એક સમયે મને આત્મહત્યાના વિચારો આવેલા : આશા પારેખ

ફિલ્મની સફળતા કે નિષ્ફળતાને કારણે નહીં પણ આશા પારેખ મમ્મી-પપ્પાના મૃત્યુને લીધે ડિપ્રેશનમાં આવી ગયેલાં

આશા પારેખ ૧૯૬૦ના દાયકામાં ટોચનાં અભિનેત્રી હતી અને તેમ છતાં તેઓ ડિપ્રેશનમાં જતાં રહ્યાં હતાં અને તેમના જીવનમાં એવો પણ સમય આવ્યો હતો કે એ સમયે તેમને આત્મહત્યા કરવાના વિચારો આવી રહ્યા હતા. આશા પારેખને હિટ ગર્લ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેમણે ૧૯૫૯થી ૧૯૭૩ દરમ્યાન ઘણી હિટ ફિલ્મો આપી હતી. તેમણે શમ્મી કપૂર, દેવ આનંદ, રાજેન્દ્રકુમાર, રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન જેવા તમામ ટોચના ઍક્ટર્સ સાથે કામ કર્યું હતું.

આશા પારેખ ફિલ્મોના બિઝનેસને કારણે નહીં પણ તેમના પેરન્ટ્સના મૃત્યુને કારણે ડિપ્રેશનમાં જતાં રહ્યાં હતાં. આ વિશે વધુ જણાવતાં આશા પારેખ કહે છે, ‘એ સમય મારા માટે ખૂબ જ મુશ્કેલ હતો. મેં મારા મમ્મી-પપ્પાને ગુમાવ્યાં હતાં. હું એકદમ એકલી પડી ગઈ હતી અને મારે મારું તમામ કામ એકલીએ સંભાળવું પડી રહ્યું હતું. તેથી હું ડિપ્રેશનમાં જતી રહી હતી. મારી સ્થિતિ ખૂબ જ દયનીય થઈ ગઈ હતી અને મને આત્મહત્યા કરવાના પણ વિચારો આવી રહ્યા હતા. ત્યાર બાદ હું એમાંથી બહાર આવી હતી. ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે મારે ડૉક્ટરની મદદ લેવી પડી હતી. ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે મને ખૂબ જ મુશ્કેલી પડી હતી. તમે જ્યારે ટોચ પર હો છો ત્યારે હંમેશાં એકલા પડી જાઓ છો. હું નસીબદાર હતી કે મારી સાથે મારા ખૂબ જ સારા પેરન્ટ્સ હતા. મારી લાઇફ અને મારી કરીઅર માટે મારી મમ્મી જવાબદાર છે. તેના કારણે જ હું ઊંચાઈ પર પહોંચી હતી. તેથી જ્યારે તેનું મૃત્યુ થયું ત્યારે હું ડિપ્રેશનમાં આવી ગઈ હતી. હું જ્યારે આ સમયમાંથી બહાર આવી હતી ત્યારે મને ખૂબ જ માનસિક શાંતિ મળી હતી.’

આશા પારેખે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ૧૯૫૨માં આવેલી ફિલ્મ ‘આસમાન’માં કામ કર્યું હતું. એના બે વર્ષ બાદ તેમણે બિમલ રૉયની ‘બાપ બેટી’માં કામ કર્યું હતું. તેમને શમ્મી કપૂરની ફિલ્મ ‘દિલ દેકે દેખો’માં પસંદ કરવામાં આવ્યાં ત્યાર બાદ તેમની કરીઅરની ગાડી પૂરજોશમાં ચાલી હતી. આ વિશે આશા પારેખ કહે છે, ‘૧૯૬૦નો સમય મારા માટે એટલો મુશ્કેલ ન હતો, કારણ કે મારાં મમ્મી-પપ્પાએ મારું ખૂબ જ ધ્યાન રાખ્યું હતું. મને ખબર સુધ્ધાં નહોતી કે એક પછી એક મારી ઘણી હિટ ફિલ્મો આવી રહી છે. હું ખૂબ જ ખુશ હતી કે મારી ફિલ્મો ખૂબ જ સફળ રહેતી હતી. ઘણી વાર રિજેક્ટ થયા બાદ મારી ફિલ્મ ‘દિલ દેકે દેખો’ પછી મને અહેસાસ થયો હતો કે હું એક સ્ટાર છું. એ મારા માટે ખૂબ જ મોટી વાત હતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK