૭૬ વર્ષની ઉંમરે શીર્ષાસન કરો ત્યારે કેવો વટ પડે એ પૂછો આ અંકલને

મલાડવાસી જિતેન્દ્ર સંપત માટે યોગનાં તમામ અઘરાં આસનો ટચલી આંગળીનો ખેલ છે. તેઓ કોઈ યોગપ્રશિક્ષક નથી, પરંતુ શારીરિક રીતે એટલા સ્વસ્થ છે કે બધી ફિઝિકલ ઍક્ટિવિટી તેઓ હસતા મોઢે કરી લે છે

yoga1]

રુચિતા શાહ

મન મક્કમ હોય તો ગમેતેવી તકલીફો વચ્ચે પણ તમે ટકી શકો છો અને ગમેતેવા પડકારોને પણ પટકી શકો છો. મલાડમાં રહેતા ૭૬ વર્ષના જિતેન્દ્ર સંપત માટે આ વાક્ય જીવનનું બ્રહ્મવાક્ય છે. તેમને માટે ઉંમર સાથે શરીર નબળું પડે એ વાત સાવ ખોટી છે. સાવધાની રાખીને શરીરનો મહત્તમ ઉપયોગ કેમ કરી શકાય એ જણાવવા માટે તેઓ જીવતું ઉદાહરણ છે. વિવિધ યોગનાં અઘરાં-અઘરાં આસનો, ડાન્સિંગ, ઍક્ટિંગ અને ઘરનાં રોજબરોજનાં કામ સાથે દીકરાને તેના ઑટોમોબાઇલના ધંધામાં મદદ કરવા સુધીની ક્રિયાઓ તેઓ રોજબરોજ કરી જાણે છે. થાક નથી લાગતો એવું નથી, પણ લાગનારો થાક પણ મીઠો લાગે છે, પીડા આપનારો નહીં.

ડિપ્રેશનનું ડેથ


તેમણે તેમનાથી ત્રણ વર્ષ મોટા ભાઈને ગુમાવ્યા એ તેમના માટે મોટો ઇમોશનલ ઝટકો હતો. એ પછી પણ જીવનમાં કેટલાક પ્રસંગો એવા બન્યા જેમાં તેમણે માનસિક રીતે ભારે તકલીફો વેઠી હતી. તેઓ કહે છે, ‘એક સમય એવો આવેલો જેમાં જીવવાનો કોઈ મોહ રહ્યો નહોતો. શરીર કથળી પડ્યું હતું સિવિયર ડિપ્રેશનના સ્ટેટમાં. જાણે હવે હું જીવીશ જ નહીં એવું બધા માનવા માંડ્યા હતા અને હું એમાંથી પણ બહાર આવ્યો. હું ઊકલી ન ગયો, પણ મેં સંજોગો તરફના મારા દૃષ્ટિકોણને ઉકેલી લીધો. આજે પરિણામ તમારી સામે છે. મારું ડેથ ન થયું, પણ મારા બદલાયેલા વલણને કારણે ડિપ્રેશનનું ડેથ થયું અને હું જીવતો રહ્યો.’

yogfa

હેલ્ધી લાઇફ

‘નાનપણથી જ કસરત કરવાની આદત બુઢાપામાં પણ કામ કરી રહી છે,’ જિતેન્દ્રભાઈ પોતાના જીવનનાં સીક્રેટ ઉઘાડતાં વાતને આગળ વધારે છે અને કહે છે, ‘હું કાલબાદેવીમાં ભાટિયાવાડીમાં મોટો થયો છું અને ત્યાં કસરત માટેની વ્યવસ્થા હતી. એ જમાનામાં આજની જેમ જિમ નહોતાં. કસરતઘરોમાં યોગ, દંડબેઠક, પુશઅપ્સ જેવી સાધનો વિનાની કસરત થતી. દીવાલ પર ફોટો લગાવેલા હોય એ જોઈ-જોઈને કસરત કરવાની. ખોટું કરીએ તો ટકોર કરવા માટે શિક્ષક હોય. ત્યારથી યોગ અને કસરતનો રંગ લાગ્યો, જે આજ સુધી અકબંધ છે.

શિપિંગ-ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે, ટેક્સ્ટાઇલમાં કામ કર્યું છે. વ્યાપારમાં ખૂબ વ્યસ્ત હોઉં તો પણ કસરત કરું કે ચાલવા જાઉં. આજે પણ રોજનું ૪૫ મિનિટ ચાલવાનું અથવા યોગાસનો અને હળવી કસરત કરી લેવાનાં. માનસિક રીતે પડી ભાંગેલો એવા સંજોગો પણ આવ્યા હતા. જોકે એ ડિપ્રેસિવ સ્ટેટમાંથી બેઠા થવા માટે પણ કસરત અને મિત્રોએ જ સપોર્ટ કયોર્ છે.’

જિતેન્દ્રભાઈનો અનુભવ છે કે વ્યક્તિ જ્યારે ખાલી મગજ રાખે છે અને ઍક્ટિવિટી વગરનો થઈ જાય છે ત્યારે જ ખાસ બીમારીઓ આવવાની શરૂ થાય છે. છેક હવે તેમના વાળ ધોળા થયા છે, પણ મોઢામાં બત્રીસે બત્રીસ દાંત સાબદા છે. શરીરમાં રોગોનું નામોનિશાન નથી. તેઓ કહે છે, ‘આ તો ઈશ્વરની કૃપા છે. હું મોજથી રહેવામાં માનું છું. જે સંજોગો આપણા બસમાં નથી એની ચિંતા કરીને જાતને નબળી ન પાડવી એવું દૃઢપણે માનું છું. ખાણીપીણીમાં સહેજ નિયમિતતા અને પૌષ્ટિક આહારનો આગ્રહ રાખું છું, પરંતુ ક્યારેક તળેલું અને બહારનું પણ ખાઈ જ લઉં છું. કોઈ નિયમ નથી, પણ પેટમાં નકામું ખાવાનું ગયું હોય એ દિવસે ત્રિફળા પાઉડર લઈ લેવાની નીતિનો માણસ છું. ટૂંકમાં એટલું જ કે હું શરીરની તંદુરસ્તીને લઈને સજાગ છું, સતર્ક છું અને એ માટે જે કરવું પડે એ કરવા તત્પર છું. દરેકમાં બસ, આટલી જ બાબત હોય તો તમારી તંદુરસ્તીને કોઈ બહારનાં તkવો નુકસાન નથી પહોંચાડી શકતાં.’

આ ઉંમરે તેઓ સિનિયર સિટિઝનના ડાન્સ-શોમાં ભાગ લે છે. નાટકોમાં કામ કરી ચૂક્યા છે. જિંદગી જેમ વાળે એમ વળી જવાનું, જેમ ઢાળે એમ ઢળી જવાનું એવું વલણ રાખ્યું છે. તેઓ માને છે કે જ્યાં તમારી જીદ આવી ત્યાં તમે અટવાયા. વહેતા જવું એ જ સુખી જીવનની ચાવી છે. જ્યાં તમારું મન નીકળી જાય અને ઈશ્વરની ઇચ્છા પ્રાઇમ બની જાય ત્યાં આગ્રહો છૂટતા જાય અને તંદુરસ્તી વધતી જાય.

- તસવીરો : સ્નેહા ખરાબે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK