આજે ઓપન થાય છે નવું નાટક ‘જીવન જાણે જલસો’

લાગણીની ઓથે થાય છે સંબંધોની વાતો

jeevan jaane jalso

દિલીપ રાવલ લિખિત, રાજુલ દીવાન દિગ્દર્શિત અને શ્રીનાથજી ફિલ્મ્સ તથા દીપક ભૂપતાણી નિર્મિત ‘જીવન જાણે જલસો’ એક મ્યુઝિકલ-ઇમોશનલ નાટક છે. લાગણી અને સંબંધોની વાતો કરવા માટે અહીં કોઈ એક વાર્તાનો સાથ લેવાને બદલે એકસાથે પાંચ વાર્તા લેવામાં આવી છે. રાજુલ દીવાન કહે છે, ‘આજના સમયમાં કોઈને લાંબી નવલકથા વાંચવી નથી, પણ વૉટ્સઍપ પર વાર્તા આવી જાય તો એ વાંચી લેવાની તેની તૈયારી છે. આ જ વાતને ધ્યાનમાં રાખીને અમે નવો પ્રયોગ કર્યો અને પાંચ વાર્તાઓને લઈને એને મ્યુઝિક-ફૉર્મેટ સાથે જોડીને આજના સમયનું મનોરંજન ઊભું કર્યું છે.’

જાણીતાં ભજનિક ગંગાસતી અને તેમનાં પુત્રવધૂ પાનબાઈના સંબંધોથી ‘જીવન જાણે જલસો’ શરૂ થાય છે અને એ પછી અલગ-અલગ ચાર વાર્તા સાથે એ આગળ વધે છે. પંદરથી બાવીસ મિનિટની આ દરેક વાર્તા એકબીજાથી અલગ છે અને એમ છતાં એ પાંચેપાંચ વાર્તામાં ઇમોશન્સને જોડી રાખવામાં આવ્યાં છે. દરેક બે વાર્તા વચ્ચે જાણીતાં અને લોકભોગ્ય ગુજરાતી ગીતોની કોરિયોગ્રાફી ઉમેરવામાં આવી છે. વાર્તાઓમાં દરેક ઉંમરના ઑડિયન્સને મજા આવે અને તેમને પણ જલસો પડે એ વાતની કાળજી રાખવામાં આવી છે તો દરેક વાર્તા પછી ઑડિયન્સ સાથે સંવાદ કરવા માટે જાણીતા ઍન્કર દિલીપ રાવલ પણ આવશે.

આજે બપોરે ૩.૩૦ વાગ્યે ભવન્સથી ઓપન થઈ રહેલા ‘જીવન જાણે જલસો’ના મુખ્ય કલાકારોમાં રાજુલ દીવાન, દિલીપ રાવલ, સ્નેહા સાળવી, હર્ષદ પટેલ, ચિરાગ ગોહિલ અને અન્ય કલાકારો છે. રાજુલ દીવાન કહે છે, ‘ખરા અર્થમાં જીવન જલસો છે અને એ જલસો કરી લેવો જોઈએ એ આ નાટક જોઈને સમજાશે એની ગૅરન્ટી છે. નાની-નાની વાતોમાં અટવાયેલા રહેતા લોકોએ સમજવું જ પડશે કે ખોટી વાતોને પ્રાધાન્ય આપવાને બદલે આ જલસાને જીવી લઈએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK