મનીષ પૉલ ટીવીનો સૌથી વધુ ફી વસૂલ કરતો હોસ્ટ બન્યો?

ઝલક દિખલા જાની આગામી સીઝન માટે તેને અઢી કરોડની ઑફરની ચર્ચા


manish poll




સોનાલી જોશી-પિતળે

ટીવીના ચાહકોને રિયલિટી શો ખૂબ જ પસંદ છે અને આ રિયલિટી શો પાછળ ચૅનલો ઘણા પૈસા પણ ખર્ચતી જોવા મળે છે. હાલમાં એવી વાત ચાલી રહી છે કે ડાન્સ રિયલિટી શો ‘ઝલક દિખલા જા’ની આગામી સીઝનને મનીષ પૉલ હોસ્ટ કરવા જઈ રહ્યો છે અને એ માટે તેને અઢી કરોડ રૂપિયાની ઑફર કરવામાં આવી છે. મનીષ છેલ્લાં ચાર વર્ષથી આ શોને હોસ્ટ કરી રહ્યો છે અને આ શોની પાંચમી વખત તેને જે ઑફર કરવામાં આવી છે એના લીધે તે બૉલીવુડના ઍક્ટર્સને બાદ કરતાં સૌથી વધુ ફી લેતો ઍક્ટર બની ગયો છે. મનીષ છેલ્લાં પાંચ વર્ષથી આ શો સાથે સંકળાયેલો છે અને પ્રોડક્શનની ટીમ પણ તેનાથી ખૂબ જ ખુશ છે. મનીષ શો પર ખૂબ જ સારું કામ કરતો હોવાની સાથે તે પ્રોડક્શનને અનુરૂપ ઍડ્જસ્ટ પણ કરી લે છે. તેથી જ્યારે તેણે અઢી કરોડની ડિમાન્ડ કરી ત્યારે ચૅનલે આ માટે કોઈ વાંધો નહોતો ઉઠાવ્યો.

‘ઝલક દિખલા જા’ના ચાર મહિનાની અંદર લગભગ ૩૫ એપિસોડ રજૂ થશે. તેથી એક એપિસોડના મનીષને અંદાજે સાત લાખ રૂપિયા આપવામાં આવશે. મોટા ભાગે ચાર મહિના માટે ચાલતા શો માટે ટીવી-ઍક્ટર્સને વધુમાં વધુ એકથી દોઢ કરોડ રૂપિયાની ઑફર કરવામાં આવે છે.

ચૅનલના પ્રવક્તાનો સંપર્ક કરતાં તેમણે આ વાતને ફગાવી દીધી હતી, જ્યારે મનીષે આ વિશે કંઈ પણ કમેન્ટ કરવાનું ટાળ્યું હતું. જોકે મનીષની નજીકના એક સૂત્રે આ સમાચારને પુષ્ટિ આપી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK