કપિલ શર્માનો શો બંધ?

ચર્ચા છે કે કૉમેડી નાઇટ્સ વિથ કપિલની જગ્યા લેશે નવો શો કૉમેડી નાઇટ્સ રોસ્ટ : જોકે કપિલ શર્માનું કહેવું છે કે તેનો શો બંધ નહીં થાય, એ રાબેતા મુજબ રવિવારે રજૂ કરવામાં આવશે; જ્યારે નવા શોને શનિવારે રજૂ કરાશે

kapil sharma



કપિલ શર્માને બૅકમાં ઇન્જરી થઈ છે ત્યારથી તેનો શો ‘કૉમેડી નાઇટ્સ વિથ કપિલ’ ચર્ચાનો વિષય બન્યો છે. કપિલને ઈજા થતાં આ શોને બંધ કરવાની જગ્યાએ તેમણે દરેક એપિસોડમાં જુદી-જુદી સેલિબ્રિટીઓને બોલાવીને હોસ્ટ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ કપિલને ઈજા થતાં તે ગેરહાજર રહેવા છતાં એ શોના ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટમાં કોઈ મોટો તફાવત જોવા ન મળતાં ચૅનલે કપિલના શોને બંધ કરવાનો નિર્ણય લીધો છે અને એની જગ્યાએ નવો શો શરૂ કરવાનું નક્કી કર્યું છે જેને ‘કૉમેડી નાઇટ્સ રોસ્ટ’ નામ આપવામાં આવશે.

‘કૉમેડી નાઇટ્સ વિથ કપિલ’ને ઑગસ્ટથી બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને એની જગ્યાએ ‘કોમેડી નાઇટ્સ રોસ્ટ’ શરૂ કરવામાં આવશે. આ શોમાં કૃષ્ણા અભિષેક, સુદેશ લેહરી અને ભારતી સિંહ જોવા મળશે એવી વાતો ચાલી રહી છે તેમ જ લોકોને આ શો સાથે કનેક્ટ કરવા માટે આ નવા શોની આગળ ‘કૉમેડી નાઇટ્સ’ લગાવવામાં આવ્યું છે. ‘કૉમેડી નાઇટ્સ વિથ કપિલ’માં નવજોત સિંહ સિધુની જેમ ‘કૉમેડી નાઇટ્સ રોસ્ટ’માં માધુરી દીક્ષિત જોવા મળશે.

બીજી તરફ એવી પણ વાતો ચાલી રહી છે કે આ શોને કપિલની ફીને લીધે પણ બંધ કરવામાં આવી રહ્યો છે. કપિલ એક દિવસના ૪૦ લાખ રૂપિયા લે છે, જ્યારે નવા શોનો હોસ્ટ આ શોને પાંચ-છ લાખ રૂપિયામાં પણ કરવા તૈયાર છે.

આ વિશે કપિલનું કહેવું છે કે ‘આ એક અફવા છે. અમારો શો દર રવિવારે રજૂ થશે અને નવો શો શનિવારે રજૂ કરવામાં આવશે. આ શોને પણ ‘કૉમેડી નાઇટ્સ’ કહેવામાં આવશે કારણ કે અમારો શો ‘કૉમેડી નાઇટ્સ વિથ કપિલ’ એક બ્રૅન્ડ બની ગયો છે. મને કોઈ રિપ્લેસ નથી કરી રહ્યું.’

જોકે નવા શોના હોસ્ટ કૃષ્ણા અભિષેકનું કહેવું છે કે ‘નવા શોને ‘કૉમેડી નાઇટ્સ રોસ્ટ’ કહેવામાં આવશે. આ શોને ઑગસ્ટથી રજૂ કરવામાં આવશે, કારણ કે કપિલનો શો જુલાઈના એન્ડથી બંધ કરવામાં આવશે. આ શોમાં મારી સાથે સુદેશ લેહરી અને ભારતી સિંહ પણ જોવા મળશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK