પરિવર્તનના નિષ્ણાતો બને છે એની માત્ર સાક્ષી બનતી વ્યક્તિની ઈર્ષાનું કેન્દ્ર - ૨

બ્લુ ઓશનની વિભાવના ભલે નવી હોય, પણ એનું વર્તમાનમાં કોઈ અસ્તિત્વ નથી હોતું.  દરેક વ્યવસાયનો ભૂતકાળ અને ભવિષ્ય બન્ને હોય છે. તમે સદીઓ પહેલાંનો ઇતિહાસ તપાસશો તો ખ્યાલ આવશે કે અત્યારે જે ઇન્ડસ્ટ્રી અસ્તિત્વમાં છે એમાંથી જ ભાગ્યે જ કોઈનું ત્યારે અસ્તિત્વ હતું.

 

મની પ્લાન્ટ - મુકેશ દેઢિયા


બ્લુ ઓશન સ્ટ્રૅટેજીનું અસ્તિત્વ


બ્લુ ઓશનની વિભાવના ભલે નવી હોય, પણ એનું વર્તમાનમાં કોઈ અસ્તિત્વ નથી હોતું.  દરેક વ્યવસાયનો ભૂતકાળ અને ભવિષ્ય બન્ને હોય છે. તમે સદીઓ પહેલાંનો ઇતિહાસ તપાસશો તો ખ્યાલ આવશે કે અત્યારે જે ઇન્ડસ્ટ્રી અસ્તિત્વમાં છે એમાંથી જ ભાગ્યે જ કોઈનું ત્યારે અસ્તિત્વ હતું. હાલમાં ઑટોમોબાઇલ, મ્યુઝિક રેકૉર્ડિંગ, એવિયેશન, પેટ્રોકેમિકલ્સ, હેલ્થકૅર અને મૅનેજમેન્ટ કન્સલ્ટન્ટ જેવી ઇન્ડસ્ટ્રીની ગણતરી પાયાની ઇન્ડસ્ટ્રી તરીકે થાય છે, પણ એકાદ સદી પહેલાં એનું બિલકુલ અસ્તિત્વ નહોતું અને જો કદાચ હતું તો અત્યંત પ્રારંભિક કક્ષાનું હતું. હજી ત્રણ દાયકા પહેલાંની જ વાત કરીએ તો ત્યારે અત્યારે હૉટ ગણાતી મ્યુચ્યુઅલ ફન્ડ્સ, સેલફોન, ગૅસ-ફાયર્ડ ઇલેક્ટિÿક પ્લાન્ટ, બાયોટેક્નૉલૉજી, ડિસ્કાઉન્ટ રીટેલ, એક્સપ્રેસ ડિલિવરી અને કૉફી-બાર જેવી ઇન્ડસ્ટ્રીનું નામ પણ કોઈએ નહોતું સાંભળ્યું.

 

તાતા નૅનોનું જ ઉદાહરણ લઈએ તો આ કાર બજારમાં આવી એના ત્રણ વર્ષ પહેલાં જ કોઈએ મધ્યમ વર્ગ માટે ટૂ વ્હીલરના બજેટમાં કાર તૈયાર કરવાના કૉન્સેપ્ટ પર વિચાર કરવાનું શરૂ કરી દીધું હશે. પોતાની માલિકીની કાર હોવી દરેક વ્યક્તિનું સપનું હોય છે અને દરેક વ્યક્તિ બાળપણથી પોતાની કાર ડ્રાઇવ કરવા માગતી હોય છે. જોકે એ વાત અલગ છે કે મોટા ભાગની વ્યક્તિઓ પોતાના આ સપનાને પૂરું નથી કરી શકતી અને તેણે ટૂ વ્હીલરથી જ સંતોષ માની લેવો પડે છે. એક સમય એવો હતો કે પોતાની માલિકીની કાર હોવી એ એક સ્ટેટસ સિમ્બોલ ગણાતું હતું, પણ હવે આ પરિસ્થિતિમાં એકદમ પરિવર્તન આવી ગયું છે. હવે આપણે જોઈએ છીએ કે અનેક ઑટોમોબાઇલ કંપનીઓ પરવડી શકે એવી કિંમતમાં મળતાં મૉડલ્સ લૉન્ચ કરી રહી છે અને લક્ઝરી કારની સાથે-સાથે ઇકૉનૉમી કારમાં પણ અનેક વિકલ્પો ઉપલબ્ધ છે અને હવે તો કૉમ્પેક્ટ કાર પણ લોકપ્રિય બની રહી છે.


હવે આગળનાં વીસ કે પછી પચાસ વર્ષ પછીના સમયગાળાની કલ્પના કરીને તમારી જાતને સવાલ કરો કે ત્યારે અત્યારે અજાણી હોય એવી કેટલી ઇન્ડસ્ટ્રી અસ્તિત્વમાં હોવી જોઈએ. જો ઇતિહાસ પરથી ભવિષ્યની આગાહી કરી શકાતી હોય તો આ સવાલનો કદાચ જવાબ મળી શકશે.


અત્યારના વેપારી જગતમાં બ્લુ ઓશન સ્ટ્રૅટેજીનું મહત્ત્વ


બ્લુ ઓશન સ્ટ્રૅટેજી સમજવામાં અને અમલમાં મૂકવામાં સરળ છે. રેડ ઓશનમાં એક કંપનીનો ફાયદો બીજી કંપનીનું નુકસાન સાબિત થાય છે. રેડ ઓશનમાં વિકાસની તક અત્યંત મર્યાદિત હોવાને કારણે િïવભાજનનું પરિબળ મુખ્ય કેન્દ્ર સાબિત થાય છે. આ પ્રકારની વિભાવનાને ધ્યાનમાં રાખીને બિઝનેસ કરતી કંપની ઇન્ડસ્ટ્રીને આકર્ષક અને અનાકર્ષક એમ બે વિભાગમાં વહેંચીને પછી એમાં પ્રવેશ કરવો છે કે નહીં એ વાતનો નર્ણિય લે છે. બ્લુ ઓશન વિભાવના પ્રમાણે કામ કરતી કંપની સમજે છે કે માર્કેટની મર્યાદાની સીમા માત્ર તેના મૅનેજરના મગજની નીપજ છે અને એ પ્રવર્તમાન માર્કેટની સીમાને વિકાસમાં બાધારૂપ નથી થવા દેતું. આ કંપનીને સ્પષ્ટ રીતે ખ્યાલ હોય છે કે આ સીમાની બહાર પણ વધારાની ડિમાન્ડ રહેલી છે જેનો કોઈને અંદાજ નથી. જોકે મુખ્ય સમસ્યા આ વધારાની ડિમાન્ડનો અંદાજ મેળવવાનો છે જેના માટે સપ્લાયથી ડિમાન્ડ સુધીનાં પરિબળો પર પૂરતું ધ્યાન આપવું બહુ જરૂરી બની જાય છે. આ વધારાની ડિમાન્ડનો અંદાજ મેળવવા માટે નવા સર્જનાત્મક વિચારોને અમલમાં મૂકવા પડે છે. અલગ-અલગ ઉત્પાદનો તેમ જ કિંમતનો શક્ય ઓછી કરવાના પ્રયાસોની સંયુક્ત મદદથી આ અંદાજ મેળવવામાં સફળતા મળી શકે છે.

 

હું જ્યારે અલગ-અલગ ઉત્પાદનો તેમ જ કિંમતનો શક્ય ઓછી કરીને પૈસાનું મહત્તમ વળતર આપવાના કંપનીઓના પ્રયાસ વિશે વિચારું છું તો મારા મગજમાં સૌથી પહેલાં નવનીત પબ્લિકેશનનું નામ આવે છે. આ કંપનીએ પોતાના ગ્રાહક તરીકે વિદ્યાર્થીઓને લક્ષ્ય બનાવ્યા છે. નવનીતની સ્થાપના ૧૯૫૯માં થઈ હતી અને આજે પ્રકાશનના ક્ષેત્રમાં એનું નામ ટોચ પર છે. આજે કંપની હિન્દી, અંગ્રેજી, મરાઠી, ગુજરાતી અને વિદેશી ભાષામાં ૫૦૦૦ કરતાં વધારે ટાઇટલ્સ પ્રકાશિત કરે છે. એનાં પ્રકાશનોની કિંમત એટલી વાજબી છે કે લોકો એની ફïોટોકૉપી કરાવવાને બદલે ઓરિજિનલ કૉપી જ ખરીદવાનું પસંદ કરે છે. આ સંજોગોમાં કંપની ભારત, મિડલ ઈસ્ટ, આફ્રિકાના કેટલાક હિસ્સાઓમાં, અમેરિકા તથા યુરોપમ્ાાં સ્ટેશનરી માર્કેટમાં દબદબાભર્યું સ્થાન ધરાવે છે. ભારતમાં નવનીતની ગણતરી સૌથી વિશાળ પેપર-ઇન્ડસ્ટ્રીની બ્રૅન્ડ તરીકે થાય છે.


બ્લુ ઓશન સ્ટ્રૅટેજીમાં કોઈ પણ ઇન્ડસ્ટ્રીનું આકર્ષક કે પછી અનાકર્ષક એમ સ્પષ્ટ વર્ગીકરણ ભાગ્યે જ કરી શકાય છે, કારણ કે ઇન્ડસ્ટ્રીના આકર્ષણનો મોટો આધાર કંપનીના પ્રયાસોની દાનત પર રહેલો છે. એમાં વેપારની કિંમતમાં વધારો કે ઘટાડો કરીને પછી વેપારના નિયમોમાં ફેરફાર કરીને માર્કેટના સ્વરૂપમાં ફેરફાર કરવાનું શક્ય છે. આ કારણે બ્લુ ઓશન સ્ટ્રૅટેજીમાં જૂના બજાર જેવી સ્પર્ધાનું કોઈ જ મહત્ત્વ રહેતું નથી અને આર્થિક વ્યવસ્થામાં ડિમાન્ડનું પ્રમાણ વધારીને નવી સંપત્તિનું સર્જન શક્ય બનાવાય છે. આ પ્રકારની સ્ટ્રૅટેજીની મદદથી કંપનીઓને વધારે ફાયદો થવાની શક્યતા વધી જાય છે.


આજે કોઈ પણ કંપની માટે રેડ ઓશનના અવરોધને દૂર કરીને માત્ર બજારમાં ટકી રહેવા માટે જ નહીં, પણ આંતરિક વિકાસ સાધવા માટે પણ પોતાને બહેતર બનાવવાનું જરૂરી બની ગયું છે. હવે ટેક્નૉલૉજીની ગુણવત્તા દિવસે ને દિવસે વધી રહી છે જેને પરિણામે ઉત્પાદનની ગુણવત્તા પણ સુધરી છે અને ઉત્પાદક અને વિતરક વસ્તુના વધારે વિકલ્પ આપવા માટે સક્ષમ બન્યા છે. આ સિવાય વૈશ્વીકરણને કારણે હવે ઉત્પાદન વિશેની માહિતી અને એની કિંમત ગણતરીની મિનિટોમાં આખી દુનિયા સુધી પહોંચાડી શકાય છે અને દરેક ઉત્પાદન દુનિયાના કોઈ પણ ખૂણે મેળવવાનું શક્ય બન્યું છે. આ સંજોગોમાં વિશેષ બજારો તથા બજારમાં કોઈ એક કંપનીનું આધિપત્ય જોવા જ નથી મળતું. જોકે ડિમાન્ડમાં વધારો થયો હોય એવું ખાસ જોવા નથી મળતું.

 

આના કારણે મોટા ભાગની ઇન્ડસ્ટ્રીમાં ડિમાન્ડ કરતાં સપ્લાયનું પ્રમાણ વધી જાય છે. પ્રોડક્ટ અને સર્વિસ ક્ષેત્રમાં ઊભી થયેલી આ પરિસ્થિતિને કારણે પ્રાઇઝવૉર જેવી સ્થિતિ ઊભી થઈ જાય છે અને પરિણામે નફાનું પ્રમાણ ઘટી જાય છે. વળી અત્યારે એક જ ઉત્પાદન અલગ-અલગ બ્રૅન્ડની કંપનીમાં મળતું હોય છે. આને કારણે હવે મોટા ભાગના લોકોએ બ્રૅન્ડને બદલે ઉત્પાદનની કિંમત પર ધ્યાન કેãન્દ્રત કર્યું છે. જો કોઈ ગૃહિણીને ટાઇડ વૉશિંગ પાઉડર પર ડિસ્કાઉન્ટ મળતું હશે તો તે કદાચ રિન સુપ્રીમને બદલે ટાઇડ ખરીદવાનું જ પસંદ કરશે. એ જ રીતે જો તેને નીમ સાબુ ડિસ્કાઉન્ટમાં મળતો હશે તો તે માર્ગો સોપને વળગેલી નહીં રહે. આજે ઉત્પાદનોથી ઊભરાતા બજારમાં એક બ્રૅન્ડને બીજી બ્રૅન્ડથી અલગ કરવાનું વધારે ને વધારે મુશ્કેલ બની રહ્યું છે.


(વધુ આવતા શનિવારે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK