ક્રિશ ૨માંથી ચિત્રાંગદાની એક્ઝિટનાં સાચાં કારણો

ચિત્રાંગદા સિંહ અને રાકેશ રોશન ભલે મિડિયામાં કે જાહેર મુલાકાતમાં એમ કહેતાં હોય કે ચિત્રાંગદા ‘ક્રિશ ૨’ના શૂટિંગ માટે પૂરતો સમય ફાળવી શકવાની ન હોવાને  કારણે તેમની વચ્ચે અરસપરસની સમજૂતીથી ચિત્રાંગદાના સ્થાને ફિલ્મમાં જૅકલિન ફર્નાન્ડિસનો સમાવેશ કરવામાં આવ્યો છે, પણ હકીકત કંઈક અલગ જ છે. સાચું  કારણ એ છે કે ચિત્રાંગદા સિંહના વધુપડતા ખર્ચા રાકેશ રોશન માટે જરૂરિયાત વગરના લાગ્યા હતા.

 

રાકેશ રોશનને જરૂરિયાત કરતાં વધુ સ્ટાફનો ખર્ચ ઉઠાવવો નહોતો અને ફેરફારો બાદ તેનો રોલ નાનો થતાં કામ કરવાની ના પાડી દીધી

બૉલીવુડમાં બધાને ખબર છે કે રાકેશ રોશન એક હદ કરતાં વધારે પ્રોડક્શન-કૉસ્ટને આવકારતા નથી અને જે ખર્ચ બિનજરૂરી હોય એના પર સંપૂર્ણપણે કાપ મૂકતા  હોય છે. જોકે ચિત્રાંગદા આ હકીકતથી શરૂઆતમાં અજાણ હશે અને તેની ટીમ ઘણી મોટી હતી. તેના સ્ટાફમાં મેક-અપ આર્ટિસ્ટ, હેરડ્રેસર, અટેન્ડન્ટ અને  અન્ય જરૂરિયાત માટેના માણસોનો સમાવેશ થતો હતો. રાકેશ રોશનને તેમનો ખર્ચ માન્ય નહોતો.

ચિત્રાંગદા સિંહનો સુપરપાવર ધરાવતી યુવતીનો રોલ હોવાને કારણે રાકેશ રોશનને લાગ્યું હતું કે તેમણે જે મેક-અપ આર્ટિસ્ટને બોલાવ્યા હતા એ જ પૂરતા છે. એવું  પણ કહેવામાં આવતું હતું કે ચિત્રાંગદાનો રોલ શરૂઆતમાં મોટો હતો, પણ સ્ક્રિપ્ટમાં થયેલા અમુક ફેરફારો બાદ તેનો રોલ મહેમાન કલાકાર જેટલો સીમિત થઈ  ગયો હતો. હૃતિક રોશન, પ્રિયંકા ચોપડા અને વિવેક ઑબેરૉયની હાજરીમાં પોતાનો રોલ નાનો થઈ જતાં અને આ પ્રકારના પ્રતિબંધ મુકાતાં ચિત્રાંગદાએ કામ  કરવાની ના પાડી દીધી હતી.

 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK