નાગિન ૩ને ઇન્ટરનૅશનલ શોના લેવલની બનાવવામાં આવી છે : કરિશ્મા

તેનું કહેવું છે કે સંજુના શૂટિંગ દરમ્યાન એવું ઘણી વાર થયું હતું કે તે રણબીર કપૂરને સાચે જ સંજય દત્ત માની બેઠી હતી

karisma

લેટ્ટી મરિયમ એબ્રાહમ

કરિશ્મા તન્ના હાલમાં એકતા કપૂરની ‘નાગિન ૩’માં કામ કરી રહી છે અને તેનું કહેવું છે કે આ શો ઇન્ટરનૅશનલ શો જેવો છે. કરિશ્માએ ૨૦૦૧માં આવેલી એકતા કપૂરની સિરિયલ ‘ક્યૂંકિ... સાસ ભી કભી બહૂ થી’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. તેની અઢાર વર્ષની કરીઅરમાં તેણે ઘણી સિરિયલો અને રિયલિટી શોમાં કામ કર્યું છે. તેણે હાલમાં જ સંજય દત્તની બાયોપિક ‘સંજુ’માં પણ નાનકડી ભૂમિકા ભજવી છે. ‘મિડ-ડે’ સાથે કરેલી વાતચીતના કેટલાક અંશ આપણે જોઈએ.

બાલાજી ફૅમિલી સાથે ફરી કામ કરવાનું કેવું લાગે છે?

મને ખુશી છે કે હું બાલાજી સાથે ફરી કામ કરી રહી છું અને એ પણ ખાસ કરીને આ શો દ્વારા. આ શોમાં મારા પાત્રના ઘણા શેડ્સ જોવા મળશે. મને લોકકથામાં રસ નથી, પરંતુ એમ છતાં દર્શકો આ શોને ખૂબ જ પસંદ કરશે.

આ શોને કારણે લોકો અંધશ્રદ્ધામાં વધુ વિશ્વાસ કરતા થશે એ વિશે તારું શું કહેવું છે?

બધાને ખબર છે કે આ કાલ્પનિક શો છે. આ શોને ફક્ત એન્ટરટેઇનમેન્ટ માટે બનાવવામાં આવ્યો છે. આવા તો ઘણા હાસ્યાસ્પદ શો છે, પરંતુ એનું

ફૅન-ફૉલોઇંગ ઘણું છે. આ શોની તમામ ઍક્ટ્રેસ ખૂબ જ સુંદરતાથી તેમનાં પાત્ર રજૂ કરે છે અને એથી જ શોની વૅલ્યુમાં વધારો થાય છે.

હંમેશાં સારા દેખાવા માટે શું તારા પર સતત પ્રેશર રહે છે?

ફિઝિકલ દેખાવ સારો હોવો જોઈએ એ ખૂબ જ મહત્વનું છે અને એથી જ તમારે સારું દેખાવું પડે છે. લોકો તમારી સુંદરતાને લઈને મંત્રમુગ્ધ થતા હોય છે તેથી તમારા પર પણ કેટલીક જવાબદારી હોય છે. અન્ય લોકોની જેમ કોઈક વાર હું પણ સારા દેખાવને એન્જૉય કરું છું, પરંતુ હું હંમેશાં નથી કરી શકતી. સારા દેખાવું એ અમારા કામની જરૂરિયાત છે. અમે સારા દેખાઈએ એ પાછળ ઘણી મહેનત કરવામાં આવે છે.

‘નાગિન’ની આપણે હૉલીવુડના શો ‘ગેમ ઑફ થ્રોન્સ’ સાથે સરખામણી કરીએ ત્યારે શું તને લાગે છે આપણે ખૂબ જ પાછળ છીએ?

હું ‘ગેમ ઑફ થ્રોન્સ’ની ખૂબ જ મોટી ફૅન છું. હું સરખામણીને લઈને એટલું જ કહીશ કે આપણે એ તરફ બહુ જલદી જઈ રહ્યા છીએ. આ શો પણ તેમના શો જેટલો જ સારો હશે. ઇન્ટરનૅશનલ શોના મેકર્સ તેમની સ્ટોરીને જરા પણ ખેંચતા નથી. જો મારું પોતાનું પ્રોડક્શન-હાઉસ હોય તો હું ખૂબ જ મર્યાદિત સ્ટોરીઓ પર શો બનાવું. મારું માનવું છે કે ડેઇલી શોને વધુમાં વધુ છ મહિનાની અંદર પૂરા કરી દેવા જોઈએ.

મૌની રૉયની જગ્યા લેવા માટે તેં કેટલી વાર વિચાર કર્યો હતો?

‘નાગિન’ના બન્ને શો ખૂબ જ સફળ રહ્યા છે અને એના ખૂબ જ ફૅન-ફૉલોઇંગ છે. એથી શોને પસંદ કરવામાં મને થોડો ડર લાગતો હતો, પરંતુ આ એક ચૅલેન્જ હતી જેને સ્વીકારવા હું આતુર હતી.

તું રાજકુમાર હીરાણીની ‘સંજુ’માં કામ કરી રહી છે અને તું માધુરી દીક્ષિત નેનેનું પાત્ર ભજવી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે. આ વિશે તારું શું કહેવું છે?

આ વિશે વાત કરવાની મને પરવાનગી આપવામાં નથી આવી. હું આ ફિલ્મમાં ખૂબ જ મહત્વનું પાત્ર ભજવી રહી છું અને એને તમે નજરઅંદાજ નહીં કરી શકો. રાજકુમાર હીરાણી સાથે કામ કરવું ખૂબ જ પ્રેરણાત્મક છે. રણબીર કપૂરે આ ફિલ્મ માટે ખૂબ જ મહેનત કરી છે. તેણે ખૂબ જ અદ્ભુત કામ કર્યું છે. એવું ઘણી વાર થયું છે કે હું તેને સાચે સંજય દત્ત માની બેઠી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK