સુનીલ ગ્રોવર ને કપિલ શર્માને સુનીલ પાલની વિનંતી : હવે સાથે થઈ જાઓ

સુનીલ ગ્રોવરને ‘ધ કપિલ શર્મા શો’માં ફરી આવવા માટે વિનંતી કરતો એક વિડિયો સુનીલ પાલે શૅર કર્યો છે, જેમાં તે કપિલના બદલામાં માફી પણ માગી રહ્યો છે.

kapil

કપિલ અને સુનીલના ઝઘડા બાદ સુનીલ પાલ ‘ધ કપિલ શર્મા શો’માં જોવા મળ્યો હતો. જોકે તમામ પ્રયત્ન બાદ પણ શોના દર્શકોની સંખ્યા રોજે-રોજ નીચે જતી જોવા મળી રહી છે. તેથી સુનીલ પાલે ફેસબુક પર વિડિયો શૅર કરી કહ્યું હતું કે ‘ડિયર સુનીલ ગ્રોવર. હું સુનીલ પાલ તને હાથ જોડીને વિનંતી કરું છું કે તું ફરી ‘ધ કપિલ શર્મા શો’માં આવી જા. તું આવીને તેને ભેટી લે, કારણ કે તું ખૂબ જ સારો કલાકાર છે. આજે દરેક વ્યક્તિ તારી ઍક્ટિંગનાં વખાણ કરે છે. તું એ ન ભૂલતો કે એક મોટા કલાકારને એક મોટું સ્ટેજ જ નવી ઊંચાઈએ પહોંચાડે છે. એક કૉમેડિયન તરીકે મેં ઘણું કામ કર્યું છે, પરંતુ ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફટર ચૅલેન્જ’ સિવાય મને કોઈ મોટું સ્ટેજ નથી મળ્યો. હું ઘણું કામ કરી રહ્યો છું, તો પણ લોકો મને એમ કહે છે કે હું કેમ દેખાતો નથી. મારો કહેવાનો મતલબ એટલો છે કે હું જે કામ કરું છું એ એટલા લોકો સુધી નથી પહોંચતું જેટલા લોકો સુધી તારું કામ પહોંચે છે. તું કપિલથી નારાજ ન થા. તેં અને કપિલે મળીને આ શોને ખૂબ જ મોટો બનાવ્યો છે. તમે બને આ શોની સુંદરતા છો. તમે બન્ને આ શોનાં એવાં પૈડાં છો જે અલગ થઈને કોઈના કામમાં નહીં આવો. અગાઉ પણ તમે છૂટા પડ્યા હતા એ સમયે તમારી આસપાસ ખૂબ જ ભંગાર પર્ફોર્મન્સ કરનાર વ્યક્તિઓ હતી.

sunil grover

તમારી સાથે પૉલિટિક્સ રમાઈ રહ્યું હતું અને એ સમયે તમારે બન્નેએ શો બંધ કરવો પડ્યો હતો. કપિલ શર્માથી ભૂલ થઈ હશે એ હું માનું છું, પરંતુ તમે એક પરિવાર છો. દરેક પરિવારમાં ઝઘડા થતા હોય છે. કપિલને નાનો ભાઈ સમજીને માફ કરી દે. તમે કૉમેડિયન તરીકે આ શોને ખૂબ જ ઉપર લાવ્યા છો. ફિલ્મ-ઇન્ડસ્ટ્રી પહેલાં કૉમેડિયનને કંઈ સમજતી નહોતી, પરંતુ આજે સૌથી મોટા-મોટા સ્ટાર તમારા શોમાં આવે છે. સુનીલ, તું કપિલના શો પહેલાં પણ ખૂબ જ મોટો કલાકાર હતો, પરંતુ તારી દરેક ફિલ્મમાં તારા પાત્રને કાપી નાખવામાં આવ્યું હતું એ તું પણ જાણે છે. કપિલના કારણે આજે તમામ સ્ટેન્ડ-અપ કૉમેડિયનને એક નવી પહેચાન મળી છે. કપિલે ખૂબ જ સારી રીતે કામ કર્યું છે. કૉમેડી માટે જ્યારે ૧૫૦ રૂપિયા નહોતા મળતા ત્યાં આજે કપિલ એક શો માટે દોઢ કરોડ રૂપિયા લે છે. કપિલ દુનિયાનો સૌથી મોંઘો કલાકાર બન્યો છે. તે હંમેશાં તેના મિત્રોને શો પર બોલાવે છે અને તેમને ભરપૂર રકમ ચૂકવે છે. કપિલના કારણે લગભગ ૫૦૦ લોકોનું ઘર ચાલે છે. કેટલાક લોકોનું કહેવું છે કે તારા વગર કપિલનો શો નહીં ચાલે, પરંતુ જો કપિલ સાથે જુદા થયા બાદ તું સફïળ ન થયો તો શું તું તેને કોઈ દિવસ ભેટી શકશે ખરો? તું પોતાને માફ કરી શકશે ખરો? તમારા ઝઘડાનો અન્ય ચૅનલ લાભ લઈ રહી છે. તમે બન્ને એક થઈ જાઓ એવી હું પ્રાર્થના કરું છું. આજે દુનિયા મને કપિલનો ચમચો કહે છે. તેમનું કહેવું છે કે આવું કહેવાથી કપિલ મને કામ આપશે. કપિલ હજાર વાર મને ઑફર કરી ચૂક્યો છે, પરંતુ હું હંમેશાં એ માટે ના પાડતો કારણ કે હું તમારા જેટલો ટૅલન્ટેડ નથી. તમે બન્ને અમારા આઇકૉન છો. તમારા લીધે અમારી પહેચાન છે. તમે બન્ને સાથે થઈ જાઓ એવી પ્રાર્થના કરું છું અને તમે બન્ને એકબીજાની કમજોરી નહીં બનો.’

sunil pal

ગૌરવભેર લોકોને મનોરંજન પૂરું પાડવા માગતો સુનીલ ફરી કપિલ સાથે કામ કરશે?

સુનીલ ગ્રોવર અને કપિલ શર્માના ઝઘડા બાદ સુનીલે શોનો બૉયકૉટ કર્યો હતો, પરંતુ હવે તેઓ સાથે કામ કરે એવી શક્યતા છે. હાલમાં એવી વાતો ચાલી રહી છે કે તેમણે બન્નેએ તેમની વચ્ચે ચાલી રહેલી સમસ્યાનું સમાધાન લાવવાનું નક્કી કર્યું છે. બીજી તરફ એવી પણ વાતો ચાલી રહી છે કે સુનીલે સોની ટીવી સાથે કૉન્ટ્રૅક્ટ કર્યો હોવાથી તે આ શોમાં ફરી જોવા મળશે. સુનીલે ગઈ કાલે ટ્વીટ કર્યું હતું કે ‘મારો ઇરાદો ગૌરવભેર લોકોને મનોરંજન પૂરું પાડવાનો છે. મારા માટે કંઈ પણ કરવું કે ન કરવું એ પૈસા પર નિર્ભર નથી કરતું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK