નવું નાટક : આજે ઓપન થાય છે : અપૂરવ ખેલા

 

ભારતનો સંગીત અને સાહિત્યમાં ઇતિહાસ ઘણો જાણીતો અને પ્રાચીન છે. જોકે અમુક મહાન કલાકારો એવા થઈ ગયા છે જેઓ તેમના નામથી નહીં, પણ કામથી ઓળખાય છે. આવી જ એક વ્યક્તિની સ્ટોરી સાથે આઇડિયાઝ અનલિમિટેડના પ્રોડક્શન, ડૉ. ધનવંત શાહ દ્વારા રચિત અને મનોજ શાહ દિગ્દર્શિત નાટક ‘અપૂરવ ખેલા’ની આજે શરૂઆત થશે.

apurav-khelaનાટક વિશે ડિરેક્ટર મનોજ શાહ કહે છે, ‘આ એક એવા માણસની સ્ટોરી છે જેનું કોઈ નામ, સંપ્રદાય કે ઓળખ નથી. તેઓ ફક્ત પોતાનાં પદોને કારણે ઓળખાય છે અને પદમાં તેમનું નામ આવે છે. આનંદઘન નામની આ વ્યક્તિની કવિતા ઘણી પ્રખ્યાત છે. ૩૦૦ વર્ષ પહેલાં તેઓ રાજસ્થાનના મેવાડમાં મેઢતા શહેરમાં થઈ ગયા. તેમને અવધૂત આનંદઘન તરીકે ઓળખવામાં આવે છે. જુદી-જુદી અવસ્થાઓ જેમ કે આચાર્યથી ઉપાધ્યાય, યોગી, પરમહંસ થયા પછી અવધૂતનું પદ મળે. આ વ્યક્તિના જીવનમાં ભગવાન સાથે સીધો સંસર્ગ હોય છે.’

નાટકના રિસર્ચ વિશે મનોજ શાહ કહે છે, ‘આ વ્યક્તિ પર જ લખાયાં હોય એવાં કોઈ પુસ્તક કે ગ્રંથ નથી. આ કારણે જ દંતકથાઓ પરથી રિસર્ચ કર્યું છે. ઘણી કથાઓનું સંકલન કરી આ સ્ટોરી બનાવી છે. નાટકમાં તેમનાં બને એટલાં પદોને સમાવેશ કરવામાં આવ્યાં છે અને એને અનુરૂપ સંગીત પણ ક્રીએટ કર્યું છે.’

આનંદઘનની જ એક પંક્તિ ‘દેખો એક અપૂરવ ખેલા, તૂ હી બાઝી ઔર તૂ હી બાઝીગર, તૂ હી ગુરુ ઔર તૂ હી ચેલા’ પરથી રાખવામાં આવેલા નામના આ નાટક વિશે વધુ જણાવતાં તેઓ કહે છે, ‘૩૦૦ વર્ષ પહેલાંની સ્ટોરી હોવાને કારણે એને એ રીતે જ બનાવ્યું છે. નાટકમાં કઠપૂતળી, ભવાઈ, નૃત્યનાટિકા અને નૌટંકી આ તમામનો ઉપયોગ કર્યો છે. નાટકમાં મેરુ ગુર્જર ભાષા, જેના પરથી આપણી ભાષા બની છે એનો ઉપયોગ કર્યો છે.’

નાટકને આબુમાં એકવીસમા જૈન સાહિત્ય સમારોહમાં પહેલી વખત ભજવવામાં આવ્યું હતું. આજે રાત્રે ૮.૪૫ વાગ્યે ઘાટકોપરના ઝવેરબેનમાં એનું પ્રીમિયર થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK