મને સલમાન અથવા શાહરુખની હિરોઇન કોઈ નથી બનાવવાનું

એટલે જ કવિતા કૌશિક ફિલ્મો માટે ક્યારેય ટીવી નહીં છોડે


kavita



ટીવી-સિરિયલ ‘FIR’માં મહિલા પોલીસ-અધિકારી ચંદ્રમુખી ચૌટાલાનું પાત્ર ભજવતી કવિતા કૌશિક બૉલીવુડ માટે તેની ટીવી-કરીઅર સાથે સમાધાન કરવા નથી માગતી. કવિતા હાલમાં ‘ઝલક દિખલા જા રીલોડેડ’ શોમાં એક સ્પર્ધક તરીકે જોવા મળશે. કવિતા તેની ટીવી-કરીઅરની સફળતાથી ખૂબ જ ખુશ છે અને તે કહે છે, ‘મારું ક્ષેત્ર ટીવી છે અને હું એને ફિલ્મો માટે કદી નહીં છોડું. હું ખોટાં સપનાંઓ નથી જોતી. મને ખબર છે કે મને સલમાન ખાન અથવા તો શાહરુખ ખાનની સામે કોઈ કાસ્ટ નથી કરવાનું અને હું કોઈ દિવસ બહેન અથવા તો ભાભીના સાઇડ રોલ કરવાની નથી.

ટીવીનું ક્ષેત્ર એવું છે જ્યાં હું ઊંચાઈ પર જઈ શકું છું, હું મારી શરતો પર કામ કરી શકું છું અને મારી પસંદગીનાં પાત્રો ભજવી શકું છું. હું છેલ્લાં નવ વર્ષથી ‘FIR’ કરી રહી છું અને મેં મારા પાત્રની બૉડી-લૅન્ગ્વેજને ગ્રહણ કરવાનું બંધ કરી દીધું છે. એક ઍક્ટર તરીકે અને મારા અંગત જીવનમાં હું જે રીતે પોતાને રજૂ કરું છું એમાં મારે બદલાવ લાવવો છે. હું માનું છું કે ડાન્સિંગ દ્વારા કોઈ પણ વ્યક્તિ પોતાના વ્યક્તિત્વમાં બદલાવ લાવી શકે છે. અને મને જે સમયે બદલાવની જરૂર હતી એ જ સમયે મને ‘ઝલક..’ની ઑફર મળી. ‘FIR’એ મને બગાડી નાખી છે. હું આ શોની કિંગ છું. હું સવારે ૧૧ વાગ્યે શૂટિંગ શરૂ કરું છું અને રાત્રે ૮.૩૦ પછી શૂટિંગ નથી કરતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK