને એનાથી આગળ વધીને મેડિટેશન સ્તર પર જોવામાં આવે છે. પતંજલિ ઋષિએ ‘પાતંજલ યોગસૂત્ર’માં આસન કે પ્રાણાયામ વિશે વિગતવાર ચર્ચા કરી નથી, પણ માત્ર વ્યાખ્યાઓ આપી છે. એનો વિસ્તાર ‘ઘેરંડ સંહિતા’ અને ‘હઠયોગ પ્રદીપિકા’ નામના ગ્રંથમાં જોવા મળે છે, જેમાં જીવસૃષ્ટિમાં સમાયેલી અલગ-અલગ લાક્ષણિકતાઓ પરથી આસન, પ્રાણાયામ, મુદ્રા અને બંધને કુલ ૮૪ પ્રકારોમાં વિભાજિત કરવામાં આવ્યા છે.’

એ હકીકત છે કે આજે હઠયોગમાં આવતાં આપણાં પરંપરાગત આસનોમાં ફેરફાર કરીને યોગનો વ્યાસ હવે ખૂબ વધુ મોટો થઈ રહ્યો છે. થોડાક ફેરફારો કરીને લોકો એને પોતાના નામે ચડાવીને એક નવા યોગ ફૉર્મ તરીકે પ્રસ્થાપિત કરી રહ્યા છે. મોટા ભાગના યોગના પ્રકારોમાં મૂળ ફોકસ ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસ છે. આજે વિશ્વભરમાં પ્રચલિત યોગનાં વિવિધ ફૉર્મ વિશે ચર્ચા કરીએ.

hot

બિક્રમ /હૉટ યોગ 

બિક્રમ ચૌધરી નામના કલકત્તામાં જન્મેલા યુવાને ૧૯૭૪માં કૅલિફૉર્નિયામાં પોતાની સ્ટાઇલમાં યોગ શીખવવાનું શરૂ કર્યું. તેની મેથડ મુજબ ૩૫થી ૪૨ ડિગ્રી ટેમ્પરેચર પર રૂમને ગરમ કરવામાં આવે અને ૪૦ ટકા ભેજનું પ્રમાણ રાખવામાં આવે અને પછી ૯૦ મિનિટ સુધી ૨૬ સ્ટાન્ડર્ડ પૉર અને બે પ્રાણાયામ કરાવવામાં આવે. આ બિક્રમ યોગ ભારત કરતાં વિદેશમાં ખૂબ પૉપ્યુલર થયા છે. હવે એની સાથે મેળ ખાતા હૉટ યોગ શરૂ થયા છે. પોતાના સ્ટુડિયોમાં હૉટ યોગ કરાવતા મન્સૂર બલૂચ કહે છે, ‘અમે પણ રૂમને ૩૮થી ૪૨ ડિગ્રી ટેમ્પરેચર વચ્ચે રાખીને ૭૫ મિનિટ સુધી એક્સરસાઇઝ કરાવીએ છીએ. અમારાં ૨૮ પૉર છે. આ પદ્ધતિનો ફાયદો એ છે કે એમાં ઇન્જરીના ચાન્સ ઘટી જાય છે. બાફ લેવાથી જે ફાયદા થાય એવા ફાયદા આ ટેમ્પરેચર વચ્ચે યોગ કરવાથી થાય છે. પસીના વાટે બૉડીનાં તમામ ટૉક્સિન્સ નીકળી જાય છે. લંગ્સની કૅપેસિટી વધે છે. ઓવરઑલ કહું તો જેમને પસીનો પાડવો ગમતો હોય એવા લોકો માટે આ યોગ બેસ્ટ ઑપ્શન છે.’

yin

યિન યોગ

યિન અને યાન્ગ એ ચીનાઓની દેન છે. દરેક વસ્તુને તેમણે યિન અથવા યાન્ગમાં વિભાજિત કરી છે. યિન એટલે સિમિલર અને યાન્ગ એટલે વરાઇટી. આ સિમ્પલ ડેફિનિશન મુજબ યિન યોગમાં પ્રત્યેક આસન પર લાંબા સમય સુધી સ્થિર રહેવાનું હોય છે. ૪૫ સેકન્ડથી બે મિનિટ સુધી એક જ પૉરમાં સ્થિર રહેવાથી શરીર આપમેળે ધ્યાન અવસ્થામાં પહોંચી જાય છે. આ પ્રકારમાં ઉપયોગમાં લેવાતાં આસનો પણ મોટા ભાગે સરળ, સ્ટ્રેચિંગ આપતાં અને ઓછી તકલીફ આપનારાં હોય છે. યિન યોગની જેમ યાંગ યોગ પણ હોય છે, જે એનાથી તદ્દન ઊલટું મસલ્સ ટ્રેઇનિંગ માટે હોય છે. શરીર અને માઇન્ડને બૅલૅન્સ કરવા માટે ઝેન સંપ્રદાય દ્વારા યોગના આ પ્રકારની શોધ કરવામાં આવી હતી, જેને તાઓઇસ્ટ યોગ પણ કહે છે. સ્ટ્રેચિંગ અને પીસ ઑફ માઇન્ડ માટે આ બેસ્ટ પ્રૅક્ટિસ છે.

yoga

અષ્ટાંગ યોગ અને વિનયાસા યોગ

આમ તો આ બન્ને અલગ પ્રકારો છે, પણ બન્નેની રીત ઑલમોસ્ટ સરખી હોવાથી આપણે એને એકસાથે જ ડિસ્કસ કરી રહ્યા છીએ. ફાધર ઑફ મૉડર્ન યોગ ગણાતા પતંજલિ ઋષિએ પણ પાતંજલ યોગસૂત્રમાં અષ્ટાંગ યોગની વાત કરીને યોગનાં આઠ અંગ દર્શાવ્યાં છે. જોકે આજકાલ યોગ સ્ટુડિયોમાં પૉપ્યુલર થઈ રહેલા અષ્ટાંગ યોગ જુદા છે. એમાં તેઓ શરીરનાં આઠ અંગોને વિવિધ પૉરમાં એન્ગેજ રાખવાની વાત કરે છે. વિનયાસા અને અષ્ટાંગ યોગાની એક ખાસિયત છે કે આ બન્ને યોગમાં બ્રેક નામની કોઈ વસ્તુ જ નથી હોતી. એક પછી એક જુદા-જુદા પૉરમાં આવતા રહેવાનું સતત નેવું મિનિટ સુધી.

મન્સૂર બલૂચ કહે છે, ‘ક્લાસિકલ યોગમાં કેવી રીતે એક આસનમાંથી બીજા આસનમાં જતાં પહેલાં રેસ્ટ કરવાનો, શવાસન કરવાનું. અહીં એવો કોઈ કન્સેપ્ટ નથી. રેસ્ટને બદલે બીજા આસનની ઝડપમાં ફેરફાર થઈ જાય, પરંતુ અટકવાનું નહીં. આજકાલ વેઇટલૉસ માટે લોકો આ પ્રકારને ખૂબ મહત્વ આપી રહ્યા છે. પાવર યોગ કે ઍરોબિક્સને બદલે હવે અષ્ટાંગ યોગ અને વિનયાસા યોગને મહત્વ આપી રહ્યા છે. જોકે વિદેશના લોકો જેવો આપણા લોકોનો સ્ટૅમિના નથી. અમારા ક્લાસમાં અમારે વિનયાસા અને અષ્ટાંગ યોગ સેશન દરમ્યાન કમ સે કમ બે બ્રેક લેવા પડે છે. ૩૦ મિનિટથી વધારે કન્ટિન્યુઅસ એક્સરસાઇઝ આપણા લોકો કરી જ નથી શકતા.’

acro

ઍક્રો યોગ

મલખંભ જેવા, પણ કન્સેપ્ટની દૃષ્ટિએ મલખંભથી જુદા આ યોગનો પ્રકાર આજકાલ મુંબઈમાં પણ પૉપ્યુલરિટી મેળવી રહ્યો છે. બે કે તેથી વધુ લોકો ભેગા થઈને એકબીજાના શરીરના માધ્યમે સંતુલન રાખીને અમુક પૉરમાં રહે એ એની ખાસિયત છે. આ યોગ શીખવતા અને અંધેરીમાં સેન્ટર ધરાવતા સેલિબ્રિટીઓના યોગગુરુ મન્સૂર બલૂચ કહે છે, ‘ઍક્રો યોગનો ક્રેઝ હવે મુંબઈના લોકોમાં વધી રહ્યો છે. આ હજી એટલું પૉપ્યુલર ફૉર્મ નથી, કારણ કે કરવામાં થોડુંક અઘરું છે. બૅલૅન્સિંગ અને ટ્રેઇનિંગ હોય તો લાંબા સમયની પ્રૅક્ટિસ પછી આ થઈ શકે છે. જોકે એક યોગશિક્ષક તરીકે મારી દૃષ્ટિએ આ યોગ ઓછા અને સ્ટન્ટ વધારે છે જેને સારું ફોટોશૂટ કરીને લોકોને ઇમ્પþેસ કરવા કે ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર ફોટો મૂકવા માટે એનો ઉપયોગ સારો છે. શરીરને લાભ કરવા માટે એનો કોઈ વિશેષ ઉપયોગ નથી. લાભ જોઈતો જ હોય તો એને નિયમિત કરવું જરૂરી છે. આમાં સિમ્પલ નિયમ છે કે જો પથ્થર પર એક બાલદી પાણી એકસાથે નાખી દેશો તો એ પથ્થર ભીનો થઈ જશે, પણ જો થોડું-થોડું કરીને રોજ એમાં પાણી નાખશો તો પથ્થર લીસો તો થશે જ પણ એમાં કાણું પણ પડી શકે છે.’

કુંડલિની યોગ

ભારતીય પરંપરા મુજબ સાત ચક્ર શરીરમાં છે, જે એનર્જી સેન્ટર ગણાય છે. એમાં સૌથી નીચેનુ ચક્ર મૂલાધાર ચક્ર ઍક્ટિવ કરવાથી કુંડલિની જાગ્રત થાય એવું કહેવાય છે. આ જ ફિલોસૉફીના આધારે કુંડલિની યોગમાં રિગરસ બ્રિધિંગ એટલે કે ઝડપ સાથે પેટના તમામ સ્નાયુઓનો શ્વાસોચ્છ્વાસની ક્રિયામાં ઉપયોગ કરીને શ્વાસ લેવાની અને છોડવાની પ્રક્રિયા કરાવવામાં આવે છે. મન્સૂર બલૂચ કહે છે, ‘શરીરને અંદરથી ક્લીન કરવાની પ્રોસેસ આ યોગમાં થાય છે. શ્વાસ અંદર ભરીને પછી એને સંપૂર્ણ બહાર કાઢવાની અલગ-અલગ પદ્ધતિ અમે શીખવીએ છીએ. ફેફસાં આખા ખાલીખમ કરવાની પ્રોસેસમાં ખૂબ એનર્જી પણ લાગે છે. બૉડીને આંતરિક રીતે ક્લીન કરવા માગતે અને સ્પિરિચ્યુઅલી આગળ વધવા માગતા લોકો કુંડલિની યોગ પ્રિફર કરે છે.’

આને કહેવાય ગતકડાં (જેને તદ્દન તડીપાર કરી દેવાં જોઈએ)

ડૉગા : એટલે કે ડૉગ યોગા. ઘરમાં પાળેલા કૂતરાની સાથે મળીને યોગ કરવા. કૂતરો એવું પ્રાણી છે જે પોતાના માલિકની ઇચ્છા મુજબની ર્વતણૂક કરી શકતું હોય છે. શ્વાસોચ્છ્વાસની ક્રિયાઓ અને અમુક આસનો કરવાથી કૂતરાની હેલ્થ પણ સારી રહે અને એના માલિકની પણ.

ગોટ યોગા : હૉગા અને ડૉગા કરતાં સહેજ અલગ છે. પેલા બન્નેમાં તો સાથે રહેલા પેટે પણ માલિક સાથે એક્સરસાઇઝ કરવાની છે. અહીં તો બકરીના બચ્ચાને તમારી સાથે મૂકી દેવામાં આવે. પછી એણે જે કરવું હોય કરે, પણ તમારે સ્થિર રહેવાનું. બકરી રમતાં-રમતાં તમારા શરીર પર ચડી જાય તો પણ.

હૉગા : કૂતરાની જેમ અહીં ઘોડાને પણ પ્રેમાળ વિદેશી પ્રજાએ યોગ કરવાની તક પૂરી પાડી છે. ધન્ય છે!

બિકિની યોગા અને નોગા/ન્યુડ યોગા :
અહીં કોઈ વિચારવિસ્તારની જરૂર નથી. તમે સમજી જ ગયા હશો. નહીં બરાબર કપડાં પહેરીને અથવા વસ્ત્ર ધારણ કર્યા વિના વિવિધ પૉર કરવામાં આવે છે. ફ્રીડમ ઑફ એક્સપ્રેશન અને ફ્રીડમ ઑફ મૂવમેન્ટના નામે આ યોગનો ભરપૂર પ્રચાર થયો છે.

બિઅર યોગા : યોગ કરતી વખતે બિયરની બાટલી સાથે લઈને બેસવાનું અને એક-એક આસન સાથે એક-એક સિપ લેતા જવાની ટેãક્નક આજકાલ આપણે ત્યાં પણ લોકો અપનાવતા થઈ ગયા છે.

પેડલ બોર્ડ યોગા : દરિયામાં પેડલ બોર્ડ પર બૅલૅન્સ કરીને યોગના પૉર સાથેના યોગ વિદેશીઓને ગમી રહ્યા છે. આપણે ત્યાં તો સર્ફિંગનો એટલો મહિમા નથી, પણ વિદેશમાં દરિયાપ્રેમીઓ દરિયાના પાણીમાં સંતુલન સાથે આ યોગ મોટા પ્રમાણમાં કરતા થયા છે.

ટૅન્ટ્રમ યોગા : હાથ ઝાટકવા, બરાડા પાડવા, પગ પછાડવા, છાતી કૂટવી જેવી હરકતોવાળાં પૉર આ યોગ સ્ટાઇલમાં કરવામાં આવે છે, જેની પાછળનો થૉટ એવો છે કે માનવ ઇમોશનલ પ્રાણી છે અને પોતાના મનમાં ધરબાયેલા નકારાત્મક ઇમોશનને આ રીતે બહાર કાઢી દેવાથી શરીર સારું રહે છે. ભગવાન ભલું કરે.

કરાઓકે યોગા : યોગનાં આસનો કરવાની સાથે સામે રહેલી ડિજિટલ સ્ક્રીન પર આવતા શબ્દો વાંચીને સંગીત સાથે ગાતાં-ગાતાં યોગ કરવાની આ રીત કૅલિફૉર્નિયાની એક ઇન્સ્ટ્રક્ટરે શોધી છે. તેનું કહેવું છે કે આપણે યોગને ખૂબ સિરિયસલી લઈ લીધા છે. અરે, ખુલ્લા હૃદયે ગાતાં-હસતાં-રમતાં કસરત કરો ભલા માણસ, વધુ ફળ આપશે.

રેવ્સ ઍન્ડ ગાંજા યોગા :
કૅલિફૉર્નિયા જેવા પ્રદેશમાં જ્યાં ચરસ, ગાંજા અને મૅરિજુઆના ઑફિશ્યલ છે ત્યાં લોકો આ યોગની પ્રૅક્ટિસ કરી રહ્યા છે. પૂરી સજાગતા સાથે રેવ પાર્ટીમાં નશો કરતાં-કરતાં યોગનાં આસનો કરવાની તેમની રીત ખરેખર આંખોને પહોળી કરીને શરમથી ઝુકાવે એવી છે.

ઍરો યોગા : હવામાં લટકીને થતા યોગ એટલે ઍરો યોગા. ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં દોરીની મદદથી ઊંધા લટકીને આ યોગ પ્રૅક્ટિસ કરવામાં આવે છે. શીર્ષાસન જેવાં અઘરાં આસનો જેમનાથી ન થતાં હોય તેમના માટે આ યોગ આર્શીવાદ છે. હવે મુંબઈમાં પણ ઍરો યોગા કરાવનારા સ્ટુડિયો શરૂ થઈ ગયા છે.

હુલાહૂપ યોગા : હુલાહૂપ પ્લાસ્ટિકની રિંગ પહેરીને એને બૅલૅન્સ કરતાં-કરતાં યોગનાં આસનો કરવાનાં. બોલો કરો વાત.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK