કામ ન મળે તો પણ તમારે નિરાશ થવાની જરૂર નથી : શાહરૂખ ખાન

પ્રત્યુશાએ કરેલા સુસાઇડને લઈને શાહરુખે યુવાન ઍક્ટરોને કહ્યું...

srk



શાહરુખ ખાન હાલમાં ‘ફૅન’ પ્રમોટ કરી રહ્યો છે અને એ દરમ્યાન તેણે યુવાન ઍક્ટરોને કામ નહીં મળે તો નિરાશ ન થવાનું જણાવ્યું છે. શાહરુખને જ્યારે પ્રત્યુશા બૅનરજીએ કરેલા સુસાઇડ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે ‘જો તમને તમે ધારેલી સફળતા ન મળે તો નિરાશ થવાની જરાય જરૂર નથી. દરેકના સારા અને ખરાબ દિવસો આવે જ છે એથી ખરાબ દિવસો વિશે વિચારવાની જરૂર નથી. જો તમારામાં કામ કરવાની આવડત હશે તો આજે નહીં ને કાલે તમને કામ મળશે જ. જ્યારે તમે તમારી મુસાફરી શરૂ કરો છો ત્યારે કોઈ વ્યક્તિને તમારામાં કંઈક અલગ આવડત છે એ દેખાશે અને એ જ તમને સફળ બનાવશે. જો તમે એક સારા ઍક્ટર છો તો તમને કામ કેમ ન મળે? જો કામ ન મળતું હોય તો તમારે નિરાશ થવાની જરૂર નથી. જો તમે ટૅલન્ટેડ હશો તો તમને કામ મળશે જ અને જો નહીં હો તો તમારે એનો સ્વીકાર કરવો જોઈએ અને તમને જે મળે છે એમાં ખુશ રહેવું જોઈએ.’

શાહરુખને લાગે છે કે તેનું જીવન બાયોપિક બનાવવા જેટલું રસપ્રદ નથી

હાલમાં બૉલીવુડમાં ઘણી બાયોપિક બની રહી છે, પરંતુ શાહરુખ ખાન માને છે કે તેનું જીવન એટલુંબધું રસપ્રદ નથી કે એના પર બાયોપિક બનાવવામાં આવે. શાહરુખ ગઈ કાલે દિલ્હીમાં તેની ‘ફૅન’ને પ્રમોટ કરી રહ્યો હતો ત્યારે તેને પૂછવામાં આવ્યું હતું કે સચિન તેન્ડુલકર અને મહેન્દ્ર સિંહ ધોનીની જેમ શું તને તારી બાયોપિકમાં રસ છે ખરો. એ વિશે તેણે મસ્તીમાં જવાબ આપતાં કહ્યું હતું કે ‘મારું પાત્ર સચિન તેન્ડુલકર ભજવે એ મને ગમશે. મને નથી ખબર. સચિન અને ધોની બન્ને ખૂબ સારા માણસો છે. તેમનું જીવન પણ કલરફુલ છે. મને સાચે જ નથી ખબર કે મારું જીવન બાયોપિક બનાવવા માટે એટલું રસપ્રદ છે કે નહીં. જો તમે મને પૂછશો કે કોણ મારું પાત્ર ભજવશે તો તમારે ડિરેક્ટરો પાસે જઈને પણ પૂછવું પડશે કે કોણ મારી ફિલ્મ બનાવવાની ઇચ્છા રાખે છે. મને નથી ખબર કે મારું પાત્ર કોણ એકદમ પર્ફેક્ટ રીતે ભજવી શકે, પરંતુ મને લાગે છે કે આર્યન અથવા તો અબરામ એ માટે સારી ચૉઇસ છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK