આઉટ ઑફ મુંબઈ જ નહીં, આઉટ ઑફ ઇન્ડિયા પણ જવાનું વિચારી રહી છે આ કિટી-લેડીઝ

ત્રણ વર્ષમાં ઘાટકોપરની આ ૨૪ મહિલાઓ મુંબઈની મોટા ભાગની રેસ્ટોરાંનું ફૂડ ચાખી આવી છે

kitty

કમાલ કિટી - વર્ષા ચિતલિયા

ઘાટકોપર અને એની આસપાસના વિસ્તારમાં રહેતી ૨૪ મહિલાઓ માત્ર જલસો કરવા જ દર મહિને મળે છે. છેલ્લાં ત્રણ વર્ષમાં આ મહિલાઓએ ઘાટકોપરમાં આવેલા જૉલી જિમખાનાથી લઈને રેડિયો ક્લબ સહિત મુંબઈની વિવિધ રેસ્ટોરાંમાં કિટી પાર્ટીનું આયોજન કર્યું છે. કિટી સંબંધિત તેમની બધી જ પ્રવૃત્તિઓ આઉટડોર જ રાખવામાં આવે છે. દર મહિને એક કિટી મેમ્બર પોતાની પસંદગીની રેસ્ટોરાં અને દિવસ નક્કી કરે છે. હોસ્ટે પસંદ કરેલી થીમ અને ગેમ્સમાં પણ વિવિધતા જોવા મળે છે. વન્ડરફુલ ફ્રેન્ડ્સના નામે ઓળખાતી આ કિટીની વિશેષતા વિશે જણાવતાં મેમ્બર રીના ઠક્કર કહે છે, ‘અમે રેસ્ટોરાંમાં એક પ્રાઇવેટ એરિયા હાયર કરીએ છીએ જેથી મનગમતી પ્રવૃત્તિ અને મસ્તી કરી શકીએ. અમને બધાને ઘરમાં નાસ્તા-પાણીની મગજમારી કરવી ગમતી નથી. ઘરમાં પાર્ટી રાખીએ તો જેના ઘરે પાર્ટી હોય એ મહિલા કામમાં બિઝી રહે અને એન્જૉય ન કરી શકે એટલે પહેલેથી જ કિટી પાર્ટીનું આયોજન બહાર કરીએ છીએ. બીજું, બહાર મળીએ એટલે પાર્ટી પૂરી થાય ત્યાં સુધી બધા સાથે રહી શકીએ. આઉટડોર પાર્ટીમાં અમને વધારે મજા આવે છે.’

હકીકતમાં ૪૫થી ૫૦ વર્ષની વયની આ તમામ મહિલાઓ એક NGO સાથે જોડાયેલી છે. રીનાબહેન કહે છે, ‘સામાજિક કાર્ય કરતાં-કરતાં અમારી વચ્ચે મિત્રતા બંધાઈ હતી. વર્ષોથી અમે એકબીજાને ઓળખીએ છીએ. કેટલાય પ્રોજેક્ટ્સ પર અમે સાથે કામ કરી ચૂક્યા છીએ. આ દરમ્યાન અમને વિચાર આવ્યો કે સમાજસેવાની સાથે-સાથે આપણા એન્જૉયમેન્ટ માટે પણ કંઈ હટકે કરવું જોઈએ અને આ વિચારમાંથી જ કિટી પાર્ટી શરૂ થઈ. અમારી કિટી બે-ત્રણ કલાકની નથી હોતી, અમે વધારેમાં વધારે સમય સાથે રહી શકીએ એ રીતે પ્લાન કરીએ છીએ. ક્યારેક મૂવી સાથે કિટીનું આયોજન હોય તો વળી ક્યારેક રિસૉર્ટમાં આખા દિવસની પાર્ટી પણ રાખીએ છીએ. દર વખતે અલગ-અલગ થીમ હોય છે. અમારું ફોકસ ડ્રેસ-કોડ સુધી સીમિત નથી હોતું, અમે શૂઝ અને અન્ય ઍક્સેસરીઝને હાઇલાઇટ કરીએ છીએ અને પ્રાઇઝ પણ આવી જ રીતે નક્કી કરવામાં આવે છે. હજી હમણાં જ અમે રેડિયો ક્લબમાં પાર્ટી રાખી હતી ત્યારે બધાએ ડિફરન્ટ પ્રૉપ સાથે એન્ટ્રી મારી હતી. એક મિનિટમાં વધુમાં વધુ પ્રૉપ પહેરવાની કૉમ્પિટિશન સાથે અન્ય ઇન્ટરેસ્ટિંગ ગેમ્સમાં બધાએ ખૂબ મજા કરી હતી. આ ઉપરાંત કોઈ સિંગર, કોઈ ક્રિકેટર, કોઈ ઍડ્વોકેટ, કોઈ ડિઝાઇનર તો વળી કોઈ ઍથ્લીટ એમ અમારા ગ્રુપમાં બધા જ ઇન્ડિપેન્ડન્ટ છે અને અલગ-અલગ ફીલ્ડમાંથી આવે છે. હું પણ ટૅરો કાર્ડરીડર છું અને આ પણ અમારી કિટીની વિશેષતા છે.’

પોતાના વ્યસ્ત સમયમાંથી દર મહિને એક દિવસ રિફ્રેશમેન્ટ માટે આ મહિલાઓ જબરદસ્ત પ્લાનિંગ બનાવીને મળે છે. કિટી અને મૂવીનું કૉમ્બિનેશન હોય ત્યારે ડ્રેસ પણ એવા જ પસંદ કરે છે. જેમ કે ક્રિસમસ થીમ વિથ મૂવી હોય તો બધાએ ગાઉન પહેરીને જ આવવાનું. ચોપાટી ખાતે આવેલી રેસ્ટોરાં સાથે ઇસ્કૉન મંદિરની જોડી બનાવવામાં આવી હતી ત્યારે બ્લુ થીમ રાખી હતી. થિયેટરથી લઈને રેસ્ટોરાં સુધી બધે જ તેમની થીમ આકર્ષણનું કેન્દ્ર હોય છે. વેરિએશન લાવવા વચ્ચે એક કિટી ક્લાસરૂમમાં રાખવામાં આવી હતી. આ કિટીમાં બધાએ સ્કૂલમાં રમાતી હોય એવી ગેમ્સનું આયોજન કર્યું હતું. આગામી કિટીમાં તેઓ મુંબઈની બહારનાં સ્થળો ઉમેરવાનો પ્લાન બનાવી રહ્યાં છે એટલું જ નહીં, વર્ષે એક કિટી ફૉરેનમાં કરવાનો વિચાર પણ વહેતો મૂકવામાં આવ્યો છે. ફૉરેન કિટી માટે સૌપ્રથમ બૅન્ગકૉકની પસંદગી કરવામાં આવી છે. જલસો કરવા માટે આ મહિલાઓ નવા-નવા આઇડિયા શોધ્યા કરે છે અને લાઇફને જબરદસ્ત રીતે માણે છે.

kitty1

હટકે કિટી પાર્ટી રાખતી તમામ લેડીઝને આમંત્રણ

ડિયર લેડીઝ,

તમે પણ કોઈ અવનવી થીમ પર કિટી પાર્ટી રાખતા હો તો મિડ-ડેને This e-mail address is being protected from spambots. You need JavaScript enabled to view it પર એની તસવીરો ઈ-મેઇલ કરો અને સાથે એક જણનો કૉન્ટૅક્ટ-નંબર લખો. અમે તમારી સાથે વાત કરીને એનો રિપોર્ટ તૈયાર કરીશું અને સતસવીર પ્રસિદ્ધ કરીશું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy