રણદીપને માથે ચડી સફળતા

કોઈ પણ ફિલ્મ માટે જ્યારે એક કલાકારનાં ખૂબ વખાણ કરવામાં આવે અને ફિલ્મ પણ લોકો દ્વારા પસંદ કરવામાં આવે તો તે કલાકાર પોતાને સ્ટાર સમજવા માગતા હોય છે અને એવું જ રણદીપ હૂડા સાથે થયું છે. રણદીપનું કામ ‘સાહેબ બીવી ઔર ગૅન્ગસ્ટર’માં ઘણું વખાણવામાં આવ્યું છે અને ફિલ્મને પણ તેના બજેટ પ્રમાણે ઍવરેજ સફળતા મળી છે.

 

 

‘સાહેબ બીવી ઔર ગૅન્ગસ્ટર’ના પ્રોડ્યુસર સાથે ત્રણ ફિલ્મોની ડીલ હોવા છતાં સીક્વલ માટે પોતાની ફીમાં વધારો કરવા કહ્યું.

જોકે આ સફળતા રણદીપ માટે ખૂબ જ મોટું કારણ બની ગયું છે કે તે પોતાની મનમાની શરૂ કરે. આ ફિલ્મની સફળતા માટે થોડા દિવસ પહેલાં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે રણદીપ અને ફિલ્મના પ્રોડ્યુસર સુનીલ બોહરા ઘણી ઉગ્ર વાતચીત કરી રહ્યા હતા. ખબરો અનુસાર ફિલ્મની સીક્વલની પણ એ જ દિવસે જાહેરાત કરવામાં આવી હતી અને રણદીપે સીક્વલ માટે પોતાની ફીમાં મોટો વધારો માગ્યો હતો. રણદીપ અને સુનીલ બોહરા વચ્ચે ત્રણ ફિલ્મોની ડીલ છે અને ‘સાહેબ બીવી ઔર ગૅન્ગસ્ટર’ પહેલી ફિલ્મ હતી.

સુનીલ બોહરાએ આ બાબતે માન્યું છે કે તેઓ રણદીપને તેમણે માગેલી ફી આપવા માટે તૈયાર છે, પણ ફિલ્મની સક્સેસ-પાર્ટીમાં આ મુદ્દાને લાવીને રણદીપે તેમને ગુસ્સે કર્યા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK