૪૦ વર્ષ પછી પણ અકબંધ છે દોસ્તી

હાફ પૅન્ટથી શરૂ થયેલી ફાઇવ મેન આર્મી ગ્રુપની દોસ્તીની દાસ્તાન રસપ્રદ છે

friend

ફ્રેન્ડ સર્કલ - વર્ષા ચિતલિયા

હાલમાં અંધેરી અને કાંદિવલીમાં રહેતા પાંચ મિત્રોની દોસ્તીમાં છેલ્લાં ૪૦ વર્ષથી કોઈ ફરક પડ્યો નથી. બાળપણમાં ખૂબ ધમાચકડી કરતા હતા તો આજે પણ જલસો કરવા જ ભેગા થાય છે. આટલાં વર્ષોમાં તેમની અંગત લાઇફમાં અનેક ઉતાર-ચડાવ આવ્યા છે, પણ પ્રેમ અને દોસ્તીનો આ નાતો એવો જ અકબંધ રહ્યો છે. ફાઇવ મેન આર્મી જેવી તેમની મિત્રતા સમયની સાથે વધુ મજબૂત બનીને ઊભરી આવી છે એનું કારણ છે સ્ટ્રૉન્ગ બૉન્ડિંગ અને હૃદયમાં સાચવી રાખેલી બાળપણથી અત્યાર સુધી સાથે વિતાવેલી યાદગાર ક્ષણો.

બાળપણની યાદોમાં સરી પડતાં ફાઇવ મેન આર્મી ગ્રુપના અમિત દેસાઈ કહે છે, ‘અમારી મિત્રતા સ્કૂલમાં થઈ હતી. એ વખતે અમે ચાર જણ અંધેરી (ઈસ્ટ)માં રહેતા હતા અને એક અંધેરી (વેસ્ટ)માં. અમે બધા ખૂબ સામાન્ય પરિવારમાંથી આવતા હતા અને ઘરેથી પૈસા એટલા લિમિટેડ મળતા કે બહાર હરવા-ફરવા જવાનો તો કોઈ પ્રશ્ન જ નહોતો, પણ મજા ખૂબ કરી છે. એમ સમજોને કે બાળપણમાં પૈસાની મારામારી હતી. કૉલેજમાં પણ સાથે જ ભણ્યા છીએ. એક મિત્રના પપ્પા પાસે ફીઆટ ગાડી હતી. ૮૦ના દાયકામાં ફીઆટ બહુ પૉપ્યુલર હતી. એ જમાનામાં ગાડી હોવી એ જ બહુ મોટી વાત હતી. ગાડીના કારણે ભવન્સ કૉલેજમાં અમારો વટ પડતો હતો. કૉલેજના ઇલેક્શનમાં અમને ખાસ ભાવ આપવામાં આવતો હતો. ફીઆટના બળે અમે છોકરીઓને ઇમ્પ્રેસ કરવાનો પ્રયાસ પણ કરતા હતા. રજાના દિવસે મલાડમાં આવેલા મઢ આઇલૅન્ડ અને મનોરી બીચ ઊપડી જતા. કોઈક વાર છુપાઈને સિગારેટનો કશ લઈ લેતા એ વાત યાદ કરીને આજે પણ હસીએ છીએ. કૉલેજ-લાઇફમાં છૂપી રીતે ઘણા અનુભવો લઈ લીધા છે. સ્ટડી કરવાના બહાને ભેગા થતા અને ભણવાનું બાજુએ મૂકી નાસ્તા-પાણીનો જલસો કરતા.’

અમિત દેસાઈ, નીતિન કોટક, પ્રશાંત શાહ, વિપુલ શાહ અને મિલન ગાંધીના ગ્રુપમાં બે છોકરીઓ પણ હતી. આ સંદર્ભે વાત કરતાં અમિતભાઈ કહે છે, ‘આજે પણ અમે એકબીજાના કૉન્ટૅક્ટમાં છીએ. છોકરીઓના હસબન્ડ અને પરિવાર સાથે અમારો સારો મનમેળ છે. પારિવારિક પ્રસંગોમાં એકબીજાને આમંત્રણ આપવાનું ચૂકતા નથી. પ્રસંગોપાત્ત મુલાકાત થઈ જાય છે. એ રીતે જોવા જઈએ તો અમે પાંચ નહીં પણ સાત મિત્રો છીએ. જોકે છોકરીઓ સાથે મળવાનું બહુ ઓછું બને છે. કૉલેજ-લાઇફ પૂરી થયા બાદ બધા પોતાના કામધંધામાં વ્યસ્ત થતા ગયા. એ દરમ્યાન બધાનાં લગ્ન થઈ ગયાં એટલે મળવા પર થોડો સમય બ્રેક લાગી ગઈ હતી. ફૅમિલી-લાઇફ સેટ કરવી અનિવાર્ય હોવાથી કારર્કિદી પર ફોકસ કરવું જરૂરી હતું. ધીમે-ધીમે બધાએ ખૂબ પ્રગતિ કરી. આજે અમે બે મિત્રો અંધેરી (ઈસ્ટ)માં બાજુ-બાજુમાં રહીએ છીએ અને પ્રશાંત અને નીતિન કાંદિવલીમાં એક જ બિલ્ડિંગમાં ઉપર-નીચેના ફ્લૅટમાં રહે છે અને વિપુલ પહેલેથી જ અંધેરી (વેસ્ટ)માં રહે છે. કોઈનો પણ બર્થ-ડે હોય કે મૅરેજ-ઍનિવર્સરી, ફૅમિલી-પાર્ટી તો થવી જ જોઈએ. અમને સેલિબ્રેશનનું બહાનું જોઈએ. ઘણી વાર એવું બને કે ફૅમિલીમાંથી બધા આવી ન શકે તો કંઈ નહીં, અમે પાંચ તો મળીએ જ.

બે-ત્રણ મહિને એક વાર બૅચલર-પાર્ટી મનાવીએ. અમારી આ બૅચલર ટાઇપ પાર્ટી કોઈ ક્લબમાં હોય. લોનાવલા અમારી ફેવરિટ જગ્યા છે. શરૂઆતથી જ અમને મુંબઈથી નજીક આવેલા આ સ્થïળે જવાનું પસંદ છે. એક જમાનામાં સિંગલ રૂમમાં જેવો આનંદ કરતા હતા એવો જ આનંદ આજે મોટા ફ્લૅટમાં રહીને કરીએ છીએ.’

જ્યાં દોસ્તી હોય ત્યાં જલસા હોય તો ઝઘડા અને નોક-ઝોંક પણ હોય. આ લોકોની વચ્ચે ઝઘડા ન થયા હોય એવું તો કેમ બને? મિલનભાઈ અને પ્રશાંતભાઈ થોડા મસ્તીખોર અને રમૂજી સ્વભાવના છે, જ્યારે બાકીના ત્રણ થોડા ધીરગંભીર. બે મિત્રો ટીખળ કરે એટલે બાકીના બે રિસાય. આવા સમયે અમિતભાઈ મોટા ભાઈ બનીને પૅચ-અપ કરાવવાનું કામ કરે. મિલનભાઈને પાર્ટીઓ આપવાનો જબરો શોખ. મોટા ભાગના પ્રોગ્રામ તેમને ત્યાં જ થતા હોય છે. તેઓ મિત્રોની તરફદારી કરે અને ખડેપગે મદદ માટે પણ તૈયાર જ હોય. પાંચેયનું માનવું છે કે કોઈ પણ સંજોગોમાં દોસ્તી અકબંધ રહેવી જોઈએ. તમામ પરિસ્થિતિમાં આ ગ્રુપે ફ્રેન્ડશિપ ટકાવી રાખવાનું જાણે કે પ્રણ લીધું હોય એમ તેમની દોસ્તીની ડોર દિવસે-દિવસે વધુ મજબૂત થતી જાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK