મનમાંથી નકારાત્મકતા કાઢવા માટે કરવું શું?

આ પ્રશ્નના જવાબ માટે તમે કેટલું મથ્યા છો? તમે કેટલી વાર આ પ્રશ્નનો જવાબ શોધવા માટે પ્રયાસ કર્યો છે? તમારા એ તમામ પ્રયાસો પર ધૂળ પડી છે મારા ભઈલા. આ સવાલનો જવાબ એક જ લાઇનનો છે

smiley

સોશ્યલ સાયન્સ - રશ્મિન શાહ

મનમાંથી નકારાત્મકતા કાઢવી કેમ? એની માટે કરવું શું? હકારાત્મકતા લાવવા માટે કેવા પ્રયાસો કરવાના? હકારાત્મકતા જાતે જ આવી જાય કે પછી એને લાવવી પડતી હોય છે? જો લાવવી પડતી હોય તો એ લાવવી કઈ રીતે? લાવવાની વાત પરથી જ યાદ આવ્યું, આ હકારાત્મકતા હોય કેવી? ભેંસ જેવી કે પછી વોડાફોનની ઍડમાં ફરીથી જોવા મળતા પેલા પગ બ્રીડના ડૉગી જેવડી સાઇઝની? એની સાઇઝ નાની હોય તો પછી એ પોતાની અસર આટલી મોટી કેવી રીતે છોડી શકે, કેવી રીતે એ મહાકાય નકારાત્મકતાને હટાવી શકે? ફરી એ જ પ્રશ્ન, નકારાત્મકતાને હકારાત્મકતા હટાવી શકે કે પછી એને આપણે જ કાઢવી પડે? આપણે જ એની માટે પ્રયાસો કરવા પડે કે પછી એ પોતે આપણાથી ધરાઈ જાય એટલે જાતે જ નીકળી જાય આપણામાંથી અને નવું ઘર શોધી લે? કેવી રીતે, કેવી રીતે છૂટવું આ નકારાત્મકતાથી, આ નેગેટિવિટીથી? એને બીજું ઘર ન મળે ત્યાં સુધી શું એને સહન કર્યા કરવાની, સહન પણ કરવાની અને એને કારણે ઊભા થતા પ્રશ્નોને લીધે બીજાઓએ પણ એ સહન કરતા જવાની અને જો એવું જ હોય તો એની હકારાત્મકતા શું કામની?

સાલ્લું આ નકારાત્મકતાને કાઢવી કેવી રીતે? ઘસી-ઘસીને નહાવાથી એ જતી હશે કે પછી દરરોજ પરફ્યુમ કરવાથી આ નકારાત્મકતા આપણો પીછો છોડતી હશે? મોટિવેશનની બુક વાંચી-વાંચીને તો ઑલરેડી મનમાં સાલ્લી જાત માટે હીનતા આવી ગઈ અને નકારાત્મકતા વધારે ગાઢ બની તો પછી એને કાઢવાનો બીજો રસ્તો કયો? બીજો રસ્તો છે કે પછી માત્ર વાતો જ થાય છે, એ તો એને જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી મનમાં રહે અને પછી એને મન થાય તો જ નીકળે. આ સાચું? કે પછી બા કહે છે એ રીતે ધર્મધ્યાન કરવાથી નકારાત્મકતા દૂર થઈ જાય એ વાત સાચી? નકારાત્મકતા ન હોવી જોઈએ અને જીવનમાં હકારાત્મકતા જ રહેવી જોઈએ એવી વાતો તો પુષ્કળ સાંભળી અને વાંચી પણ ખરી, પણ કેમ કોઈ આ નકારાત્મકતા કાઢવી કેવી રીતે એના વિશે કહેવા રાજી નથી? શારીરિક શ્રમ કરવાથી નકારાત્મકતા ભાગે એવું સાંભળીને એ સ્તર પર શ્રમ કરી લીધો કે ઘૂંટણની ગાદી ઘસાઈ ગઈ. મેડિટેશન કરવાથી મનમાં હકારાત્મક ઊર્જા જન્મે એવું ધારીને આખોઆખો દિવસ ધ્યાન-શિબિરોમાં કાઢી અને એમાં નોકરી છૂટી ગઈ, પણ નકારાત્મકતાએ ન તો પીછો છોડ્યો કે ન તો નકારાત્મકતાએ ઘર બદલ્યું. બધું એમનું એમ. કેમ? શું કામ? સવાલ માત્ર આ જ નથી, પણ સવાલ એ પણ છે કે નકારાત્મક વિચારોમાંથી હકારાત્મક વિચારો તરફ કેવી રીતે જવું, કેવી રીતે પૉઝિટિવ દિશા પકડવી અને કેવી રીતે પૉઝિટિવિટી સાથે આગળ વધવું? કેવી રીતે?

નકારાત્મક વિચારોને હાંકી કાઢવા માટે શું કરવું જોઈએ? કામધંધો છોડીને પરિવાર સાથે ફરવા ચાલ્યા જઈએ તો નકારાત્મકતા દૂર થાય કે પછી કામધંધામાં વધુ ને વધુ રત થતા જઈએ તો નકારાત્મકભાવ તમારાથી દૂર ભાગી જાય? શું કરીએ તો નકારાત્મકતા તમારાથી અંતર રાખવાનું શરૂ કરે અને શું કરીએ તો હકારાત્મકતા તમારી બાજુમાં પલાંઠી મારીને બેસી જાય? શું કરવાનું કે જેનાથી નેગેટિવિટીને તમારો સહવાસ ગમતો બંધ થાય અને શું કરવાનું કે જેને લીધે પૉઝિટિવિટીને તમારો સંગ પસંદ આવવા માંડે? કરવાનું શું કે જેનાથી નકારાત્મક વિચારોમાંથી વિચારો હકારાત્મકતા તરફ આગળ વધે? બહુ જાણવાની કોશિશ કરી અને બહુ ધમપછાડા કર્યા, પણ કોઈ પરિણામ મળતું નથી અને હવે નિરાશા થવાની પણ શરૂ થઈ છે. શું કરવાનું?

- આ અને આવા પ્રશ્નો જ્યારે પણ તમારા મનમાં આવે ત્યારે પહેલાં તો તમારી જાતને મનોમન એક થપ્પડ મારી લો. મનોમન, સાચી રીતે મારવાની જરૂર નથી. કોઈ કહેશે કે જ્યારે ખબર છે કે આ નકારાત્મક વિચાર છે ત્યારે એ કરવાની જરૂર જ શું છે? તમને જ્યારે ખબર છે કે આ પેઇનફુલ છે ત્યારે એ કરવાનું કેમ? તમને જ્યારે ખબર છે કે આ વેદના આપવાનું કામ કરશે, આંખમાંથી આંસુ બહાર લઈ આવવાનું કામ કરી લેશે તો પછી એ કામ કરવું જ શું કામ છે અને એ વિચારોને હવા જ શું કામ આપવી છે? આપણી સૌથી મોટી નબળાઈ જો કોઈ હોય તો એ કે આપણે આપણને જ પ્રાધાન્ય ખૂબ આપીએ છીએ, પણ એ માત્ર એકાંતમાં અને પછી જ્યારે જાહેરમાં હોઈએ ત્યારે આપણે આપણું મૂલ્ય શૂન્યનું કરી નાખીએ છીએ. એકાંતમાં જાતને પ્રાધાન્ય આપનારા ક્યારેય જાહેરમાં સન્માન પામતા નથી હોતા કે પછી ક્યારેય સન્માનનીય સ્થાને પહોંચતા નથી હોતા. બંધ રૂમમાં રડનારાઓ હંમેશાં પોતાની જાતને પાંગળી અને બિચારી રાખતા હોય છે અને જે પોતાની જાતને બિચારી બનાવીને રાખે છે તે ક્યારેય હકારાત્મકતાની દિશામાં જઈ નથી શકતા. હકારાત્મકતાના રસ્તે ચાલવા માટેની સૌથી પહેલી શરત છે, નકારાત્મકતાથી દૂર રહો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK