ન્યાયની પ્રક્રિયામાં વિક્ષેપ પાડવા કારણ વગર અપીલ કરવાનો ગુનો દંડને પાત્ર

ઍટલાન્ટા આર્કેડ પ્રિમાઇસિસ કો-ઑપરેટિવ સોસાયટી એ મુદ્દે નારાજ છે કે બિલ્ડરે સોસાયટીને જમીનના દસ્તાવેજનો કબજો નથી આપ્યો. બીજી ફરિયાદ એ હતી કે બિલ્ડરે પ્રૉપર્ટી ટૅક્સ ઉઘરાવ્યો તો હતો, પણ એને મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં જમા નહોતો કરાવ્યો

ગ્રાહક હેલ્પલાઇન - જહાંગીર ગાય


વિષય

કારણ વગર અપીલો કરવા બદલ શિક્ષાત્મક દંડ.


બૅકડ્રૉપ

કેટલાક અપીલકર્તાઓ સામેના પક્ષને હેરાન કરવા માટે કારણ વગર અપીલ પર અપીલ ફાઇલ કરતા રહે છે.

ધ નૅશનલ કમિશને આ પ્રકારના અપીલકર્તાઓને હળવાશથી લીધા વગર શિક્ષાત્મક દંડ આપવાનો અભિગમ અપનાવ્યો છે.


કેસ-સ્ટડી

ઍટલાન્ટા આર્કેડ પ્રિમાઇસિસ કો-ઑપરેટિવ સોસાયટી એ મુદ્દે નારાજ છે કે બિલ્ડરે સોસાયટીને જમીનના દસ્તાવેજનો કબજો નથી આપ્યો. બીજી ફરિયાદ એ હતી કે બિલ્ડરે પ્રૉપર્ટી ટૅક્સ ઉઘરાવ્યો તો હતો, પણ એને મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં જમા નહોતો કરાવ્યો, જેને કારણે મ્યુનિસિપાલિટીએ પાણીનું કનેક્શન કાપી નાખતાં તેમને ફરજિયાતપણે વાપરવા માટે ટૅન્કરનું પાણી અને પીવા માટે સીલબંધ બૉટલ્સ મગાવવાની ફરજ પડી હતી.

 

આ મુદ્દે સોસાયટીએ પ્રૉૅપર્ટીના મૂળ માલિક એïવી ઍટલાન્ટા કન્સ્ટ્રક્શન લિમિટેડને કાયદાકીય નોટિસ ફટકારી હતી. કંપનીએ આ નોટિસનો જવાબ આપતાં જણાવ્યું હતું કે જમીનના દસ્તાવેજનો કબજો આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. જોકે કંપનીએ એ પગલાં લેશે એïવી ખાતરી આપ્યા પછી પણ એ દિશામાં કોઈ નક્કર પગલાં ન ભરતાં સોસાયટીએ મુંબઈ સબર્બન ડિસ્ટિÿક્ટ ફૉરમ ખાતે બિલ્ડર અને તેના પાર્ટનર વિરુદ્ધ કન્ઝયુમર ફરિયાદ ફાઇલ કરી હતી. સોસાયટીએ બિલ્ડર પાસેથી જમીનના કબજાના દસ્તાવેજની સોંપણી કેટલી આગળ વધી છે એïની માહિતી આપવાની સાથે-સાથે વ્યાજની નુકસાની પેટે પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી.


જોકે બિલ્ડર અથવા તો જમીનના માલિક બન્નેમાંથી કોઈએ કન્ઝ્યુમર ફૉરમમાં જવાબ આપવાની કે પછી ત્યાં હાજર થવાની દરકાર નહોતી લીધી. આખરે ૩૧.૦૫.૨૦૦૭ના દિવસે આ ફરિયાદને એક્સ પાર્ટી જાહેર કરીને ફૉરમે બિલ્ડર અને જમીનના માલિક બન્નેને આ સમસ્યા માટે સંયુક્ત રીતે જવાબદાર ગણીને તેમને ત્રણ મહિનામાં જમીનના કબજાના દસ્તાવેજો સોસાયટીને સોંપવાના તથા વળતર પેટે એક લાખ રૂપિયાની અને બીજા ખર્ચ પેટે ૫૦૦૦ રૂપિયાની ચુકવણી કરવાનો ચુકાદો આપ્યો હતો.


આ ચુકાદા પછી બિલ્ડરે અનેક પ્રક્રિયાઓ કરી, જેમાં રિસ્ટોરેશન ઍપ્લિકેશન, સ્ટેટ કમિશનને અપીલ, બૉમ્બે હાઈ ર્કોટમાં રિટ પિટિશન તથા નૅશનલ કમિશનને રિવિઝન પિટિશનનો સમાવેશ થાય છે. બિલ્ડરે આરોપ મૂક્યો છે સોસાયટીએ ઇરાદાપૂર્વક તેમને નોટિસ નથી પહોંચાડી અને આ કારણે તેઓ ડિસ્ટિÿક્ટ ફૉરમ સામે તેમનો જવાબ નથી મૂકી શક્યા. તેમણે એવો આરોપ પણ મૂક્યો હતો કે જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા વગર એક્સ પાર્ટી ઑર્ડર મેળવવામાં આïવ્યો છે. તેમણે એવો દાવો કર્યો હતો કે તેઓ ક્યારેય વેચાણની ડીલ કરવા તૈયાર નહોતા, પણ તેમનો ઇરાદો લીઝ ડીલ કરવાનો હતો. તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર ઑનરશિપ ફ્લૅટ્સ ઍક્ટના પ્રોવિઝન અનુસાર તેમને લીઝ ડીલ કરવામાં વાંધો નહોતો. આ કારણે ફરિયાદનું કોઈ કારણ નથી. વળી, એક પાર્ટનરનું મૃત્યુ ૧૫ દિવસ પહેલાં જ થઈ ગયું હોવાને કારણે તેમને મોકલેલી નોટિસનો તો કોઈ મતલબ જ નથી.


નૅશનલ કમિશનના જસ્ટિસ વી. બી. ગુપ્તા અને શ્રી સુરેશ ચંદ્રાએ નોંધ કરી છે કે બિલ્ડરોની અરજીમ્ાાં એ વાતની સ્પષ્ટતા કરવામાં નથી આવી કે જ્યારે તેમને ઑર્ડર મYયો જ નથી તો પછી તેમને એ વાતની કઈ રીતે ખબર પડી છે કે તેમના વિરુદ્ધ એક્સ પાર્ટી ઑર્ડર પસાર કરવામાં આïવ્યો છે. કમિશને એ વાતનું નિરીક્ષણ પણ કર્યું છે કે બિલ્ડરોની દલીલોમાં પણ વિરોધાભાસ છે. સોસાયટીએ તેમનું ખોટું સરનામું ફૉરમમાં આપ્યું. બિલ્ડરની ફરિયાદ પણ તથ્ય વગરની સાબિત થઈ હતી, કારણ કે બિલ્ડરે પોતાની અપીલમાં એ ઍડ્રેસ જ આપ્યું હતું. એક પાર્ટનરના મૃત્યુના મુદ્દે કમિશને નોંધ કરી છે કે મૃત્યુ પામનાર પાર્ટનરની જગ્યાએ અન્ય પાર્ટનરે કાયદાકીય પ્રતિનિધિ તરીકે સાઇન કરી છે જે ગેરકાનૂની છે. આ રીતે બિલ્ડરોએ તેના પાર્ટનરના મૃત્યુને સોસાયટીથી છુપાવવાનો અને પછી આ વાતનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરવાનો પ્રયાસ કર્યો છે.


પુરાવાઓના આધારે કમિશને જણાવ્યું છે કે એવો કોઈ પુરાવો નથી જેના આધારે કહી શકાય કે ãબલ્ડરનો ઇરાદો જમીના કબજાનો દસ્તાવેજ સોંપવાના બદલે લીઝ ડીલ કરવાનો હતો. આમ, બિલ્ડરની પિટિશનમાં કોઈ યોગ્ય મુદ્દા નથી.


કમિશને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે જે અપીલકર્તાઓ મજબૂત મુદ્દાઓ રજૂ કરવાને બદલે માત્ર પોતાના વાંક પર ઢાંકપિછોડો કરવા માટે અપીલ કરે છે તેમના તરફ નરમ વલણ અપનાવવામાં નહીં આવે. જો અપીલકર્તા હકીકત છુપાવીને કોઈ બદ્ઇરાદાથી કે પછી ફૉરમને ગેરમાર્ગે દોરવા અપીલ કરશે તો તરત જ તેની અપીલને ફગાવી દેવામાં આïવશે. ગ્રાહકોના હક પર કાતર ફïેરવવા માટે જે અપીલકર્તાઓ અપીલ કરે છે તેમને છોડવામાં નહીં આવે અને તેમના કૃત્યનો આકરો દંડ ભોગવવાની તૈયારી રાખવી પડશે. આ પ્રકારની પિટિશન ભવિષ્યમાં કોઈ ફાઇલ ન કરે એટલે સ્પષ્ટ સંદેશ પહોંચાડવો જરૂરી છે. આ કિસ્સામાં કમિશને બિલ્ડરની અરજી નકારતી વખતે દંડપેટે તેમને બે લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો હતો, જેમાંથી એક લાખ રૂપિયા સોસાયટીને અને બાકીના એક લાખ રૂપિયા કન્ઝ્યુમર લીગલ એઇડને આપવાનું જણાવવામાં આવ્યું હતું. આ રકમ એક જ મહિનામાં ભરી દેવાની ચીમકી પણ આપવામાં આવી હતી અને જો એવું ન થાય તો રકમ પર ૯ ટકા જેટલો વાર્ષિક વ્યાજદર લગાવી દેવામાં આવ્યો હતો.


ઇમ્પૅક્ટ


આ લૅન્ડમાર્ક જજમેન્ટને કારણે કાયદાકીય પ્રક્રિયામાં વિક્ષેપ પાડવા અને બીજા પક્ષને હેરાન કરવા માટે કારણ વગર અપીલ ફાઇલ કરતા રહેલા અપીલકર્તાઓને બોધપાઠ મYયો છે.


લેખક કન્ઝ્યુમર ઍક્ટિવિસ્ટ છે અને ભારત સરકાર તરફથી ગ્રાહક-સુરક્ષા માટેના નૅશનલ યુથ અવૉર્ડ વિનર છે.


(કન્ઝ્યુમર કોર્ટની ડિસ્ટિÿક્ટ ફોરમની ઑફિસ પરેલ (ઈસ્ટ), બાંદરા (ઈસ્ટ), થાણે અને નવી મુંબઈમાં; સ્ટેટ કમિશનની ઑફિસ સીએસટી (છત્રપતિ શિવાજી ટર્મિનસ)ની સામે અને નૅશનલ કમિશનની ઑફસ દિલ્હીમાં આવેલી છે. જો તમારે કન્ઝ્યુમર કોર્ટમાં કેસ ફાઇલ કરવો હોય અને એ વિશે માર્ગદર્શન જોઈતું હોય તો જહાંગીર ગાયનો ૨૨૦૮ ૨૧૨૧ અથવા કન્ઝ્યુમર વેલ્ફેર અસોસિએશનના મિસ્ટર મૅસ્કરેન્હૅસનો ૨૪૪૫ ૪૯૩૬ નંબર પર સંપર્ક કરી શકો છો)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK