ધ કપિલ શર્મા શોના પહેલા એપિસોડમાં શાહરુખ અને કપિલ ધમાલ મચાવશે

૨૩ એપ્રિલે શરૂ થઈ રહેલા કપિલ શર્માના નવા શોના પહેલા એપિસોડમાં શાહરૂખ દેખાશે

srk kapil

આઇ ઍમ બૅક : સોમવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં ‘ધ કપિલ શર્મા શો’ના પહેલા એપિસોડમાં ડાન્સ કરતા કપિલ અને શાહરુખ ખાન.


૨૩ એપ્રિલે શરૂ થઈ રહેલા કપિલ શર્માના નવા શો ‘ધ કપિલ શર્મા શો’ના પહેલા એપિસોડનું સોમવારે દિલ્હીમાં આવેલા ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં શાહરુખ ખાન સાથે શૂટ કરવામાં આવ્યું હતું. આ શોમાં કપિલે ‘આંખોં કે સાગર’ ગીત ગાઈને એન્ટ્રી મારી હતી અને ગીત ગાતી વખતે તે દર્શકોને વધાવતો સ્ટેજ સુધી પહોંચ્યો હતો. કપિલના શોમાં શાહરુખને જોવા માટે ઘણા લોકો હાજર રહ્યા હતા અને તેમણે કપિલને પણ વધાવી લીધો હતો. એ શો દરમ્યાન લોકો ગુત્થી, દાદી અને પલકની બૂમો મારતા હતા, પરંતુ એ તમામને જુદા અવતારમાં જોઈને દર્શકો આર્ય પામી ગયા હતા. આ એપિસોડમાં અલી અઝગર દેહવ્યવસાય કરતી મહિલાનું પાત્ર ભજવી રહ્યો છે, તો કિકુ શર્મા તેના પતિ નવાબનું પાત્ર ભજવી રહ્યો છે. સુનીલ ગ્રોવર આ શોમાં હરિયાણાની મહિલા પોલીસનું પાત્ર ભજવી રહ્યો છે. શાહરુખ ખાને જ્યારે આ શોમાં એન્ટ્રી મારી ત્યારે દર્શકો જબરદસ્ત ઉત્સાહમાં આવી ગયા હતા અને શાહરુખે કપિલ સાથે મળી ઘણી મસ્તી પણ કરી હતી. તેમણે દિલ્હીમાં ઑડ અને ઈવન નંબરને લઈને કરવામાં આવેલા એક્સપરિમેન્ટની પણ ઘણી મજાક ઉડાડી હતી. આ શો સોની ટીવી પર રજૂ થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK