“ભારતીય ટીવી-ઇન્ડસ્ટ્રી એને તળિયે જઈ બેઠી છે, એનો તારણહાર પ્રગટ થવાનો સમય પાકી ગયો છે”

રૉનિત રૉય કહે છે કે ટીવીના ઍક્ટરો ફિલ્મોમાં ન ચાલે એ માન્યતા તૂટી ગઈ છે

rohit roy



ટીવી પર ઍક્ટર રૉનિત રૉયે ૨૦૦૧માં ‘કસૌટી ઝિંદગી કી’માં રિષભ બજાજનો રોલ ભજવ્યો હતો અને આ રોલને લીધે રૉનિત ભારતમાં ઘરગથ્થુ નામ બની ગયું હતું. રૉનિત રૉય આજે માને છે કે એ સમય ભારતીય ટીવી-ઇન્ડસ્ટ્રીનો સુવર્ણકાળ હતો, કારણ કે એ સમયે જનતા દરરોજ આવતી ટીવી-સિરિયલોનો આનંદ માણતી હતી.

અત્યારે ટીવી-ઇન્ડસ્ટ્રી એની લોકપ્રિયતાને તળિયે જઈ બેઠી છે એમ જણાવતાં રૉનિત રૉય કહે છે, ‘દર્શકોને કોઈ પણ પ્રકારનો ટીવી-કાર્યક્રમ પસંદ નથી આવતો. ટીવી-કાર્યક્રમોના નિર્માતાઓએ નવા કાર્યક્રમો લાવવાની કોશિશ કરી છે, પરંતુ એ કોશિશ સફળ નથી થઈ, કારણ કે કદાચ આ કાર્યક્રમો કસમયે રજૂ થયા હતા અથવા યોગ્ય રીતે નિર્માણ કરવામાં નહોતા આવ્યા અથવા દર્શકોને કાર્યક્રમના કન્સેપ્ટની બરાબર સમજ પડી નહોતી અથવા દર્શકોએ વગરવિચાર્યે જ એની અવગણના કરી હતી. ટીવી-કાર્યક્રમોનો ઉદ્યોગ તળિયે જઈ બેઠો છે, કારણ કે દર્શકો નવા અથવા જૂના વિષયો પર કરેલું કામ  પસંદ નથી કરતા. તમામ ટીવી-ચૅનલોના વ્ય્ભ્ નીચે જઈ રહ્યા છે. આ એ બાબતનો સંકેત છે કે ટીવીક્ષેત્રે કાંઈક નવું અને ક્રાન્તિકારી કરવાની જરૂર છે જે જનતાને પસંદ આવશે અને લોકપ્રિય થશે.’

રૉનિત રૉય લગભગ એક દાયકાથી વધુ સમયથી ટીવી-ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છે અને તેણે ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’, ‘અદાલત’, ‘કસમ સે’ અને ‘બંદિની’માં કામ કર્યું છે.

 રૉનિત રૉય માને છે કે ટૂંક સમયમાં ટીવી-ક્ષેત્રે ધરખમ ફેરફાર થશે અને આ ફેરફારથી ટીવી-ઇન્ડસ્ટ્રીમાં ઘણા લાંબા સમયથી જરૂરી બદલાવો આવશે. તે કહે છે, ‘કોઈ એક વ્યક્તિ કંઈક નવું કરવાની બાબતમાં આગેવાની લેશે. તેને આ અભિયાનમાં સફળતા મળશે અને પછી બાકીના લોકો તેના પગલે ચાલશે. આ નવી શરૂઆત કરનાર વ્યક્તિની રાહ જોવાઈ રહી છે અને સમય પાકી ગયો છે કે આ વ્યક્તિ સામે આવશે.’

ટીવી અને ફિલ્મો બન્નેમાં કામ કરવાના અનુભવ વિશે રૉનિત રૉય કહે છે, ‘સુશાંત સિંહ રાજપૂત અને અમિત સાધે એક રૂઢિગત પ્રથાને તોડી છે અને ટીવી-ઍક્ટર ફિલ્મોમાં સારું કામ ન કરી શકે એવી માન્યતાને ખોટી ઠેરવી છે. આજકાલની યુવા પેઢીના છોકરાઓ અને છોકરીઓ ઘણાં નિર્ભય છે. અગાઉ લોકો વિચારતા હતા કે આ વ્યક્તિએ ટીવીમાં કામ કર્યું છે એથી એને ફિલ્મો નહીં મળે. જોકે સુશાંત, અમિત અને મેં તેમ જ અમુક ટીવી-ઍક્ટરોએ આ માનસિકતા બદલી છે. હકીકતમાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના મોટા ઍક્ટરો જે ટીવીમાં કામ કરવાનો ઇનકાર કરતા હતા તેઓ હવે ટીવી-કાર્યક્રમોમાં આવી રહ્યા છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK