જીવન-વ્યવસ્થાપન માટે સમય-વ્યવસ્થાપન કરો

ખેતર સુકાઈ ગયા પછી વરસાદથી શો ફાયદો? એ જ રીતે સમય ચૂકી ગયા પછી પસ્તાવાથી શો ફાયદો?

watch

રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજ - તુલસીદાસ

કહેવાય છે કે લોકો આવે છે અને લોકો જાય છે, પણ સમય કોઈનાય માટે રોકાયા વિના સતત ચાલતો જ રહે છે. ત્યારે જ તો સમયને આપણે ક્યારેય પકડી નથી શકતા. જેટલા પાછળ પડીએ છીએ એટલો જ એ આગળ નીકળતો જાય છે. મનુષ્યજીવનની આ તે કેવી વિચિત્રતા કે આખું જીવન સમય બરબાદ કર્યા બાદ માણસ જ્યારે મરણપથારી પર સૂતો પડ્યો હોય છે ત્યારે તેને સમયની વાસ્તવિક કિંમત સમજાય છે અને તે ભિખારી બનીને થોડાક સમયની ભીખ પ્રભુ-પરમાત્મા પાસે માગે છે કે મને થોડો સમય હજી જીવવા માટે આપો. આવું શા માટે થાય છે? કે આપણે સમયનું મૂલ્ય જાણ્યા છતાંય એને વેડફતા રહીએ છીએ? આનું મૂળ કારણ છે સમય-વ્યવસ્થાપન કરી ન શકવાની આપણી અસમર્થતા. જી હા! સમય વેડફવાની આપણી આદતને કારણે આપણે એ ભૂલી જતા હોઈએ છીએ કે જીવન-વ્યવસ્થાપન માટે સમયનું વ્યવસ્થાપન કરવું અતિ આવશ્યક છે. અન્યથા આપણું જીવન અનિયમિતતાથી ભરપૂર થઈ જાય છે. યાદ રાખો! પ્રભાવી સમય-વ્યવસ્થાપનનો આધાર સમયના મહત્વ વિશેની યોગ્ય સમજ પર આધારિત છે એટલે જ્યાં સુધી આપણે એ નહીં સમજીએ કે સમય એક એવું અજોડ સંસાધન છે જેની અનોખી વિશેષતાઓ છે ત્યાં સુધી આપણે ન એની બચત કરી શકીશું અને ન એનો સંગ્રહ કરી શકીશું. જરાક વિચારો. મનુષ્યોની બાલિશતા અને અવિવેકને કારણે વિશ્વભરમાં આજે સમયનો કેટલો બગાડ થઈ રહ્યો છે. મજાની વાત એ છે કે સમય એક એવી વસ્તુ છે જે આપણા સૌની પાસે સમાન માત્રામાં છે, પરંતુ આ પ્રાપ્ત સમયનો કોણ કઈ રીતે અને કેવો સદુપયોગ કરે છે એનો આધાર દરેક વ્યક્તિની પોતાની સૂઝબૂઝ અને સમજ પર છે. દાખલા તરીકે એક જ ક્લાસમાં એક જ શિક્ષક દ્વારા ભણાવવામાં આવેલા ૪૦ વિદ્યાર્થીઓમાંથી દિવસમાં આઠ કલાક અભ્યાસ કરીને એક વિદ્યાર્થી પ્રથમ ક્રમ સાથે પાસ થાય છે અને તેની બાજુમાં બેસનારો તેનો ભાઈબંધ આખો દિવસ બહાર રમીને અને ટીવી જોવામાં પોતાનો સમય વેડફીને નાપાસ થઈ જાય છે. કહેવાનો ભાવ એ છે કે સમયનો ઉપયોગ જે વ્યક્તિ જેવો કરશે એવું પરિણામ પામશે. અનુભવીઓના મત પ્રમાણે યોગ્ય સમય-વ્યવસ્થાપન દ્વારા આપણે ત્રણ સામાન્ય માણસ જેટલું હાંસલ કરી શકે છે એનાથી ઘણું વધુ હાંસલ કરી શકીએ છીએ.

મોટા ભાગના લોકોની આ સામાન્ય મૂંઝવણ હોય છે કે સમય-વ્યવસ્થાપનનું મહત્વ જાણવા છતાંય એને કરાય કઈ રીતે એની જાણકારીના અભાવમાં તેઓ સમય વેડફવાના એ જ ચક્રવ્યૂહમાં ફસાતા રહે છે. એટલા માટે સૌપ્રથમ આપણે એ શોધવું જોઈએ કે આપણો સમય વેડફનારાં મુખ્ય પરિબળો કયાં-કયાં છે? દાખલા તરીકે યોગ્ય નિયોજન કરવાનો અભાવ; કોઈ બીજાને કાર્ય ન સોંપી શકવાની કમી; વિવિધ પ્રકારના અંતરાય; ખોટાં મૂલ્યોની ધારણાને કારણે ઈર્ષા, દ્વેષ, ક્રોધ અને અહંકાર જેવી વિકૃતિઓનું નિર્માણ જેવાં અનેક પરિબળોને કારણે આપણો સમય વેડફાય છે.

આપણામાંથી મોટા ભાગના લોકોને એ ખબર જ નથી પડતી કે મિત્ર-સંબંધીઓની પાછળ આપણો સૌથી વધારે સમય વેડફાય છે. આ ઉપરાંત પૂવર્ગ્રિહો, આધારભૂતપણાઓ, લગાવ-ઝુકાવ, અતિ મોહ, તન અને મનને બીમાર કરી નાખનારી ચિંતા અને તાણ આ બધાને કારણે પણ આપણો ઘણોખરો સમય બગડ્યા કરે છે. તેથી જો આપણે ગંભીરતાથી પોતાના સમયનો સદુપયોગ કરવા માગીએ છીએ તો એના માટે આપણે સંત કબીરના દોહાનું અનુસરણ કરવું જોઈએ જે એમ કહે છે કે ‘કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ; પલ મેં પ્રલય હોએગી, બહુરિ કરેગા કબ.’

આની સાથે-સાથે આપણે એ પણ તપાસ કરવી જોઈએ કે આખા દિવસમાં આપણો સમય ક્યાં અને કઈ રીતે વપરાઈ રહ્યો છે. આનું સૌથી સરળ પણ મહત્વપૂર્ણ સાધન છે સમયનો એક ચાર્ટ રાખવો, જેથી આપણને વાસ્તવિક રીતે એ ખબર પડે કે ક્યાં અને કઈ રીતે આપણો સમય વેડફાઈ રહ્યો છે. તો ચાલો, આજથી દર રોજ રાત્રે સૂતા પહેલાં પોતાના આખા દિવસનો સમય ચાર્ટ લખીએ અને સમયની મહત્તમ બચત કરીને પોતાની આંતરિક શક્તિઓને વધારીને જીવનને સુખમય અને શાંતિમય બનાવીએ.

રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી આંતરરાષ્ટ્રીય વક્તા, આધ્યાત્મિક શિક્ષાવિfલેષક-લેખક અને અનુભવી મેડિટેશન શિક્ષકના રૂપમાં પ્રસિદ્ધ છે

ઈ-મેઇલ : This e-mail address is being protected from spambots. You need JavaScript enabled to view it

વેબસાઇટ : www.brahmakumaris.org

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy