દિશાને ત્યાં દયા આવી

મંગળવારે મોડી રાતે જન્મેલી આ દીકરીને અત્યારે તો બધા હુલામણા નામથી દયા જ કહે છે

disha

‘તારક મેહતા કા ઉલટા ચશ્મા’ સિરિયલમાં દયાનું લીડ કૅરૅક્ટર કરનારી દિશા વાકાણીએ મંગળવારે મોડી રાતે પવઈની હૉસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. આ દીકરીની નામકરણની વિધિ બાકી છે, પણ અત્યારે બધા તેને દયાના નામથી જ બોલાવે છે અને એટલે જ સિરિયલના સેટ પર ‘દયાને ત્યાં દયા આવી’નો સંદેશ આપવામાં આવ્યો હતો.

દિશાની ડિલિવરી નૉર્મલ હતી અને બન્નેની હેલ્થ સારી છે. એમ છતાં હજી એકાદ દિવસ માટે બન્નેને હૉસ્પિટલમાં રાખવામાં આવશે અને આજે કે પછી આવતી કાલે તેમને ઘરે લઈ જવામાં આવશે. દિશાએ મુંબઈના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ મયૂર પડિયા સાથે ૨૦૧૫ની ૨૪ નવેમ્બરે લગ્ન કર્યાં હતાં. દિશાનું સીમંત પહેલી ઑક્ટોબરે રાખવામાં આવ્યું હતું, જેમાં સિરિયલની આખી ટીમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ટીમના બધા મેમ્બરો જઈ શકે એ માટે એ દિવસે શૂટિંગ-શેડ્યુલ પણ કૅન્સલ કરવામાં આવ્યું હતું. દિશા છેલ્લા ચાર મહિનાથી મૅટરનિટી લીવ પર હતી અને શોમાં તે તેના મમ્મીના ઘરે ગઈ છે એવું દેખાડવામાં આવ્યું હતું. આ શોની તમામ ટીમે ગઈ કાલે હૉસ્પિટલમાં જઈને દિશા અને તેની બેબીની મુલાકાત લીધી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK