આજથી શરૂ થાય છે 'ફારાહ કી દાવત'

ફારાહ ખાન કહે છે કે સેલિબ્રિટીઝને કુકિંગ નથી આવડતું એવી માન્યતાને ખોટી પાડશે આ શો

farah



કલર્સ ચૅનલ પર આજે રાતે ૮ વાગ્યાથી બૉલીવુડની પ્રખ્યાત ડિરેક્ટર-કોરિયોગ્રાફર ફારાહ ખાનનો કુકિંગ પર આધારિત ચૅટ-શો  ‘ફારાહ કી દાવત’ શરૂ થઈ રહ્યો છે. દર રવિવારે આવનારા આ શોમાં બૉલીવુડની હસ્તીઓ પોતાની રસોઈક્ષમતા દેખાડશે અને પોતાના કિચનની સીક્રેટ રેસિપીઓ પણ શૅર કરશે. આ શોમાં અભિષેક બચ્ચન, આલિયા ભટ્ટ, શાહરુખ ખાન, મલઇકા અરોરા ખાન, કરણ જોહર, રિતેશ અને જેનિલિયા દેશમુખ, બમન ઈરાની, કપિલ શર્મા ઉપરાંત યુવરાજ સિંહ અને સાનિયા મિર્ઝા પણ આવશે.

આ શો વિશે વાત કરતાં ફારાહ ખાને કહ્યું હતું કે ‘લોકોમાં સામાન્યપણે એવી માન્યતા હોય છે કે સેલિબ્રિટીઝને રસોઈ બનાવતાં ન આવડે અને તેઓ કિચનમાં પણ નહીં જતી હોય. આ શો એવી માન્યતાઓને ખોટી પાડશે. આ શોમાં હેલ્ધી રેસિપીનું પણ એક સેક્શન હશે અને એમાંની કેટલીક હું મારા કિચનમાં પણ અજમાવીશ’

ફારાહ પાંચથી સાત લાખની ગિફ્ટ આપશે

ફારાહ ખાનના નવા શો ‘ફારાહ કી દાવત’માં ખાસ કરીને તેના મિત્રો જ હાજરી આપશે. મિત્રો હોવાના નાતે આ કલાકારો ફારાહ ખાન પાસે ફી ન લે એ સ્વાભાવિક વાત છે. એથી ફારાહ ખાન અને શોના પ્રોડ્યુસરે મળીને નક્કી કર્યું કે આ તમામ કલાકારોને એક ગિફ્ટ-હૅમ્પર આપવું. અગાઉ ‘કૉફી વિથ કરણ’ શોમાં પણ કલાકારોને ગિફ્ટ-હૅમ્પર આપવામાં આવ્યું હતું, પરંતુ ફારાહ ગિફ્ટ-હૅમ્પર આપવામાં એક સ્ટેપ આગળ વધશે. આ ગિફ્ટ-હૅમ્પરમાં લેટેસ્ટ મોબાઇલ અને ટૅબ્લેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ દરેક ગિફ્ટ-હૅમ્પરની કિંમત રૂપિયા પાંચ લાખથી સાત લાખની વચ્ચે આંકવામાં આવી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK