સુનીલ ગ્રોવરને વિનંતી કરતી કપિલની ગર્લફ્રેન્ડ ગિન્ની

સુનીલ ગ્રોવરને ફરી ‘ધ કપિલ શર્મા શો’માં આવવા માટે કપિલ શર્માની ગર્લફ્રેન્ડ ગિન્ની ચટરાથ તેને વિનંતી કરી રહી છે.

ginni

સુનીલ ગ્રોવર ગુરુવારે ૪૦ વર્ષનો થતાં કપિલે તેને શુભેચ્છા પાઠવી હતી કે ‘સુનીલ ગ્રોવર પાજી તને જન્મદિવસની ઘણી શુભેચ્છા. ભગવાન તને દુનિયાની તમામ ખુશી આપે. હું તને હંમેશાં પ્રેમ કરતો રહીશ.’

કપિલના ટ્વીટનો જવાબ આપતાં સુનીલે ટ્વીટ કર્યું હતું કે ‘તારો આભાર ભાઈજી. હંમેશાં ખુશ અને સ્વચ્થ રહે. તને પણ ઘણો પ્રેમ.’

કપિલ અને સુનીલના ટ્વીટને વચ્ચે ગિન્નીએ ટ્વીટ કર્યું હતું કે ‘જન્મદિવસની ઘણીબધી શુભેચ્છા સુનીલ ગ્રોવર. અમે બધા તમને ખૂબ જ મિસ કરી રહ્યા છીએ. તમારા નાના ભાઈની વાત માની લો અને ફરી ‘ધ કપિલ શર્મા શો’માં આવી જાઓ. ડૉક્ટર લોકોનાં દર્દ દૂર કરે છે, પરંતુ તમે લોકોના મગજના દર્દને દૂર કરો છો. અમે તમને ખરેખર મિસ કરીએ છીએ. દરેક વ્યક્તિ તમારી ટૅલન્ટને ફરી જોવા માગે છે.’


આ ટ્વીટ બાદ તેણે થોડા સમય બાદ ફરી ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે થોડા સમયમાં શુભ સમાચાર સાંભળવા મળશે. આ ટ્વીટ બાદ તેણે ફરી એક ટ્વીટ કર્યું હતું કે અમે મશહૂર ગુલાટી (સુનીલ ગ્રોવરનું પાત્ર)ને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. તેનાં આ બે ટ્વીટથી એવું લાગી રહ્યું છે કે સુનીલ ફરી ‘ધ કપિલ શર્મા શો’માં જોવા મળશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK