ડિવૉર્સ માટે વિવિયન ડીસેના અને વાહબિઝ દોરાબજીએ કરી અરજી

મ્યુઝિક-ડિરેક્ટર અને સિંગર વિશાલ દાદલાણી, નંદિતા દાસ અને પુલકિત સમ્રાટના છૂટાછેડા બાદ હવે ટીવી-ઍક્ટર વિવિયન ડીસેના અને વાહબિઝ દોરાબજી પણ છૂટાછેડા લઈ રહ્યાં છે.

divorce

શાહીન પરકાર

 ગયા વર્ષે ઑગસ્ટથી તેમના લગ્નજીવનમાં મુશ્કેલીઓ ચાલી રહી છે એવા સમાચાર આવ્યા હતા. તેમણે તેમના લગ્નજીવનને બચાવવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યા હોવા છતાં એને ન બચાવી શકતાં તેમણે આખરે ડિવૉર્સ માટે અરજી કરી છે. ગયા રવિવારે પુણેમાં વાહબિઝના ભાઈના લગ્નમાં વિવિયને હાજરી નહોતી આપી. તેમ જ આજે તેના ભાઈના રિસેપ્શનમાં પણ વિવિયન જોવા નહીં મળે. લગ્નમાં હાજર દરેક વ્યક્તિ વિવિયનની રાહ જોઈ રહી હતી, પરંતુ વાહબિઝના પરિવારે તેને આમંત્રણ જ નહોતું આપ્યું જેથી વિવિયન નહોતો આવ્યો. વિવિયન અને વાહબિઝે ૨૦૧૩માં લગ્ન કર્યા હતાં અને તેઓ છેલ્લા ચાર મહિનાથી અલગ રહેતાં હતાં. ગયા વર્ષે નવેમ્બરમાં વિવિયન તેની પત્ની વાહબિઝની બર્થ-ડે પાર્ટીમાં ન આવતાં તેઓ એકબીજાથી અલગ થઈ રહ્યાં છે એ વાતે વધુ જોર પકડ્યું હતું. વિવિયને તેની પત્નીના શો ‘બહૂ હમારી રજનીકાંત’ના સેટ પર હાજરી આપતાં એવી વાતો ચાલી હતી કે તેઓ ફરી સાથે થઈ ગયાં છે. જોકે આ વિશે વાહબિઝનો ફ્રેન્ડ કહે છે, ‘તેમની રિલેશનશિપનો અંત આવી ગયો છે. તેઓ હવે ફરી સાથે નહીં થાય. તેમની વચ્ચે ચાલી રહેલા પ્રૉબ્લેમને લઈને વાહબિઝ જાહેરમાં ઘણી વાર બોલતી જોવા મળી છે. જોકે વિવિયને આ વિશે ચૂપકી સાધી છે. તેઓ બન્ને ફરી સાથે થવા માટે કોઈ જ પ્રયત્ન નથી કરી રહ્યાં.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK