જેનું સર્જન તેનું વિસર્જન નક્કી - સો સિમ્પલ

 

‘હે ગણેશ.’ મહાવીર બોલ્યા, ‘ભારતના ગરીબ મનમોહને પાંચ કરોડની જ સંપત્તિ જાહેર કરી તે ‘કૌન બનેગા કરોડપતિ’માં જીતી ગયા કે શું?’

 

મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર


‘કેવી વાત કરો છો પ્રભુ, એમાં તો મગજ કસવું પડે. તેર સવાલના જવાબ સુધી પહોંચવું પડે. મહેનત છે બૉસ, બુદ્ધિશાળી માણસનું કામ છે. અને તે માણસ ક્યાં છે? દેશના વડા પ્રધાન છે. અરે, આ પાંચ કરોડની રકમ તો તેમણે ‘લૂટ લો ઇન્ડિયા લૂટ લો’ ફિલ્મમાં અભિનય કરીને મેળવી છે. દુ:ખ તો એ છે કે સાથીકલાકાર શરદને અને ચિદમ્બરમને બાર કરોડ અને તેમને માત્ર પાંચ. પણ પ્રભુ, દેશના સર્વેસર્વા જો આટલા ગરીબ હોય તો પ્રજા તો રહેવાની જ.’


‘છતાં...’ પ્રભુ મહાવીર બોલ્યા, ‘તમે કેબીસી વગર જ કરોડપતિ બની ગયા. લાલબાગમાં તો તડાકો પડ્યો. સોનાની પાટો, દાગીના, હીરાના હાર, કેટલી બધી કૅશ. તમે તો જાણે સત્ય સાંઈબાબા ને પદ્ïમનાભસ્વામીની મિલકતની હરીફાઈમાં નીકYયા. ગણેશ, શું કરશો આટલી સંપત્તિનું?’


‘પ્રભુ, હું પોતે જ મૂંઝાઈ ગયો છું. રૂપિયા રોકડા ગણવા બેસું તો જિંદગી પૂરી થઈ જાય, પણ તમે પૂછ્યું તો કહી દઉં. મારા બાપુજી શંકર ફક્કડ ગિરધારી. સાવ કડકા, ફૂટી કોડી પણ વારસામાં મળે એમ નહોતી એટલે ભક્તો સમજી ગયા કે શું, પણ વરસાદની જેમ વરસી પડ્યા. હવે હું હિમાલય પર બંગલો બંધાવીશ. શંકરબાપુજી આખી જિંદગી વાઘચર્મ પહેરીને ફર્યા તો બે-પાંચ જોડી કપડાં સીવડાવી આપીશ. વાળ (જટા) વધી છે એ કપાવવી પડશે. જિંદગીભર ભભૂતી લગાડી છે તો હવે ટૅલ્કમ પાઉડર ને બૉડી-સ્પþે અપાવીશ અને મારું એક સ્વપ્ન હતું કે બાપુજીને ડમરુ વગાડવામાંથી મુક્તિ અપાવી એક સારી જોડ તબલાંની કે ઢોલકની અપાવવી એ પૂરું કરીશ. અને...’


‘અરે!’ અલ્લાહે મૌન તોડ્યું, ‘સારા ખર્ચ બાપુજી કે લિએ કરોગે તો તુમ્હારે લિએ ક્યા બચેગા, તુમ ભી ચેહરે કી પ્લાસ્ટિક સર્જરી...’


‘અરે અલ્લાહ! મેરા તુમ્હારી બકરી ઈદ જૈસા હૈ. પહલે બકરી કો અચ્છી તરહ શણગારતે હો, અચ્છા ખાના ખિલાતે હો, તાકિ મટન અચ્છા મિલે. ઐસે મુઝે શણગારતે હૈં, રંગરોગાન કરતે હૈં ઔર જિતના દેતે ઉસસે જ્યાદા તો માંગતે હૈં.’


‘કેવી રીતે?’ મહાવીરે પૂછ્યું, ‘અરે પ્રભુ, આપણે પણ રિટર્ન ગિફ્ટ આપવી તો પડે. આમ તો આયુષ્યમાન ભવ કહું, પણ મારું જ આયુષ્ય બહુ-બહુ તો ચતુર્થીથી ચૌદશ સુધી. આટલા ટૂંકા ગાળામાં હું શું આપું?’
‘અરે આપ તો વિઘ્નહર્તા હૈં, તુમ્હારે મેં વિશ્વાસ હૈ.’


‘અરે અલ્લાહ, પહેલાં તે બાપુજી પાસે ગાશે, ‘શંભુ શરણે પડી, માગું ઘડી રે ઘડી, દુ:ખ કાપો, દયા કરી દર્શન શિવ આપો’, પણ તેને ખબર નથી બાપુજી ભોળાનાથ છે, ખુદ આપી-આપીને ભિખારી બની ગયેલા ભગવાન છે. એટલે તો બાપુજી ભગતના ઘરે જઈને ગાય છે, ‘તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે રે ઝોલી.’


‘અરે ભૈ અલ્લાહ! તેનું પોતાનું તો કોઈ દુ:ખ છે જ નહીં. બીજાનું સુખ એ જ તેનું દુ:ખ બની જતું હોય છે. પોતાના દુ:ખથી દુ:ખી નથી એટલો બીજાનાં સુખથી દુ:ખી થાય છે.’
‘પ્રભુ!’ ધીરે-ધીરે ગણેશની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.


‘શું થયું? ક્યા હુઆ?’


‘આ બનાવટી ભગત ચોથને દિવસે મારું સર્જન કરી, મને શણગારી પગે તો લાગે છે, પણ વિસર્જન પછી તેના જ પગમાં માટીરૂપે હું પડ્યો હોઉં છું. જે મારા પગમાં પડતા તેના જ પગમાં હું? અરે! એક દિવસ તો વધુ રાખી શકતો નથી અને વિસર્જનને દિવસે ‘પુઢચ્યા વર્ષી લવકર યા’ની બૂમાબૂમ કરી મૂકે છે. મને તો મારી જ હાલત પર દયા આવે છે. વિસર્જન વખતે અંતમાં હું એટલું જ કહીશ કે હે ભક્ત, જેમ મારું સર્જન-વિસર્જન નક્કી છે, એમ તારું પણ સર્જન-વિસર્જન નક્કી છે. થોડા વખતનો આ પૃથ્વી પરનો તારો મુકામ છે. તો ડિયર, નાનકડી જિંદગીમાં પણ સડી જાય એટલાં કેળાં-સફરજન મારી આગળ ધરે છે, પણ તમારા પાડોશમાં રહેતા વૃદ્ધ-વડીલનું કૅલ્શિયમ ઓછું છે ત્યાં જઈને આ ફળ આપી આવ તો અમે તને તારા કર્મનાં સારાં ફળ આપીશું અને મારી પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનો ધુમાડો કરો છો, પણ તમારી બાજુમાં ‘ગણેશ’ નામનો માણસ જ ગરીબાઈમાં ટળવળી રહ્યો છે તેનું શું? બસ, આટલું કરશો તો મને પગે લાગવાની જરૂર જ નથી. શું કહો છો બન્ને?’
અને મિત્રો, તમે શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK