નણંદ-ભોજાઈ બની ગામડાંની ગોરીઓ

ઇન્ડિયન વિલેજ થીમ પર રાખવામાં આવેલી કિટીમાં મેમ્બરોએ અસલ રજવાડી અંદાજમાં ધમાલ કરી

kitty

વર્ષા ચિતલિયા

થોડા દિવસ પહેલાં એક જગ્યાએ કાઠિયાવાડી સ્ટાઇલનું રજવાડું ઊભું કરવામાં આવ્યું હતું. ઘરના એક ખૂણામાં લીલું ઘાસ પાથરવામાં આવ્યું હતું. એક બાજુ માટીનાં વાસણો મૂકેલાં હતાં તો બીજી બાજુ કાંસાનાં વાસણો સજાવ્યાં હતાં. બેસવા માટે ચટાઈ પાથરવામાં આવી હતી. માટીના દેશી ચૂલાની બાજુમાં સૂકાં છાણાંનો ઢગલો કર્યો હતો. કેરીની પેટીમાં આવતા સૂકા ઘાસમાંથી નાનકડું એવું ઝૂંપડું બનાવ્યું હતું. ચણિયાચોળી અને બાંધણીના ડ્રેસ પહેરીને બહેનો આમથી તેમ મહાલતી હતી. કોઈના હાથમાં અનાજ વીણવાનું સૂપડું હતું તો કોઈએ પોતાના હાથમાં સૂકાં છાણાં લીધાં હતાં. કેટલીક બહેનો પનઘટ પર પાણી ભરીને પાછા ફરતી વખતે વટેમાગુર્ને પાણી પાતી હોય એવા હાવભાવ સાથે માટલું લઈને ઊભી હતી. એક બહેન તો ખોળો પાથરીને બેઠી હતી. ચટાઈ પર રમકડાંઓ ગોઠવવામાં આવ્યાં હતાં તો વળી દીવાલ પર કઠપૂતળી લટકાવેલી હતી. દીપ્તિ રાઠોડના ઘરે રાખવામાં આવેલી કિટીની થીમનું આ દૃશ્ય છે.

અંધેરી, બોરીવલી, ઘાટકોપર, સાઉથ મુંબઈ, નવી મુંબઈ અને વસઈ વિસ્તારમાં રહેતી વૈષ્ણવ ઘોઘારી સમાજની નણંદ-ભોજાઈ ગ્રુપની ૧૫ બહેનો દર મહિને અવનવી થીમ રાખી ખૂબ જલસો કરે છે. અંધેરીમાં રહેતાં કિટી-મેમ્બર શીતલ રાઠોડ આ સંદર્ભે વાત કરતાં કહે છે, ‘ઇન્ડિયન વિલેજ થીમનો આઇડિયા મારાં કાકીજીનો હતો. તેમની વહુ દીપ્તિ ગ્રુપ-મેમ્બર છે. ગામડામાં જોવા મળતાં દૃશ્યો મુજબ ઘરમાં ડેકોરેશન કરવામાં આવ્યું હતું. મુંબઈમાં રહીને અમે બધાએ ગામડાની માટીની સુગંધ માણી હતી. મજાની વાત એ છે કે ચા-કૉફી પણ માટીનાં કપમાં પીરસવામાં આવ્યાં હતાં. કાંસા અને માટીનાં વાસણમાં નાસ્તો આપવામાં આવ્યો હતો. લાકડામાંથી બનાવેલા ગાડામાં બધી સામગ્રી ફેરવવામાં આવી હતી. નાસ્તો પણ કેવો? એકદમ દેશી સ્ટાઇલનો. ચૂરમાના લાડુ અને દેશી ફરસાણો સાથે માટલીમાં ભાતભાતની સોડમ ધરાવતાં અથાણાં. ડિઝર્ટમાં જાડી રબડી જેવી ખીર. દેશમાં જમતી વખતે વડીલો પગના ટેકા માટે વાપરે છે એવાં ઢીંચણિયાં પણ રાખ્યાં હતાં.’

વિલેજ થીમને બંધબેસતી ગેમ્સ આ કિટીનું વધુ એક આકર્ષણ હતું. તાંબાની બાલદીમાં દેશી માટી ભરવામાં આવી હતી. માટીની અંદર ગોટી અને ગોટી જેવાં જ પણ નીચેથી ચપટાં ડેકોરેટિવ પેબલ્સ દાટવામાં આવ્યાં હતાં. આંખ પર પાટો બાંધી એક મિનિટમાં માટીમાંથી ગોટી શોધીને બહાર કાઢવાની હતી. આ ઉપરાંત સૌથી સુંદર ડ્રેસ પહેરીને આવેલી બહેનને ઇનામ આપવામાં આવ્યું હતું. વિલેજ થીમ ઉપરાંત IPL, રેઇનબો અને સ્કૂલગર્લ્સ થીમમાં પણ આવો જ માહોલ ઊભો કરવામાં આવ્યો હતો. ત્રણ વર્ષ પહેલાં શરૂ થયેલા નણંદ-ભોજાઈ ગ્રુપની મેમ્બરો શીતલ રાઠોડ, દીપ્તિ રાઠોડ, દીપાલી રાઠોડ, ચન્દ્રિકા રાઠોડ, ફાલ્ગુની રાઠોડ, સ્મિતા રાઠોડ, શેફાલી દોશી, હેતલ દોશી, રૂપા પારેખ, કલ્પા મહેતાલિયા, રૂપલ પારેખ, હર્ષા ખોખાણી, જ્યોતિ કોઠારી, જયશ્રી શેઠ અને લીના મોદી વચ્ચે ગજબનો તાલમેલ છે. મોટા ભાગની બહેનો સેલ્ફ-એમ્પ્લૉયડ છે. સમયની મારામારી અને દોડધામ વચ્ચે પણ દર મહિનાના એક શનિવારે તેઓ એકબીજાને મળવાનું ચૂકતી નથી.

kitty1

મુંબઈનાં દૂર-દૂરનાં પરાંમાં રહેવાનું અને ઘરનાં તેમ જ બહારનાં કામકાજથી ફુરસદ જ ન મળતી હોય ત્યાં કિટીનું આયોજન કરવા પાછળનો હેતુ શો છે એવા પ્રશ્નનો જવાબ આપતાં શીતલબહેન કહે છે, ‘આજના જમાનામાં ખાસ સમય કાઢીને એકબીજાના ઘરે કોઈ જતું નથી. સામાન્ય રીતે બધા સામાજિક મેળાવડા કે ઘરના પ્રસંગમાં ફરજિયાત હાજર રહેવું પડે ત્યારે મળી લેતા હોય છે. હવે પ્રસંગોમાં કંઈ ઘરના બધા જ સભ્યો હાજર ન રહે, કોઈક પ્રસંગમાં એક વહુ જાય તો વળી ક્યારેક બીજી વહુ હાજરી આપી આવે. સહુલિયત અનુસાર બધા જતા હોય એમાં એકબીજાને મળવાનો આનંદ ક્યાં મળે? આજે બધે જ આ પ્રકારનો માહોલ થઈ ગયો છે. અમારા કેસમાં તો એવું છે કે હાલમાં અમારા બધાનાં બાળકો એટલાં નાનાં છે કે નજીકના ભવિષ્યમાં કોઈ પારિવારિક પ્રસંગ પણ નથી આવતો એટલે મળવાનું બહાનું પણ નહોતું. મળીએ નહીં તો સંબંધોમાં અંતર વધે. સંબંધોમાં મીઠાશ અને ઘરોબો જળવાઈ રહે એ માટે સમયાંતરે મળવું અનિવાર્ય હોય છે. આ વાતને ધ્યાનમાં રાખીને અમે કિટી શરૂ કરી છે. દર મહિને બધી જ વહુઓ અને નણંદો એકબીજાને મળીને આનંદ કરી શકે એ જ અમારો હેતુ છે.’

સામાન્ય રીતે આ ગ્રુપની તમામ કિટી ઘરમાં જ ગોઠવાતી હોય છે અને નાસ્તા-પાણીની વ્યવસ્થા પણ ઘરમાં જ કરવામાં આવે છે, પરંતુ ક્યારેક બાળકોને લઈને બીચ પર ફરવા જવાના પ્રોગ્રામ સાથે કિટીને જોડી દેવામાં આવે છે. આ સિવાય એકાદ વાર બહારગામનો કાર્યક્રમ પણ બનાવ્યો છે. મકરસંક્રાન્તિમાં ફૅમિલી સાથે મળીને પતંગ ચગાવવા બધા બરોડા જઈ આવ્યા છે.

હટકે કિટી પાર્ટી રાખતી તમામ લેડીઝને આમંત્રણ

ડિયર લેડીઝ,

તમે પણ કોઈ અવનવી થીમ પર કિટી પાર્ટી રાખતા હો તો મિડ-ડેને This e-mail address is being protected from spambots. You need JavaScript enabled to view it   પર એની તસવીરો ઈ-મેઇલ કરો અને સાથે એક જણનો કૉન્ટૅક્ટ-નંબર લખો. અમે તમારી સાથે વાત કરીને એનો રિપોર્ટ તૈયાર કરીશું અને સતસવીર પ્રસિદ્ધ કરીશું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK