પોલીસ એન્કાઉન્ટર ન કરે તો શું કરે?

 

હિંસાની ફેવર કરનારો વિચાર જલદી સ્વીકૃત બનતો નથી. આપણે સૌ અહિંસાનો ઓવરડોઝ પી-પીને ઘડાયેલી પ્રજા છીએ. દુશ્મનને પણ ક્ષમા કરો તો તમે મહાન ગણાવ. જે જેવું કરશે તેવું ભરશે, ઈfવરને ત્યાં ઇન્સાફ થશે જ, એવી ગળચટ્ટી ભ્રાંતિઓનું રટણ કર્યા કરો અને તમે માર ખાતા રહો તો તમે મહાન ગણાવ.

 

 

નો પ્રૉબ્લેમ - રોહિત શાહ

 


ધર્મની વાત હોય કે સમાજજીવનની વાત હોય, ત્યાં અહિંસાની વાત સાચી લાગે અને શોભેય ખરી, પરંતુ પ્રશાસન અને અનુશાસનની વાત હોય ત્યાં ક્યારેક હિંસાની અનિવાર્યતા પણ સ્વીકારવી પડે. રાજા ભલે અંગત જીવનમાં અહિંસક હોય, પરંતુ વહીવટ કરતી વખતે ગુનેગારને મૃત્યુદંડ આપવાનો હોય તો એ આપવા તેણે સજ્જ રહેવું જ પડે. જેણે કાયદાનું પાલન કરાવવાનું છે, જેણે વ્યાપક પ્રજાહિતનું રક્ષણ કરવાનું છે તેને દરેક વખતે અહિંસાના ગરબા ગાવાનું ન પરવડે.


જો લશ્કર અને પોલીસને અહિંસાનાં ગાણા સંભળાવ્યા કરીએ તો રાષ્ટ્ર ખતરામાં આવી જાય. ઓછી તાકાતવાળા નફ્ફટ શત્રુઓનું જોર વધી પડે. આપણે કરુણાની આરતી ઉતાર્યા કરતા રહીએ અને નાપાક (પાકિસ્તાનને ‘પાક’ કહેવાય ખરું?) શત્રુઓ આપણા પર ક્રૂરતાનો કોરડો ચલાવ્યા કરે, આપણા જ ઘરમાં ઘૂસી જઈને તબાહી મચાવી મૂકે.


મારે મન તો અહિંસા જેટલી પવિત્ર છે એટલી જ ‘આવશ્યક હિંસા’ પણ પવિત્ર છે. આવશ્યક હિંસાથી પણ દૂર ભાગનારા લોકો કાયર હોય છે. અહિંસાની વાત એક વખત કરીએ, બે વખત કરીએ, બહુ-બહુ તો ત્રણ વખત કરીએ. છતાં શત્રુની બદમાસી વધતી જાય અને આપણું જીવતર બગાડી નાખે એવી હરકતો એ બંધ ન કરે તો તેના દાંત તોડી નાખવા જોઈએ. જે લોકો આ વિચાર સાથે સંમત ન હોય એ લોકો હાથમાં માળા લઈને ભલે એક ખૂણામાં બળાપો કાઢતા રહે એની ચિંતા કરવાની જરૂર નથી.


પોલીસ દ્વારા એન્કાઉન્ટર થયાની ઘટના સાંભળીને મને કદીય અરેરાટી કે અજંપો નથી થયો. એન્કાઉન્ટરની વળી ઇન્ક્વાયરી શાની? પોલીસ જ્યારે કોઈ ગુનેગારને કે આતંકવાદીને પકડવા જાય ત્યારે પણ શું એ અહિંસા-અહિંસાનો મંત્રજાપ કર્યા કરે? શક્ય હોય ત્યાં સુધી તેને જીવતો પકડીને અદાલતી કાર્યવાહી કરવી જોઈએ, પણ ગુનેગાર છટકવા માટે ખુદ પોલીસ પર જ હુમલો કરે ત્યારે પોલીસ એન્કાઉન્ટર ન કરે તો શું કરે?


જે વ્યક્તિને પોલીસમાં ભરતી કરવામાં આવે તે વ્યક્તિ પ્રામાણિક અને રાષ્ટ્રભક્ત હોય એની પૂરી ખાતરી કરવી. અંગત રાગદ્વેષ કે અંગત વેરભાવ વચ્ચે લાવ્યા વગર તટસ્થ રીતે ડ્યુટી કરવાની ક્ષમતા ધરાવતી વ્યક્તિની જ પોલીસમાં ભરતી કરવી. એક વખત ભરતી કર્યા પછી તેને યોગ્ય પગલાં લેવાની ફ્રીડમ આપવી જ પડે.


ક્યારેક મૂઠભેડ વખતે ગુંડાઓના હાથે પોલીસો-જવાનો શહીદ થાય છે ત્યારે આપણને જરૂર અરેરાટી અને અજંપો થાય છે. ગુંડાઓને ગોળીઓના હિસાબ આપવાના નથી હોતા, પોલીસે આપવા પડે છે. અલબત્ત, એક હદ સુધી નિયમન અને નિયંત્રણ પણ અનિવાર્ય છે. નહીંતર પોલીસ આપખુદ બને, પોલીસ સ્વયં અરાજકતા ફેલાવે એ પણ શક્ય છે. નર્મર્યિાદ સત્તા માણસને બહેકાવે.  ભાવ ભુલાવે એ પણ ભૂલવા જેવી વાત નથી.


છતાં કાયદાના રક્ષણ માટે અને રાષ્ટ્રહિત-પ્રજાહિત માટે પોલીસને કોઈ  જલદ ઠોસ કદમ ઉઠાવવાનું અનિવાર્ય હોય તો એ માટે એને પૂર્ણ છૂટ હોવી જ જોઈએ. જાનની બાજી લગાવીને ભયંકર આતંકવાદીને પોલીસ પકડે અને અદાલત સમક્ષ રજૂ કરે પછી એક જ અઠવાડિયામાં એનો ન્યાય થઈ જવો જોઈએ, પણ એમ થતું નથી. એમ કરવાની સરકારની દાનત નથી. એવા સંજોગોમાં પોલીસને એમ વિચાર આવે કે, આ હરામખોરને પકડીને જો હું સરકારને આપીશ તો તે વષોર્ સુધી સરકારનો જમાઈ બનીને મોજ કરશે. તેના રક્ષણ પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચશે. તેને છોડાવવા માટ તેના સાગરીતો કદાચ આપણું પ્લેન હાઈજૅક કરશે કે પછીથી અટૅક કરતા રહેશે. એના કરતાં તેને ઢાળી દઈશું તો પોલીસની ધાક બેસશે. દુષ્ટ તkવો ફરીથી આ તરફ નજર કરતાંય ડરશે. આવા સંજોગોમાં પોલીસ એન્કાઉન્ટર ન કરે તો શું કરે?


પોલીસે જે વ્યક્તિનું એન્કાઉન્ટર કર્યું હોય તે વ્યક્તિનું નામ ગુનાહિત પ્રવૃત્તિઓમાં ખરડાયેલું હોય તો પોલીસ સામે કશી જ ઇન્ક્વાયરી કરવાની જરૂર ન ગણાય. પોલીસે જેનું એન્કાઉન્ટર કર્યું છે તે કંઈ મહાત્મા કે સજ્જન તો નથીને! ગુનેગારના હાથે કાયદો મૃત્યુ પામે એના કરતાં કાયદાના હાથે ગુનેગાર મૃત્યુ પામે તો નો-પ્રૉબ્લેમ!

This e-mail address is being protected from spambots. You need JavaScript enabled to view it

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK