દરરોજ રોટલી કરનારી બહેનોએ જ્યારે રન કર્યા

વાગડ વીસા ઓસવાળ જ્ઞાતિની ભચાઉ-નવાગામ સ્નેહસરિતા સખી વૃંદ નામની સંસ્થાએ એની મેમ્બર્સ ખૂલીને બૅટ-બૉલ રમી શકે તેમ જ આ રમત દ્વારા સ્પોર્ટ્સવુમનશિપનો ગુણ ખીલે એ માટે વિમેન્સ ક્રિકેટનં  આયોજન કર્યું હતું

FM

અલ્પા નિર્મલ

ઔર યે ગયા સિક્સ. થાણે ક્વીન્સ કી ઊર્મિ ગાલાને ચૌકે કે બાદ છક્કા લગા કે અપની કલાઈ કી તાકાત દર્શાયી હૈ...

થૅન્ક ગૉડ! ભચાઉ-નવાગામ સ્નેહસરિતા સખી વૃંદ દ્વારા યોજાયેલી મહિલા ક્રિકેટ બૉક્સમાં રમાઈ રહી હતી. અન્યથા મેમ્બર બહેનોનો બેટિંગફોર્સ એવો જોરદાર હતો કે બૉલ બાઉન્ડરીની બહાર જ જાત. યસ, આ બહેનો જેમણે હાથમાં વેલણ જ પકડ્યું છે તેઓ બૅટ પકડીને પોતાના માટે ગર્વ અનુભવે એ માટે સખી વૃંદે શનિવારે સાંજે જુહુની એક ટર્ફ પર ક્રિકેટ-લીગનું આયોજન કર્યું હતું.

કમિટી-મેમ્બર દીપિકા છેડા ‘મિડ-ડે’ને કહે છે, ‘ક્રિકેટ એવી રમત છે જેનો ક્રેઝ બે વર્ષના બાળકથી લઈને ૧૦૨ વર્ષના વૃદ્ધને પણ હોય. હા, ફીમેલને પણ હોય, પરંતુ આપણો સમાજ બહેનોને બૅટ કેમ ફેરવવું એ કરતાં વેલણ ફેરવવાને વધુ પ્રોત્સાહન આપે છે. ખેર, અમારી મેમ્બર બહેનો તેમનો ક્રિકેટ-ક્રેઝ પૂરો કરી શકે અને ખૂલીને રમી શકે એ માટે અમે આ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું.’

આ ક્રિકેટ-લીગમાં આઠ-આઠ મેમ્બરની આઠ ટીમે ભાગ લીધો હતો. ૩૫થી ૬૦ વર્ષ સુધીની ૬૪ લેડીઝે પાર્ટિસિપેટ કર્યું હતું. દીપિકાબહેન કહે છે, ‘અમારું સખી વૃંદ વાગડના ભચાઉ અને નવાગામમાં વાગડ વીસા ઓસવાળ જ્ઞાતિમાં પરણેલી બહેનો અને એ ગામની દીકરીઓનું છે. મા-દીકરી, સાસુ-વહુ, નણંદ-ભાભી, દેરાણી-જેઠાણી, કઝિન બહેનો ઉપરાંત સગી ન થતી હોય પણ એક જ ગામની સમાન જ્ઞાતિની મહિલાઓ બધા સાથે મોજમજા કરે અને એ અન્વયે તેઓ વચ્ચે ગાઢ સંબંધ બને એ માટે અમે ચાર વર્ષ પહેલાં આ ગ્રુપની સ્થાપના કરી છે. દર વર્ષે અમે પાંચ પ્રોગ્રામ કરીએ છીએ જેમાં અત્યાર સુધીમાં પિકનિક, વૅલેન્ટાઇન્સ ડે સેલિબ્રેશન, ટેલિમૅચ, કસીનોપાર્ટી, માસ્ટરશેફ જેવા અવનવા પ્રોગ્રામ કર્યા છે.’

FM!

સંસ્થા દ્વારા યોજાયેલી આ ક્રિકેટમાં હુંસાતુંસી કે કાતિલ સ્પર્ધા નહોતી. હા, હેલ્ધી હરીફાઈ જરૂર હતી, પણ મુખ્ય ઉદ્દેશ મનોરંજન અને આત્મવિશ્વાસ આપવાનો હતો. કમિટી-મેમ્બર શિલ્પા ખુથિયા કહે છે, ‘સ્માર્ટ વુમન, બ્લાસ્ટર્સ, થાણે ક્વીન્સ, નવગામ ગર્લ્સ, ઘાટકોપર રાઇડર્સ, વૉરિયસ ક્વીન્સ, રૉક ગર્લ જ્વેલ્સ, બ્લુસ્ટાર એમ આઠ ટીમ આ લીગમાં હતી અને દરેકને અલગ-અલગ કલરનાં ટી-શર્ટ, બૅનરો, ફ્લૅગ, લોગો આપ્યાં હતાં. વળી દરેક ટીમની પ્લેયરે તેના ગાલ પર તેની ટીમનું ટૅટૂ કરાવવાનું હતું. એ માટે અમે ટૅટૂ-આર્ટિસ્ટ પણ રાખ્યો હતો.’

સાંજે ચાર વાગ્યે શરૂ થયેલી આ લીગમાં શરૂઆતમાં તો સૂરજની ગરમી આકરી લાગી, પરંતુ પછી ક્રિકેટ-હીટ એવી વધી કે ઑડિયન્સ તરીકે આવેલા ૧૦૦ મેમ્બર્સ અને પ્લેયર્સ ક્રિકેટ-ફીવરમાં રંગાઈ ગયા. સંસ્થાએ આ ક્રિકેટ-લીગ માટે કેટલાક અવનવા નિયમો પણ રાખ્યા હતા. જેમ કે છ ઓવરની બોલિંગમાં આઠેય પ્લેયરે કમ્પલ્સરી ત્રણ-ત્રણ બૉલ તો નાખવાના જ. એ જ રીતે એક બૅટ્સવુમન એક મૅચમાં પચીસથી વધુ રન કરે તો પછી આઉટ ન થઈ હોય તો પણ તેણે ન રમવું. દીપિકાબહેન કહે છે, ‘દરેક પાર્ટિસિપન્ટને રમવાનો ચાન્સ મળે, બૅટિંગ-બોલિંગ કરવા મળે એ માટે અમે આવા નિયમો બનાવ્યા હતા. LBWનો રૂલ નહોતો, પણ રનઆઉટ અને કૅચઆઉટનો નિયમ હતો તોચોગ્ગા-છગ્ગા માટે પણ માક્ર્ડ બાઉન્ડરી હતી. રમાયેલી સાતેય મૅચોમાં આ બધા જ નિયમો ફૉલો થયા અને દરેક વસ્તુ પ્રૉપરલી અનબાયસ્ડ થાય એ માટે અમે બે પ્રોફેશનલ અમ્પાયર, સ્કોરર અને કમેન્ટેટર પણ રાખ્યા હતા.’

એકથી આઠ ટીમને લકી ડ્રૉથી નંબર આપીને ચાર મૅચ રમાડવામાં આવી. એમાંથી ચાર વિનર્સ વચ્ચે સેમી ફાઇનલ થઈ અને એમાંથી જીતનાર ટીમ વચ્ચે ફાઇનલ થઈ. આ સાત મૅચ દરમ્યાન એક મૅચ ટાઇ પણ થઈ ને ટાઇબ્રેકિંગ માટે આયોજકોએ બેઉ ટીમને એક-એક ઓવર આપી હતી. ફાઇનલી થાણે ક્વીન્સ ક્રિકેટ-લીગની વિનર ટીમ રહી અને નવગામ ગર્લ્સ રનર-અપ. સંસ્થાએ સ્પૉન્સર્સના સપોર્ટથી વિનિંગ ટીમને ટ્રોફી, કૅશ ગિફ્ટ કરી તો રનર-અપ ટીમને પણ ટ્રોફી અપાઈ. આ ઉપરાંત વુમન ઑફ ધ સિરીઝ, બેસ્ટ બૅટ્સવુમન, બેસ્ટ બોલર તથા આઠેય ટીમમાંથી બેસ્ટ પ્લેયરની ટ્રોફી પણ આપવામાં આવી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy