તારક મેહતા કા ઉલ્ટા ચશ્માને ટપુનું ટાટા

સિરિયલમાં લાંબા સમયથી કંઈ ખાસ કરવા ન મળતું હોવાથી ભવ્ય ગાંધીએ લીધું બોલ્ડ સ્ટેપ : ગુજરાતી ફિલ્મ પપ્પા, તમને નહીં સમજાયથી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં થશે એન્ટર

tapu

રશ્મિન શાહ

૨૦૦૮થી શરૂ થયેલી અને દેશની સૌથી લાંબી કૉમેડી ટીવી-સિરિયલ બનેલી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના લોકપ્રિય કૅરૅક્ટર ટપુનું પાત્ર નિભાવતો ચાઇલ્ડ ઍક્ટર ભવ્ય ગાંધી આ સિરિયલ છોડી રહ્યો છે એવું જાણવા મળ્યું છે. બે હજારથી પણ વધુ એપિસોડ પાર કરી ચૂકેલી આ સિરિયલમાં ટપુનું કૅરૅક્ટર જબરદસ્ત હિટ થયું છે અને એમ છતાં ટપુએ સિરિયલ છોડવાનો નિર્ણય લીધો એ ખરેખર શૉકિંગ છે. હકીકત એ છે કે છેલ્લા એક-સવા વર્ષથી સિરિયલમાં ભવ્યનું કોઈ કામ રહ્યું ન હોવાથી તેણે સિરિયલ છોડીને હવે ફિલ્મ અને એન્ટરટેઇનમેન્ટના બીજા ફીલ્ડમાં દાખલ થઈને આગળ વધવાનું નક્કી કર્યું છે. ભવ્યએ પૂરતા સમય સુધી રાહ જોઈ, પણ એ પછીયે વાર્તામાં ક્યાંય તેને લાયક કશું બનતું ન હોવાથી અંતે તેણે સિરિયલ છોડવાનું નક્કી કરી લીધું છે.

ભવ્યએે જ્યારે સિરિયલ જૉઇન કરી ત્યારે ૨૦૦૮માં તે દસ વર્ષનો હતો અને પાંચમા ધોરણમાં ભણતો હતો. હવે જ્યારે તેણે સિરિયલ છોડવાનું નક્કી કર્યું છે ત્યારે તે BCom બીજા વર્ષમાં છે અને મીઠીબાઈ કૉલેજમાં ભણે છે. ભવ્ય ચુસ્ત જૈન છે અને જિંદગીમાં તેણે ક્યારેય કંદમૂળ ચાખ્યાં નથી. સિરિયલના શૂટિંગ દરમ્યાન પણ તે આ વાતનું ધ્યાન રાખતો. પયુર્ષણ પર્વ દરમ્યાન ચોવિહાર અને એકાસણા જેવી ભાવના તે રાખતો અને પાળતો પણ ખરો. ભવ્યનાં માસી, તેની કઝિન સિસ્ટર અને નાનીમા સહિત કુલ ત્રણ લોકોએ દીક્ષા લીધી છે.

ભવ્ય સ્કૂલમાં ભણતો ત્યારે એક વખત તેણે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ માટે માથે રિયલ ટકલુ પણ કરાવ્યું હતું. માથે ટકો કરાવ્યા પછી બહાર વાર્તા ખબર ન પડી જાય એ માટે તે સાત દિવસ સ્કૂલ પણ નહોતો ગયો, જેના માટે તેને સ્કૂલમાંથી ઠપકો પણ મળ્યો હતો. સિરિયલ દરમ્યાન ભવ્યને અનેક ફિલ્મોની અને ટીવી-ઍડ્સની ઑફર આવી હતી, પણ તેણે કોઈ સ્વીકારી નહીં. હવે જ્યારે સિરિયલ છોડી રહ્યો છે ત્યારે તેણે પહેલી ગુજરાતી ફિલ્મ સાઇન કરી છે જેનું શૂટિંગ પણ ઑલરેડી શરૂ થઈ ગયું છે.

‘પપ્પા, તમને નહીં સમજાય’ નામની ગુજરાતી ફિલ્મથી ભવ્ય ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થઈ રહ્યો છે. આ ફિલ્મમાં તે લીડ રોલમાં છે તો ટપુની સાથે મનોજ જોષી, કેતકી દવે જેવાં દિગ્ગજ ગુજરાતી ઍક્ટરો પણ છે.

ટપુ સિરિયલ છોડે છે એ વિશે સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આ બાબતમાં ચર્ચા કે સ્પષ્ટતા કરવા વિશે ના પાડી દીધી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK