સુનીલ ગ્રોવરે કર્યા કપિલ શર્માનાં વખાણ તેને મહાન કૉમેડિયન ગણાવ્યો

સુનીલ ગ્રોવરે ‘ધ કપિલ શર્મા શો’ માટે શૂટિંગ કરવાનું ભલે બંધ કરી દીધું હોય, પણ લાઇવ શો દરમ્યાન ડૉક્ટર મશહૂર ગુલાટી અને રિન્કુભાભીનાં પાત્રો ભજવવાનું સુનીલે ચાલુ રાખ્યું છે.

kapil sunil

સુનીલ ગ્રોવર હવે માત્ર લાઇવ શો કરી રહ્યો છે. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજવામાં આવેલો સુનીલ ગ્રોવરનો કૉમેડી-શો સુપરહિટ સાબિત થયો હતો અને હવે દુબઈના શેખ રાશિદ સ્ટેડિયમમાં સુનીલ ‘કૉમેડી ક્લિનિક’ નામનો એ શો કરવાનો છે.

ઑસ્ટ્રેલિયાના મેલબર્નથી ભારત આવી રહેલી ફ્લાઇટમાં કપિલ શર્માએ કરેલી ગાળાગાળીને કારણે સુનીલ ગ્રોવરે કપિલ સાથેની વાતચીત બંધ કરી દીધી છે, પણ કપિલને વખાણવાનું બંધ નથી કર્યું. દુબઈમાં મીડિયા સાથેની વાતચીતમાં સુનીલે કપિલનાં વખાણ કયાર઼્ હતાં અને તેને મહાન કૉમેડિયન ગણાવ્યો હતો. આ કારણે કપિલ ઉપરાંત સુનીલના ફૅન્સ પણ આર્યચકિત થઈ ગયા છે.

સુનીલ તાજેતરમાં IPLમાં સની લીઓની સાથે જોવા મળ્યો હતો. ડૉ. મશહૂર ગુલાટી અને ગુત્થી એ બેમાંથી તને કયું કૅરૅક્ટર પસંદ છે એવું પૂછવામાં આવ્યું ત્યારે સુનીલે કહ્યું હતું કે ‘મને લોકોને ઑબ્ઝર્વ કરવાનું બહુ ગમે છે અને એનાથી હું ક્યારેય બોર નથી થતો. અંગત જીવનમાં હું દિલચસ્પ વ્યક્તિ નથી, પણ હું બીજા કોઈનું પાત્ર ભજવું છું ત્યારે એ પાત્ર મારા માટે દિલચસ્પ બની જાય છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK