કોઈ સ્વજન માટે દુર્લભ મજા માણવાની તક છોડી દેવા માટે મોટું દિલ જોઈએ આજકાલ

ગયા અઠવાડિયે વરસાદે વાવાઝોડા સાથે ત્રાટકીને મુંબઈને ભીની-ભીની સરપ્રાઇઝ આપી દીધી.

bike'

સોશ્યલ સાયન્સ - તરુ કજારિયા

એ દિવસે ઘરે જતાં એક મજાનું દૃશ્ય જોવા મળ્યું. વરસતા વરસાદમાં એક યંગ કપલ સ્કૂટર પર જઈ રહ્યું હતું. યુવાન સ્કૂટર ચલાવી રહ્યો હતો અને પાછળ યુવતી બેઠી હતી. યુવતીના હાથમાં ખુલ્લી છત્રી હતી જે યુવાનની તરફ વધુ હતી. યુવાને હેલ્મેટ પહેરી હતી એટલે તેનું માથું અને ચહેરો તો ઑલરેડી વરસાદથી રક્ષિત હતાં. આમ છતાં છોકરીએ છત્રી યુવાનને વધુ રક્ષણ આપે એ રીતે પકડી હતી. એમ કરવા જતાં પોતે અડધી ભીંજાતી હતી, પણ તેનું બધું ધ્યાન છત્રી યુવાનને કવર કરેલી રહે એમાં હતું. એ દૃશ્ય જોઈને ચહેરા પર સ્મિત પથરાઈ ગયું. હકીકતમાં એ દૃશ્ય આજકાલ ભાગ્યે જ જોવા મળે એવું, રૅર લાગ્યું. પોતાના અધિકારો અને સ્થાન વિશે વધી રહેલી જાગૃતિ વચ્ચે સ્ત્રીઓને બીજા માટે, ખાસ કરીને પતિ માટે, પુરુષ માટે કાળજી કરવાની બાબત જુનવાણી લાગે છે. સમાનતાના નામે પણ ઘણી સ્ત્રીઓએ પુરુષોની કાળજી કરવાનું માંડી વાળ્યું છે એવા આ સમયમાં પોતે ભીંજાઈને પણ પતિને ભીંજાવા ન દેતી એ સ્ત્રી કોઈ જુદા જ ગ્રહની લાગી, તદ્દન અનોખી જ લાગી.

આગલા દિવસે જ અખબારોમાં પતિની જ સંપત્તિ હડપવા સુપારી આપીને તેને મરાવી નાખનાર મહિલાના સમાચાર વાંચ્યા હતા. ઘૃણા થઈ આવે એવી ગંદી યુક્તિ કરીને ચોરી-છૂપી પૈસા આપીને પતિને મરાવતી સ્ત્રી, પોતાનાં ત્રણ બાળકોને નબાપા કરી નાખતી સ્ત્રી અને ઠંડે કલેજે ‘પતિ ગુમ થયો છે’ એવી બનાવટી પોલીસ-ફરિયાદ કરતી સ્ત્રી. પોતાના સિવાય પરિવારમાં કોઈની પણ દરકાર કરવાની જરૂર નથી એવી સ્વાર્થી લાક્ષણિકતા આજની વધુ ને વધુ આધુનિક અને એમ્પાવર્ડ સ્ત્રીની ઓળખ બનતી જઈ રહી છે એવા માહોલમાં કોઈ યંગ આધુનિક યુવતીને પોતાની સાથે પરિવારની અને પરિવારના અન્ય સ્વજનોની પણ પ્રેમથી કાળજી લેતી જોઈએ ત્યારે આંખોમાં સુખદ આર્ય અંજાઈ જાય એ સ્વાભાવિક છે.

થોડા સમય પહેલાં આવા જ એક સુખી પરિવારનું એક હૃદયસ્પર્શી જેસ્ચર કાશ્મીરમાં જોવા મળ્યું. પતિ-પત્ની અને બે બાળકો ઉપરાંત કાકા-કાકી એમ છ જણ કાશ્મીરના પ્રવાસે આવ્યાં હતાં. ગંડોલા રાઇડ (રોપવે) લઈને ગુલમર્ગમાં ઊંચાઈ પર આવેલા બરફછાયા વિસ્તારમાં પહોંચવા સૌ પ્રવાસીઓ થનગની રહ્યા હતા. આ પરિવારના સભ્યો પણ એમાં હતા. હોટેલથી ઘોડા પર બેસીને બધા રાઇડના આરંભના પૉઇન્ટ સુધી પહોંચી ગયા અને ગંડોલા રાઇડની ટિકિટો લઈને ક્યુમાં ઊભા રહી ગયા. નંબર આવ્યો. બાળકો ઉત્સાહથી ચિચિયારીઓ કરતાં ગંડોલામાં ચડી ગયાં. મોટાઓ પણ ઉમંગભેર ગોઠવાઈ ગયા. બપોરે સૌ સહેલાણીઓ હોટેલ પર પાછા ફર્યા ત્યારે બરફમાં રમવાની થિþલ અને એન્જૉયમેન્ટની વાતોથી છલકાતા હતા. આ પરિવારની યુવતી મળી. તેને પૂછ્યું કે કેવું રહ્યું? ત્યારે તેણે જે કહ્યું એનો સાર આ રહ્યો : દોરડા પર સરકતી ગંડોલા હજી તો ઊંચે ચડવાનું શરૂ કરે ત્યાં તો તેના પતિના ચહેરા પરથી ઉત્સાહ ઓસરી ગયો, એક પ્રકારની અનઈઝીનેસ તેમને ઘેરી વળી. તે બોલી ઊઠuા કે મારાથી આ રાઇડ નહીં કરાય. પત્નીએ બૂમો પાડીને રાઇડ-ઑપરેટરને બોલાવ્યો અને ખૂબ વિનંતી કરી કે ભાઈ, મારા પતિને કંઈક થાય છે; પ્લીઝ જલદી આ રાઇડ અટકાવ. શરૂ થઈ ગયેલી રાઇડને આમ વચમાં અટકાવવાનું બહુ જ મુશ્કેલ હતું, પરંતુ તે સ્ત્રીની સતત આજીજીઓ સાંભળીને ઑપરેટરે રાઇડ અટકાવી. પતિને ઉતારીને પત્ની પોતે પણ ઊતરી ગઈ અને તેની પાછળ બન્ને બાળકો તથા કાકા-કાકી. આમ આખા પરિવારે ગંડોલા રાઇડ અને બરફના પહાડો પર જવાની અને રમવાની મજા સૅક્રિફાઇસ કરી દીધી. આ વાત એ યુવતીએ હસતાં-હસતાં કરી. થોડી વારમાં તેના પરિવારના અન્ય સભ્યો પણ અમે બેઠાં હતાં ત્યાં આવી ગયા. બધા એકદમ નૉર્મલ લાગતા હતા. મોટી રકમનું નુકસાન થયું હતું અને આહ્લાદક બર્ફીલી મોજનો ભોગ લેવાયો હતો છતાં તેમના ચહેરા પર ગુસ્સો કે નિરાશા નહોતાં. બાળકો પપ્પા સાથે અને પપ્પા સૌ સાથે તદ્દન સાહજિકતાથી વાતચીત કરતાં હતાં. તેમના વર્તનમાં ક્યાંય એવી કોઈ છાંટ નહોતી જેને કારણે પેલા યુવાનને ગિલ્ટી ફીલ થાય.

તે યુવતીને મેં પૂછ્યું, ‘તમારા પતિને તકલીફ હતી તો તેઓ નીચે બેસી શકત અને તમે સૌ તો જઈ શક્યા હોતને?’

તેણે અને તેનાં કાકીએ તરત કહ્યું, ‘બધા સાથે આવ્યા હોઈએ અને એક જણ ન જાય તો પછી અમે એન્જૉય ન કરી શકીએ.’

એ પરિવારની આ ભાવના સ્પર્શી ગઈ. એ જ સ્થિતિને એક જુદા દૃષ્ટિકોણથી પણ જોઈ શકાઈ હોત. જેમ કે વારંવાર થોડા ગુલમર્ગ આવવાના છીએ? તો જેમને ઉપર જવામાં તકલીફ હતી એ વ્યક્તિ નીચે બેસીને ત્યાંનો નઝારો માણી શકી હોત અને બાકીના સૌ ઉપર જઈ શક્યા હોત. ચોક્કસ એમાં કશું જ ખોટું નહોતું. કદાચ એ વધુ પ્રૅક્ટિકલ અભિગમ હોત અને એમાં એ યુવકને પણ કોઈ જ વાંધો ન હોત. અને ખરેખર, ઉપર જઈ શકે એમ નહોતા એવા એક-બે સજ્જનો નીચે બેસીને સમય પસાર કરતા જ હતા. જોકે એ પરિવારે એવો વિકલ્પ લેવાને બદલે બધાએ ઉપર જવાનું જતું કરવાનો વિકલ્પ લીધો. આવો વિકલ્પ લેવા માટે, આવી તક છોડવા માટે બહુ મોટું દિલ જોઈએ. પોતાના શોખ કે એન્જૉયમેન્ટ કરતાં પરિવારના સ્વજનો માટેની લાગણીનું મહત્વ વધુ હોય તેઓ આવી ઉદારતા દાખવી શકે. આજકાલ આવાં જેસ્ચર્સ રૅર થઈ ગયાં છે એટલે એનું મહત્વ વધી જાય છે. પરિવાર સાથે પ્રવાસે જઈએ ત્યારે મૂળ ઉદ્દેશ તો રૂટીનથી મુક્ત થઈને સૌ સાથે મળીને મજા કરવાનો ઉદ્દેશ હોય, જેમાં એકમેક પ્રત્યેની કાળજી અને પ્રેમ વ્યક્ત કરવાની પૂરતી મોકળાશ હોય. એ સમગ્ર ટૂરમાં હસતા-નાચતા, ખુશખુશાલ પરિવારે એનો અહેસાસ કરાવ્યો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK