BIGG BOSS 12 ગોવામાં, આ રીતે થશે સલમાનના શૉની 'રંગીન' શરૂઆત

આ વખતે થીમ 'વિચિત્ર જોડિયો' પર શોની શરૂઆત થઈ રહી છે. પરંતુ આ વખતે બિગ બોસનું શૂટિંગ પરંપરાગત લોનાવાલાના સેટ પર નહીં પરંતુ ગોવામાં થશે

SALMAN KHAN



નાના પડદાના સૌથી સનસનીખેજ શો બિગ બોસની 12 સિઝન આ વખતે લગભગ એક મહિના જેટલો વહેલો શરૂ થઈ રહ્યો છે. આ વખતે થીમ 'વિચિત્ર જોડિયો' પર શોની શરૂઆત થઈ રહી છે. પરંતુ આ વખતે બિગ બોસનું શૂટિંગ પરંપરાગત લોનાવાલાના સેટ પર નહીં પરંતુ ગોવામાં થશે.

મળતી માહિતી પ્રમાણે બિગ બોસ 12 સિઝનનું લોન્ચ આ વખતે ગોવાથી થશે. અહીંથી જ શો અંગે તમામ માહિતી મીડિયાને અપાશે, સાથે જ કન્ટેસ્ટન્ટ અંગે સત્તાવાર જાહેરાત થશે, જેમાં ખુદ સલમાન ખાન હાજર રહેશે. લોન્ચ થયા બાદ શો લોનાવાલાના સેટ પર બનેલા બિગ બોસ હાઉસથી ચાલશે. સાથે  ટીવી પર દર્શાવાતા ઈન્ટ્રોડક્શન એપિસોડ પણ. બિગબોસ 12 16 સપ્ટેમ્બરથી ઓન એર થઈ રહ્યો છે. તાજેતરમાં જ બિગ બોસ 12નો પ્રોમો રિલીઝ થઈ ચૂક્યો છે. આ વખતે બિગ બોસનો શો જોડીદારો માટે હશે. અને શોમાં 21 કન્ટેસ્ટન્ટ હશે.

આ વખતે શોમાં ત્રણ સેલિબ્રિટી કપલ હશે અને ત્રણ સામાન્ય જોડી. આ 12 કન્ટેસ્ટન્ટ બાદ બચે છે 9 લોકો. આ નવમાંથી ત્રણ સેલિબ્રિટી હશે અને છ સામાન્ય માણસો. તમામ લોકો સિંગલ રીતે જ ઘરમાં એન્ટ્રી લેશે. જે બાદ સલમાન નવ લોકોમાંથી છની જોડી બનાવશે. આ નિર્ણય સલમાન ખાન ઓન ધ સ્પોટ કરશે. બાકી બચેલા ત્રણ લોકોને ઘરના એક જુદા ભાગમાં સ્પેશિયલ કન્ટેસ્ટન્ટ તરીકે રખાશે. શક્ય છે કે ઘરમાં પહોંચ્યા બાદ તેમના વિશે નિર્ણય લેવામાં આવે. જો કે મળતી માહિતી પ્રમાણે કેટલાક રિયલ લાઈફ સેલિબ્રિટી કપલ્સે શોમાં સામેલ થવાનો ઈનકાર કરી દીધો છે. એટલે કદાચ ફોરમેટ બદલાઈ પણ શકે છે.

પાછલા ત્રણ વર્ષથી આ શો ઓક્ટોબરમાં ઓન એર થતો હતો, અને 100 દિવસ કરતા વધુ ચાલતો હતો. આ વખતે બિગ બૉસની ફિનાલે ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં હશે. સલમાનના શેડ્યુલને જોતા બિગ બોસને વહેલુો લોન્ચ કરાઈ રહ્યો છે. હાલ સલમાન ખાન પોતાની ફિલ્મ 'ભારત'નું શૂટિંગ કરી રહ્યા છે અને થોડા દિવસમાં 'દબંગ થ્રી'નું શૂટિંગ શરૂ થવાનું છે.

બિગ બોસની પહેલી સિઝન અર્શદ વારસીએ હોસ્ટ કરી હતી. બીજી સિઝનમાં શિલ્પા શેટ્ટીને તક મળી. ત્રીજી સિઝનમાં અમિતાભ બચ્ચન આવ્યા. ચોથામાં સલમાન ખાનની એન્ટ્રી થઈ. સલમાન ખાને પાંચમી સિઝન વચ્ચેથી સંજય દત્તને સોંપી હતી. પરંતુ છઠ્ઠી સિઝનથી સતત સલમાન ખાન આ શો હોસ્ટ કરી રહ્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK