આજે ઓપન થાય છે નવું નાટક ‘હેલો ડાર્લિંગ’

હસબન્ડ-વાઇફની રિલેશનશિપમાં વફાદારી જ સર્વોચ્ચ

hello darling


લાગણી અને પ્રેમની વાત આવે ત્યારે બધા પુરુષો કેમ એકસરખા થઈ જાય? ઘરનાં ફૂલની સામે જોવાને બદલે કેમ પાડોશીના કૂંડાનાં ફૂલ વહાલાં લાગવા માંડે? આ ફૂલ વહાલાં લાગે એ સારું કે ખરાબ? જો ખરાબ તો પછી કોઈ બીજાની પ્રૉપર્ટી ગમી જાય તો એમાં ખરાબ માનવા જેવું શું છે? આ અને આવા અનેક સવાલોનો જવાબ છે આજથી ઓપન થઈ રહેલા ગુજરાત નાટક ‘હેલો ડાર્લિંગ’માં. લેખક-ડિરેક્ટર અને પ્રોડ્યુસર યોગેશ પંડ્યા કહે છે, ‘હસબન્ડ-વાઇફની રિલેશનશિપમાં વફાદારી જ સર્વોચ્ચ હોય છે. વાઇફ ઘરે રહેતી હોય એનો અર્થ એવો નથી કે હસબન્ડે બહાર જઈને દગાબાજી કરવાની અને એવું જ વાઇફને પણ લાગુ પડે. હસબન્ડ બહાર જાય એટલે જરાય જરૂરી નથી કે તે છાનગપતિયાં કરે.’

વેરિયેશન પ્રોડક્શન્સના નાટક ‘હેલો ડાર્લિંગ’માં વાત ભાનુ અને અનીતાની તો છે જ પણ સાથોસાથ દીપકની પણ છે. ભાનુ અને અનીતા હસબન્ડ-વાઇફ છે. બન્નેની મૅરિડ લાઇફ એકદમ મસ્તમજાની ચાલે છે અને બન્ને એકબીજા માટે કંઈ પણ કરવા તૈયાર છે. ભાનુ અને અનીતા લોનાવલા વેકેશન કરવા જાય છે, જેમાં સાથે દીપક પણ જોડાય છે. દીપક તે બન્નેનો ફ્રેન્ડ છે. લોનાવલા પહોંચ્યા પછી ભાનુને ખબર પડે છે કે તેની ગર્લફ્રેન્ડ પણ લોનાવાલા આવે છે અને એ જ બંગલામાં આવે છે જ્યાં ભાનુ અને અનીતા રોકાયેલાં છે. હોની કો કૌન ટાલ સકતા હૈ. ભાનુ હા પાડી દે છે, પણ સાથે રમત પણ કરે છે અને પોતાની ગર્લફ્રેન્ડએ દીપકના નામે ચડાવી દે છે. અહીં નવેસરથી એક ભાંડો ફૂટે છે. અનીતાને માઠું લાગી જાય છે. હકકીત એ છે કે દીપક અને અનીતા વચ્ચે પણ એક્સ્ટ્રામૅરિટલ રિલેશન ચાલી રહ્યાં છે. ગરબડગોટાળાઓ શરૂ થાય છે જેમાંથી નિષ્પક્ષ હાસ્ય એકધારું નિરૂપણ થયા કરે છે.

‘હેલો ડાર્લિંગ’ના મુખ્ય કલાકારોમાં હેમંત ઝા, દૃષ્ટિ પંડ્યા, પિન્કી જૈન, મોના મોખા અને રાહુલ અંતાણી છે. નાટકનો શુભારંભ આજે બપોરે ચાર વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK