આજે ઓપન થાય છે નવું નાટક 'દવે શું કરશું હવે'

વિશ્વાસ એ તો સંબંધોનો શ્વાસ છે

dave shu kare have



મુદ્રા આર્ટ્સ નિર્મિત અને પંકજ ત્રિવેદી લિખિત-દિગ્દર્શિત નાટક ‘દવે શું કરશું હવે’માં કાચા કાનના થતા જતા લોકોની વાત કરવામાં આવી છે. ન ગમતી વાત સાંભળવા મળે અને એ વાત સાંભળ્યા પછી વષોર્ના સંબંધોને વિચ્છેદ સુધી ખેંચી જવાની પેરવી કરવામાં આવે એ કેટલું નિરર્થક છે એ આ નાટકમાં સમજાવવામાં આવ્યું છે. નાટકના મુખ્ય કલાકારોમાં રસિક દવે, અભિષેક દવે, કાજલ વશિષ્ઠ, મનીષા પુરોહિત અને હરેશ પંચાલ છે.

દવે નામનો એક માણસ છે. તેનું કોઈ નામ નથી. બસ દવે એટલે દવે. કારણ કે તેને નામમાં રસ પણ નથી. દવેનું એક જ કામ છે કે તે કોઈ પણને શાંતિથી બેસવા દે એમ નથી. વગર કારણની કાંડીઓ મારતા રહેવું તેને ગમે છે તો એ પણ હકીકત છે કે કાંડી માર્યા પછી લાગતી આગ ઓલવવાનું કામ પણ તે જ જતનપૂર્વક કરે છે. દવેની જિંદગીમાં રાજ અને નીતિ આવે છે. નવપરિણીત એવાં રાજ અને નીતિ બન્ને બહુ ખુશ છે. મજાની વાત એ છે કે પરણીને સાસરે આવ્યા પછી પણ નીતિને તો એવું જ લાગે છે કે તે તેના પોતાના જ ઘરમાં છે, કારણ કે તેનાં સાસુ-સસરા ડિટ્ટો તેનાં મમ્મી-પપ્પા જેવાં જ દેખાય છે. ખુશમિજાજ એવા આ કપલ પર કેર વરસે છે દવેનો. દવેની કેટલીક વાતોને કારણે એક સમય એવો આવી જાય છે કે નીતિ ઘર છોડીને નીકળી જાય છે. નીતિને હવે રાજ સાથે નથી રહેવું. નાટકના પ્રોડ્યુસર-ઍક્ટર રસિક દવેએ કહ્યું હતું કે ‘સાવ નાનીઅમસ્તી વાતનું વરવું રૂપ જ્યારે પકડાઈ જાય ત્યારે વિશ્વાસ છૂટી જતો હોય છે અને સંબંધોમાંથી જ્યારે વિશ્વાસ જાય ત્યારે એ સંબંધોમાંથી શ્વાસ પણ છૂટી જાય. આવું ન થાય એ જોવાની જવાબદારી અંગતજનોની હોવી જોઈએ. આ વાતને નાટકમાં કૉમેડી તરીકે પણ એકદમ અસરકારક રીતે સમજાવવામાં આવી છે.’

‘દવે શું કરશું હવે’ આજે સાંજે ૭.૪૫ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી ઓપન થશે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK