કૉમેડી નાઇટ્સ લાઇવના બાકી પૈસા ચૂકતે કરવા મિકા સિંહે ચૅનલને નોટિસ મોકલી?

સુલતાનના ગીત માટે સલમાને મિકાની જગ્યાએ બાદશાહને પસંદ કર્યો?

mika singh



લેટી મરિયમ એબ્રાહમ

‘ધ કપિલ શર્મા’ના શોમાં હાજરી આપવા બદલ મિકા સિંહને તેના શો ‘કૉમેડી નાઇટ્સ લાઇવ’માંથી કાઢી મૂકવામાં આવ્યો છે એવી વાતો ચાલી રહી છે. બીજી તરફ એવી પણ વાતો ચાલી રહી છે કે મિકાએ ચૅનલને તેના બાકીના પૈસા ચૂકતે કરી દેવા માટે નોટિસ મોકલી છે. આ વિશે સૂત્રે કહ્યું હતું કે ‘મિકાએ ૨૬ એપિસોડ માટે કૉન્ટ્રૅક્ટ સાઇન કર્યો છે જે માટે તેણે ૧૫ શોનું શૂટિંગ પૂરું કર્યું છે. ચૅનલે એવું નક્કી કર્યું છે કે મિકાએ નિયમનો ભંગ કર્યો હોવાથી તેના બાકીના પૈસા અટકાવી દીધા છે. એથી મિકાએ એવી નોટિસ મોકલી છે કે તેના બાકીના પૈસા ચૂકતે કરી દેવામાં આવે. જો ચૅનલ આ પૈસા આપવામાં નિષ્ફળ રહી તો તે લીગલ ઍક્શન લેશે.’

ચૅનલે આ વિશે કોઈ પણ કમેન્ટ કરવાનું ટાળ્યું હતું. તેમણે મિકા વગર એક શોનું શૂટિંગ પણ કરી લીધું છે. આ વિશે જ્યારે મિકાનો કૉન્ટૅક્ટ કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે મારો પ્રવક્તા તમારી સાથે કૉન્ટૅક્ટ કરશે, પરંતુ વારંવાર પ્રયત્ન કરવા છતાં પણ મિકા અને તેના પ્રવક્તાએ કોઈ રિપ્લાય નહોતો આપ્યો.

સુલતાનના ગીત માટે સલમાને મિકાની જગ્યાએ બાદશાહને પસંદ કર્યો?

સલમાન ખાને ‘સુલતાન’માંથી અરિજિત સિંહનું ગીત કાઢી નાખ્યું છે એ વાત હજી શાંત નથી થઈ ત્યાં હવે એવી વાતો ચાલી રહી છે કે ‘સુલતાન’માંથી સલમાને મિકા સિંહનું ગીત પણ કાઢી નાખ્યું છે. આ ગીત માટે મિકાની જગ્યાએ હવે બાદશાહને પસંદ કરવામાં આવ્યો છે. ‘સુલતાન’ના ટ્રેલરમાં જે ગીત છે એ પહેલાં મિકા પાસે ગવડાવવામાં આવ્યું હતું. આ ગીતને સલમાને મિકા પાસે હરિયાણવીમાં ગવડાવ્યું હતું, પરંતુ તેને પસંદ ન આવતાં આ ગીત માટે બાદશાહને પસંદ કરવામાં આવ્યો છે એવી વાતો ચાલી રહી છે. અરિજિતે તેના ગીતને કાઢી નાખવા બદલ જાહેરમાં માફી માગી સલમાનને એ ગીત રાખવા માટે વિનંતી કરી હતી, પરંતુ મિકાએ આ વિશે ચુપકી પસંદ કરી છે. મિકાએ અગાઉ સલમાન માટે ઘણાં ગીતો ગાયાં છે.

કૉમેડી નાઇટ્સ લાઇવમાં હું મિકાને રિપ્લેસ નથી કરી રહ્યો : સોહેલ ખાન

‘કૉમેડી નાઇટ્સ લાઇવ’માં મિકા સિંહની જગ્યાએ સોહેલ ખાનને પસંદ કરવામાં આવશે એવી વાતો ચાલી રહી છે, પરંતુ સોહેલે આ વાતને નકારી કાઢી છે. મિકા તેના હરીફ શો ‘ધ કપિલ શર્મા શો’માં ભાગ લેવા માટે ગયો હતો તેથી ‘કૉમેડી નાઇટ્સ લાઇવ’ના મેકર્સ તેનાથી નારાજ થઈ ગયા હતા અને તેની જગ્યાએ સોહેલને પસંદ કરવાની વાતો ચાલી હતી. આ વિશે સોહેલને પૂછતાં તેણે કહ્યું હતું કે ‘મને કોઈએ એવું નથી જણાવ્યું કે હું મિકાને રિપ્લેસ કરીશ. મને એ માટે કોઈએ ઑફર પણ નથી કરી. મને આ વિશે કંઈ જ ખબર નથી. આવી વાતો ક્યાંથી આવી રહી છે?’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK