કપિલ શર્માની લેટેસ્ટ તસવીરો, નહીં ઓળખી શકો

કપિલ ફરી પહેલા જેવા થયા છે તે કહેવું મુશ્કેલ છે. જુઓ તેમની લેટેસ્ટ તસવીરો

KAPIL1



તમને યાદ હશે કે ગત મહિને કપિલ શર્મા અચાનક એરપોર્ટ પર સ્પોટ થયા હતા. તે રાત્રે જે તસવીરો લોકો સુધી પહોંચી તેમાં કપિલ શર્માને ઓળખવા પણ મુશ્કેલ હતા. જો કે એક મહિનો વીત્યા બાદ પણ કપિલ ફરી પહેલા જેવા થયા છે તે કહેવું મુશ્કેલ છે. જુઓ તેમની લેટેસ્ટ તસવીરો

કપિલ શર્માની આ તસવીરો રક્ષા બંધનના દિવસની છે. જ્યારે તેઓ પોતાના અમૃતસરના ઘરે હતા. કપિલ શર્માએ રક્ષા બંધન મનાવવાની સાથે સાથે ફોટોઝ પણ ક્લિક કર્યા. આ ફોટોઝમાં કપિલ શર્માની ખુશી તો દેખાઈ પરંતુ ચહેરો પહેલા જેવો બિલકુલ નથઈ રહ્યો. પોતાના શો અને ફિલ્મ દરમિયાન કપિલ જીમમાં પરસેવો પાડીને ફિટ થયા હતા, પરંતુ હવે કપિલ પહેલા જેવા નથી રહ્યા.

KAPIL


સુનીલ ગ્રોવર સાથેના વિવાદ બાદ કપિલ શર્માનો શો બંધ થઈ ગયો હતો, જો કે તે બાદ કપિલ ફેમિલી ટાઈમ નામનો શો લઈને ટીવી પર પાછા આવ્યા, પરંતુ કેટલાક એપિસોડ બાદ આ શો પણ ઓફ એર થઈ ગયો. કારણ હતું વારંવાર કપિલની તબિયત બગડવી. જેને કારણએ વારંવાર મોટા સ્ટાર્સ સાથે કપિલે શૂટિંગ પણ કેન્સલ કર્યા. જો કે કેટલાક દિવસો પહેલા કપિલે ફરી પાછા આવવાની જાહેરાત કરી. જો કે હાલ તેઓ પંજાબી ફિલ્મ સન ઓફ મંજિતના પ્રોડ્યુસર તરીકે કમબેક કરી રહ્યા છે, પોતે તો પડદાથી દૂર જ છે.

KAPIL2


કપિલ શર્માએ કેટલાક દિવસો પહેલા સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે તે પોતાની લાઈફસ્ટાઈલ બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. કપિલ પોતાના ઝઘડાના કારણે વિવાદોમાં રહ્યા અને પછી ડિપ્રેશનનો શિકાર બન્યા. જો કે હાલ તો કપિલ નાના પડદા પર પાછા આવે તેવું લાગી નથી રહ્યું. જો કે કપિલના શોના જૂના એપિસોડ કોમેડી અને તેના ચાહકો માટે પ્રસારિત થતા રહે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK