કરણ જોહરને થશે પાંચ વર્ષની જેલ?

કરણ જોહરને હાલમાં પાંચ વર્ષની જેલ થઈ શકે છે એવી ચર્ચા ચાલી રહી છે.

karan

કરણ જોહરના શો ‘ઇન્ડિયાઝ નેક્સ્ટ સુપરસ્ટાર્સ’માં એક પાનમસાલાની ઍડ દેખાડવામાં આવી હતી. જોકે આ ઍડ માટે કરણને કેમ નોટિસ મોકલવામાં આવી એવો સવાલ થાય એ સ્વાભાવિક છે, પરંતુ આ શોની શરૂઆતમાં ધર્મા પ્રોડક્શનનું નામ આવે છે અને આ શો કરણના પ્રોડક્શન-હાઉસ દ્વારા અને એન્ડેમોલ પ્રોડક્શન દ્વારા બનાવવામાં આવ્યો હોવાથી બન્ને પ્રોડક્શન-હાઉસ સહિત પાનમસાલાની ઍડ દેખાડનાર કંપનીને પણ દિલ્હી હેલ્થ ડિપાર્ટમેન્ટે નોટિસ મોકલી છે. આ શોમાં મોટા ભાગના યુવાનો છે અને એના દર્શકો પણ યુવાન હોવાથી તેમના પર ખરાબ અસર પડી શકે છે એવો દિલ્હી હેલ્થ ડિપાર્ટમેન્ટે દાવો કર્યો છે. તેમણે આ ત્રણેયને નોટિસનો જવાબ આપવા માટે દસ દિવસનો સમય આપ્યો છે અને જો તેઓ એમાં નિષ્ફળ રહ્યા તો જે-તે કંપની અને એના માલિક વિરુદ્ધ તેઓ ગુનો દાખલ કરશે. સિગારેટ ઍન્ડ અધર ટબૅકો પ્રોડક્ટ્સ ઍક્ટનું ઉલ્લંઘન કરવા બદલ કરણને પાંચ વર્ષની સજા અને બે હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે.

આર્ટની કોઈ સીમા ન હોવી જોઈએ અને કોઈએ કલ્ચરનો ફોર્સ પણ ન કરવો જોઈએ : કરણ જોહર

કરણ જોહરનું કહેવું છે કે આર્ટની કોઈ સીમા ન હોવી જોઈએ અને કોઈ પણ વ્યક્તિ કલ્ચરનો કોઈના પર ફોર્સ ન કરી શકે. કરણ જોહરે મંગળવારે સ્વિટ્ઝરલૅન્ડમાં આવેલા દાવોસમાં યોજાયેલી વલ્ર્ડ ઇકૉનૉમિક ફોરમની ઍન્યુઅલ મીટિંગના પૅનલ ડિસ્કશનમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં કરણ જોહરે શું આપણે કલ્ચર-વૉરને અટકાવી નહીં શકીએ એ સવાલ કરતાં કહ્યું હતું કે ‘તમે કોઈના પર કલ્ચરનો ફોર્સ ન કરી શકો. આપણા ઘણા ઇકૉનૉમિક અને સોશ્યલ પ્રૉબ્લેમ્સ છે, પરંતુ મીડિયાના કેટલાક લોકો એ વિશે વાત નથી કરતા અને પૉલિટિશ્યન પણ એ વિશે વાત કરવાનું ટાળે છે; કારણ કે તેમનું ધ્યાન ફક્ત ફિલ્મો (સંજય લીલા ભણસાલીની ‘પદ્માવત’ની કન્ટ્રોવર્સી વિશે કહ્યું હતું) પર હોય છે. મારું માનવું છે કે આર્ટને કોઈ સીમા નથી હોતી, પરંતુ તમારા પર કલ્ચર અને દેશભક્તિનું પ્રેશર કરવામાં આવે છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK