કૉમેડી નાઇટ્સ વિથ કપિલનો છેલ્લો શો હવે ૨૪ જાન્યુઆરીએ

કપિલ શર્માનો શો ‘કૉમેડી નાઇટ્સ વિથ કપિલ’નો છેલ્લો એપિસોડ ૧૭ જાન્યુઆરીએ રજૂ થવાનો હતો જેમાં અક્ષયકુમાર અને નિમ્રત કૌર ‘ઍરલિફ્ટ’ના પ્રમોશન માટે આવવાનાં હતાં, પરંતુ ચૅનલે એ શોને ૧૭ જાન્યુઆરીએ રજૂ નહોતો કર્યો.

kapil sharma



શાહીન પરકાર


કપિલના આ છેલ્લા શો માટે દર્શકો ઘણા ઉત્સુક હતા, જે આ મહિનાની શરૂઆતમાં જ શૂટ કરવામાં આવ્યો હતો. જોકે આ શોની જગ્યાએ ‘કૉમેડી નાઇટ્સ બચાઓ’ રજૂ કરવામાં આવતાં દર્શકો આશ્ચર્યમાં પડી ગયા હતા. કપિલ અને ચૅનલ વચ્ચે ચાલી રહેલા મતભેદને કારણે દર્શકો એવું માની રહ્યા છે કે ચૅનલે કપિલનું અપમાન કરવા માટે જ આ શો રજૂ નહોતો કર્યો.

ચૅનલની નજીકનાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ એક બિઝનેસને લગતો નિર્ણય હતો. જ્યારે ટીવી પર ‘કૉમેડી નાઇટ્સ બચાઓ’ આવી રહ્યું હતું ત્યારે એક ટીઝર જોવા મળ્યું હતું જેમાં જણાયું હતું કે ‘કૉમેડી નાઇટ્સ વિથ કપિલ’ ૨૪ જાન્યુઆરીએ રાતે ૧૦ વાગ્યે રજૂ કરવામાં આવશે.

અંગત સૂત્રે જણાવ્યું હતું કે ‘ચૅનલે ૨૩ જાન્યુઆરીનો ‘કૉમેડી નાઇટ્સ બચાઓ’ શો ઍડ્વાન્સમાં જ રજૂ કરી દીધો હતો, કારણ કે ‘બિગ બૉસ ૯’ની ગ્રૅન્ડ ફિનાલે ૨૩ જાન્યુઆરીએ રજૂ થશે અને એ એના સમય કરતા લાંબો ચાલવાની હોવાથી ‘કૉમેડી નાઇટ્સ બચાઓ’ને ઍડ્વાન્સમાં રજૂ કરવામાં આવ્યો હતો. ચૅનલે આને એક પ્રોગ્રામિંગ સ્ટ્રૅટેજી ગણાવી છે, પરંતુ એમાં દાળમાં કંઈક કાળું છે. પાછલા કેટલાક મહિનાઓથી કપિલ અને ચૅનલ વચ્ચેના સંબંધો બગડી ગયા છે. તેમની વચ્ચે ઈગો-પ્રૉબ્લેમ આવી ગયો છે એથી જ ચૅનલે કપિલને તેની જગ્યા ક્યાં છે એ બતાવવા માટે આવું કર્યું છે. ચૅનલ માને છે કે તેમના કારણે કપિલનો શો પૉપ્યુલર છે, પરંતુ કપિલ માને છે કે ચૅનલ પર સૌથી પૉપ્યુલર મારો જ શો છે.’

ચૅનલને જ્યારે પૂછવામાં આવ્યું કે એણે કપિલના શોને જ શું કામ હટાવ્યો ત્યારે જવાબ આપવાનું ટાળ્યું હતું.

આ વિશે કપિલને પૂછતાં તેણે ફક્ત એટલું જ કહ્યું હતું કે હવે આગળ વધવાનો સમય આવી ગયો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK