રશ્મિ દેસાઈ અને નંદીશ સંધુ લેશે ડિવૉર્સ

છેલ્લા એક વર્ષથી રશ્મિ દેસાઈ અને નંદીશ સંધુના લગ્નજીવનમાં ખટાશ આવી ગઈ છે એવી વાતો ચાલી રહી છે અને તેમણે હવે ડિવૉર્સ માટેની કાર્યવાહી શરૂ પણ કરી દીધી છે.

nandish rashmi


રશ્મિના મિત્રો અને તેના પરિવારના સભ્યો માને છે કે તેમના અલગ થવા માટે નંદીશ જવાબદાર છે, કારણ કે તે રશ્મિને દગો આપી રહ્યો હતો અને તેના એક મૉડલ સાથે સંબંધો પણ હતા. બીજી તરફ નંદીશના મિત્રો માને છે કે તેમના તલાક માટે રશ્મિ જવાબદાર છે, કારણ કે તે એટલીબધી પઝેસિવ છે કે નંદીશ તેનાથી કંટાળી ગયો હતો. તેમના ડિવૉર્સ વિશે રશ્મિ કહે છે, ‘હા, અમે છૂટાછેડાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. અમે અમારા લગ્નજીવનને બચાવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા, પરંતુ આ એવી તિરાડ હતી જેને કોઈ દિવસ પૂરી ન કરી શકાય. દુ:ખી થવા કરતાં આવી રિલેશનશિપનો અંત લાવી દેવો વધુ સારું છે. એથી અમે નક્કી કર્યું છે કે અમે તલાક લઈ લઈશું.’

ડિવૉર્સ વિશે અને અન્ય મૉડલ સાથેના તેના સંબંધો વિશે જણાવતાં નંદીશ કહે છે, ‘રશ્મિએ ગયા વર્ષે મારી પાસે છૂટાછેડાની માગણી કરી હતી, પરંતુ મેં એને સમજાવ્યું હતું કે આપણે આપણા લગ્નજીવનને વધુ એક ચાન્સ આપીએ. જોકે તેણે આ વર્ષે ફરી ડિવૉર્સની માગણી કરતાં મેં પણ તૈયારી બતાવી, કારણ કે મેં મારા તરફથી લગ્નને બચાવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા છે. હું હંમેશાંથી મારા પર્સનલ અને પ્રોફેશનલ જીવન વિશે તમામ વાતો જાહેરમાં કરતો રહ્યો છું. જો મારા કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધો હોત તો મેં એની જાહેરાત ક્યારની કરી દીધી હોત, પરંતુ એવું કંઈ જ નથી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK