બચ્ચાપાર્ટીની ફૅશનપંતી કંઈ ઓછી નથી હોં

વિવિધ બ્રૅન્ડ્સથી લઈને ડિઝાઇન સુધીમાં પણ બાળકો પોતાની પસંદ સાથે બાંધછોડ કરવા તૈયાર નથી. ચિલ્ડ્રન્સ ડેએ જાણીએ આજનાં બાળકોનાં સ્ટાઇલિંગ નખરાંઓ વિશે તેમની મમ્મીઓ પાસેથીવર્ષા ચિતલિયા

મમ્મી મને તો ડોરેમોનવાળી સ્કૂલ-બૅગ જ જોઈએ છે, નહીં તો હું સ્કૂલમાં નહીં જાઉં.

હું છોટા ભીમવાળું ટી-શર્ટ જ પહેરીશ.

મને બર્થ-ડેમાં પ્રિન્સેસ જેવાં કપડાં લઈ આપજે.

આજકાલનાં ટાબરિયાંઓ કેટલાં બધાં સ્ટાઇલિશ થઈ ગયાં છે. આપણે નાના હતા ત્યારે મમ્મી જે પહેરાવે અને જે લાવી આપે એમાં જ ખુશ રહેતા, પણ હવે એવું નથી રહ્યું. આજની જનરેશન બહુ સ્માર્ટ છે. તેમને કપડાંથી લઈને શૂઝ અને બૅગથી લઈને ઍક્સેસરીઝ એમ બધું જ મૅચિંગ જોઈએ. ચિલ્ડ્રન્સ ડેના આ ખાસ દિવસે આપણે મળીએ આવાં સ્ટાઇલિશ કિડ્સને.

bacha

બર્થ-ડે માટે ખાસ પ્રિન્સેસ જેવો ડ્રેસ બનાવડાવેલો પહલ ગાંધીએ

બોરીવલીમાં રહેતી પાંચ વર્ષની પહલ બહુ નખરાળી છે. તમે તેને જુઓ તો લાગે કે આવડી એવી ઢીંગલીનાં આટલાં બધાં નખરાં. તેની મમ્મી અવનિ ઉમંગ ગાંધી કહે છે, ‘પહલને ડાન્સનો જબરો શોખ. આખો દિવસ ડાન્સ કરે. ડોરેમોન અને પેપા પિગ તેનાં મનગમતાં કાટૂર્ન. અમે કોઈ પણ પ્રોગ્રામ બનાવીએ ત્યારે અમારે તેની ચૉઇસનું બહુ ધ્યાન રાખવું પડે. અમે પહલની બર્થ-ડે પાર્ટી આપવાના હતા ત્યારે તેણે અમને પહેલાં જ કહી દીધું હતું કે મારી બર્થ-ડે પાર્ટીની થીમ પ્રિન્સેસ હોવી જોઈએ. થોડા સમય પહેલાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ફ્રોઝન’ જોઈને તેણે આ થીમ ડિસાઇડ કરી હતી. ઍના અને એલ્સા તેનાં ફેવિરટ. બર્થ-ડે માટે પ્રિન્સેસના ડ્રેસ સાથે મૅચિંગ ઍક્સેસરીઝ પણ તેની પસંદની લેવી પડી હતી. પહલને બહાર જઈએ ત્યારે જ નહીં, ઘરમાં પણ બની-ઠનીને રહેવું ગમે. હેરપિન અને હેરબૅન્ડથી લઈને બધું પર્ફેક્ટ હોવું જોઈએ. ફોટો પડાવવાનો તો તેને ગાંડો શોખ. ફોટો એવા પડાવે જાણે કોઈ મૉડલ હોય. તૈયાર થયા પછી સેલ્ફી તો લેવાનો જ.’

bacha1

આ ભાઈ-બહેનનાં કપડાંમાં કાટૂર્ન-કૅરૅક્ટર્સ હોવાં જ જોઈએ

પાંચ વર્ષની કાવ્યાને મોબાઇલ જોઈએ. મોબાઇલમાં બધી ગેમ તેને ખબર હોય. તેની મમ્મી દક્ષા નીલેશ પટેલ કહે છે, ‘કાવ્યા અને કવિશ મોબાઇલ માટે બહુ લડે. જોકે કાવ્યા વધુ જીદ કરે. કવિશને ક્રિકેટ રમવાનો જબરો શોખ તો કાવ્યાને કાટૂર્ન જોવાની બહુ મજા પડે. કવિશ એટલો બધો ઍક્ટિવ અને ક્રીએટિવ માઇન્ડ ધરાવે છે કે બેબ્લેડ બનાવે. હજી તો બન્ને ખૂબ જ નાનાં છે, પણ અત્યારથી જ તેઓ મને બધું શીખવાડે છે. મોબાઇલમાં મને ન ખબર પડે એવુંબધું તેમને ખબર પડે. બર્થ-ડેમાં શું ગિફ્ટ જોઈએ એ પણ તે લોકો જ નક્કી કરે. આપણી જેમ નહીં કે મમ્મી-પપ્પા જે આપતાં એ લઈ લેતાં. બન્ને છોટા ભીમ અને ડોરેમોનવાળાં રમકડાં અને બીજી ઍક્સેસરીઝ જ લે. ગેમ્સની જેમ જ કપડાંની ચૉઇસમાં પણ તેમની વિશેષ ડિમાન્ડ હોય છે. ટી-શર્ટ કાટૂર્ન-કૅરૅક્ટરની પ્રિન્ટનાં જ હોવાં જોઈએ એવો આગ્રહ તેમણે આજ સુધી અકબંધ રાખ્યો છે.’

bacha2

કયું મૅચિંગ સારું લાગે અને કયું નહીં એ સાત વર્ષનો વિવાન નક્કી કરે

બોરીવલીમાં રહેતો સાત વર્ષનો વિવાન ઇન્ડિપેન્ડન્ટ છે. તે પોતાનો નાસ્તો પણ બનાવી લે અને આઉટિંગનો પ્લાન પણ કરે. તેની મમ્મી ડિમ્પલ મયંક મહેતા કહે છે, ‘વિવાન બહુ જ સ્માર્ટ છે. તેની ચૉઇસ બધા કરતાં અલગ જ હોય. હું ઘરે સૅન્ડવિચ બનાવું તો તે કહે કે આવી સાદી સૅન્ડવિચ નહીં બનાવવાની અને પછી પોતે જ બનાવે. સૅન્ડવિચમાં મેયોનીઝ, ચીઝ, નાચોઝને એવુંબધું ઍડ કરે. તે બહુ ચૂઝી અને પર્ફેક્ટ છે. મને કહે કે બ્લુ શર્ટ સાથે વાઇટ શૂઝ વધારે સારાં લાગે. કયાં કપડાં સાથે કયાં ગૉગલ્સ પહેરવાનાં, કેવાં કપડાં ન પહેરાય એ તમામ બાબતમાં તે અતિશય ચીકણો છે. તેને ગમેએવું ન જ ચાલે. શૉપિંગ કરવા જઈએ ત્યારે જાણે કોઈ મોટી વ્યક્તિ શૉપિંગ માટે નીકળી હોય એવા તેના આગ્રહો હોય છે. વિવાન લેગો ટૉય્ઝ પાછળ પાગલ છે. જોકે હંમેશાં ન લેવાય એટલે અમે તેની સામે કેટલીક શરત મૂકીએ. લેગો ટૉય્ઝ માટે તે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય. હાલમાં તેણે લેગો ટૉય્ઝ મેળવવા ઇન્ટરનૅશનલ ઇંગ્લિશ ઑલિમ્પિયાડ જીતી હતી. સન્ડેનો પ્રોગ્રામ પણ તે જ બનાવે. વરુણ ધવનની મૂવી જોવાનું તેને બહુ ગમે.’

bacha3

બૉલીવુડ-સ્ટાઇલનાં કપડાં હનીનાં ફેવરિટ

વસઈમાં રહેતી ૧૧ વર્ષની હનીને ભણવા કરતાં ડાન્સમાં વધુ રસ છે. તેની મમ્મી સિમી જિજ્ઞેશ રાજા કહે છે, ‘હનીને બૉલીવુડ સ્ટાઇલનાં કપડાં જ ગમે. તે આખો દિવસ મ્યુઝિક વગાડે અને ડાન્સ કરે. કપડાંની સાથે-સાથે તે હેરસ્ટાઇલને લઈને બહુ જ પર્ફેક્ટ. જ્યારે પણ હું તેને વાળ કપાવવા લઈ જાઉં ત્યારે દર વખતે નવી જ સ્ટાઇલની હેરસ્ટાઇલ કરાવે. મને પણ હેરસ્ટાઇલ માટે બહુ વઢે. મને કહે કે મમ્મી હંમેશાં નવી હેરસ્ટાઇલ કરાવવાથી લુક ચેન્જ લાગે. અમે લોકો જ્યારે પણ રેસ્ટોરાંમાં જમવા જઈએ ત્યારે હની પોતાની પસંદનું ફૂડ જ અમને ખવડાવે. જોકે તેની ચૉઇસ અફલાતૂન હોય અને અમને નવા-નવા ટેસ્ટ કરાવે. બર્થ-ડે સેલિબ્રેશનને લઈને તે કોઈ કૉમ્પþોમાઇઝ ન કરે.’

bacha4

મમ્મીએ કેવાં કપડાં પહેરવાં એ છ વર્ષનો કુશ નક્કી કરે

ઘાટકોપરમાં રહેતો છ વર્ષનો ટાબરિયો કુશ તેના ફ્રેન્ડસર્કલમાં બહુ જ પૉપ્યુલર છે. ડાન્સ અને મ્યુઝિક તેની હા÷બી. તેની મમ્મી મીરા કુલદીપ વેદ કહે છે, ‘કુશ ટૉય્ઝ લેવા માટે બહુ જીદ કરે. તેને કાર બહુ ગમે. અમારા ઘરમાં આખો કબાટ ભરીને જાતજાતની કાર છે. હું કે તેના પપ્પા લઈ આપીએ એ કાર ન ચાલે. તે ‘માય ટૉય્ઝ’માંથી જ રમકડાં લે, બીજી કોઈ દુકાનનો દાદરો ચડવા તૈયાર ન થાય. આટલી નાની વયે તેણે નક્કી કરી લીધું છે કે મોટો થઇને બૉક્સર બનીશ. આવતી કાલે આવતા તેના બર્થ-ડે માટે તેણે બે માગણી કરી છે : સ્પાઇડરમૅન જેવો કૉસ્ચ્યુમ અને બૉક્સિંગ કિટ.’

કુશને બધે લીડરશિપ કરવી ગમે. સ્કૂલમાં અને ડાન્સ-ક્લાસમાં મૂકવા-લેવા મમ્મીએ જ આવવાનું અને એ પણ જીન્સ પહેરીને. મીરાબહેન કહે છે, ‘હું કુર્તી પહેરું તો કુશને ન ગમે. તે કહે કે બીજાની મમ્મી જો કેવાં જીન્સ અને ટી-શર્ટ પહેરે છે, તારે પણ જીન્સ જ પહેરવાનાં.’

કુશ મમ્મી પર બહુ દાદાગીરી કરે. તેને મમ્મી વગર ન ચાલે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy