સિરિયલના ઍક્ટરની પત્નીએ ફાંસો ખાધો

વજનને કારણે દુપ્પટો પણ તૂટી ગયો, પતિ-પત્ની અલગ રહેતાં હતાં


Suicide


છેલ્લા ૧૫ દિવસમાં સમતાનગર પોલીસ-સ્ટેશનની હદમાં સુસાઇડની ત્રણ ઘટના બની છે. શનિવારે નાના પડદાના ઍક્ટર મનોજ ગોયલની પત્નીએ તેના ઘરના બેડરૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. એ પહેલાં ટેક્સટાઇલના બિઝનેસ સાથે સંકળાયેલા બે વેપારીઓએ તેમના બિલ્ડિંગમાંથી છલાંગ લગાવીને સુસાઇડ કર્યું હતું.

શનિવારે કાંદિવલી (ઈસ્ટ)માં લોખંડવાલામાં અલીકાનગર સોસાયટીમાં આઠ વર્ષની દીકરી સાથે રહેતી ૪૦ વર્ષની નીલિમા ગોયલે તેના ઘરના બેડરૂમમાં બપોરના સમયે એકલી હતી ત્યારે પંખા સાથે લટકીને આપઘાત કર્યો હતો.

સમતાનગર પોલીસને ઘટનાસ્થળેથી સુસાઇડ-નોટ મળી હતી. એમાં નીલિમાએ લખ્યું હતું કે તે તેની મરજીથી આપઘાત કરી રહી છે અને તેના મોત માટે કોઈ જવાબદાર નથી.

‘સજન રે ઝૂઠ મત બોલો’, ‘ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ’, તૂ મેરે અગલ બગલ હૈ’ જેવી ટીવીસિરિયલોમાં કામ કરી ચૂકેલા મનોજ ગોયલથી તેની પત્ની નીલિમા અને દીકરી પલક છેલ્લા આઠ મહિનાથી ભાડાના મકાનમાં અલગ રહેતાં હતાં. મનોજનો પરિવાર પાડોશમાં લોખંડવાલા વિસ્તારમાં આવેલા ક્રિમસન ટાવરમાં રહે છે.

નીલિમાના પાડોશીએ જણાવ્યું હતું કે ‘મનોજ અને નીલિમા વચ્ચે શુક્રવાર રાતે બાર વાગ્યાની આસપાસ કોઈ મુદ્દે ઉગ્ર ઝઘડો થયો હતો. નીલિમા અને મનોજ વચ્ચે મનમેળ ન હોવાને કારણે નીલિમા અલગ  રહેતી હતી.’

સમતાનગર પોલીસના સિનિયર અધિકારી દિલીપ યાદવે જણાવ્યું હતું કે ‘નીલિમાની દીકરી ટ્યુશન-ક્લાસમાં ગયા બાદ ઘરમાં તે એકલી હતી એ સમયે બપોરના એકથી ત્રણ વાગ્યા વચ્ચે તેણે સુસાઇડ કરી લીધું હતું. તેની દીકરી ત્રણ વાગ્યે ટ્યુશનમાંથી પાછી આવી એ સમયે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. અનેક વાર ડોરબેલ વગાડવા છતાં નીલિમાએ દરવાજો ખોલ્યો નહોતો. એથી દીકરીએ પાડોશીને જાણ કરી હતી અને તેમણે બાજુના વિસ્તારમાં રહેતી તેની સાસુને જાણ કરી હતી. સાસુએ ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલ્યો હતો. ઘરમાં જઈને જોયું તો નીલિમા બેડરૂમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં નીચે પડી હતી. પંખા સાથે લટકાઈને ગળે ફાંસો ખાધા બાદ વજનને કારણે દુપટ્ટો તૂટી ગયો હતો. નીલિમાને તરત હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ ફરજ પરના ડૉક્ટરે તેને તપાસીને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળ પરથી પોલીસને સુસાઇડ-નોટ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં આ ઘટનામાં કંઈ શંકાસ્પદ ન હોવાથી ઍક્સિડેન્ટલ ડેથનો ગુનો નોંધીને આગળની તપાસ કરવામાં આવી રહી છે. તેણે તાણને કારણે સુસાઇડ કર્યું હોય એવું લાગે છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK