બાળપણથી લઈને બિગ બૉસ સુધીની શિલ્પા શિંદેની સફર

શિલ્પા શિંદેની લાઇફમાં શરૂઆતથી જ ઘણા ઉતાર-ચડાવ રહ્યા છે. શિલ્પા કૉલેજમાં હતી ત્યારથી લઈને તેની પર્સનલ લાઇફમાં ખૂબ જ મુશ્કેલીઓ આવી છે અને પ્રોફેશનલ લાઇફમાં પણ ઘણી અડચણો આવી છે. તો આપણે શિલ્પાની ‘બિગ બૉસ’ની અગિયારમી સીઝનની વિજેતા સુધીની સફર પર એક નજર કરીએ.

shilpa1

જન્મ, અભ્યાસ અને ફૅમિલી

શિલ્પા શિંદેનો જન્મ ૧૯૭૭ની ૨૮ ઑગસ્ટે મુંબઈમાં થયો હતો. તેના પપ્પા હાઈ કોર્ટમાં જજ હતા, જેમનંય મૃત્યુ ૨૦૧૩માં થયું હતું. શિલ્પાની મમ્મીનું નામ ગીતા શિંદે છે, જેઓ એક હાઉસવાઇફ છે. તેને એક ભાઈ આશુતોષ શિંદે અને બે બહેન અર્ચના અને શુભા છે. શિલ્પાએ સાઇકોલૉજીમાં ગ્રૅજ્યુએશન કર્યું છે, પરંતુ હકીકત એ છે કે તેણે આજ સુધી તેનું ગ્રૅજ્યુએશન પૂÊરું નથી કર્યું. તેના પપ્પા ઇચ્છતા હતા કે તે ગ્રૅજ્યુએશન પૂÊરું કરે અને તે એ ન કરી શકી હોવાથી તેણે તેના પપ્પાને જણાવ્યું સુધ્ધાં નહોતું કે તેણે અભ્યાસ પૂરો નથી કર્યો. તેના પપ્પા મૃત્યુ પામ્યા ત્યારે પણ તે એ નહોતી કહી શકી અને એ વાતનું હજી પણ તેને દુખ છે. શિલ્પા ઍક્ટિંગ કરવા ઇચ્છે છે એનાથી તેના ઘરવાળા ખુશ નહોતા અને એમ છતાં તે ઘર અને સોસાયટી સામે લડીને પોતાનું સપનું પૂÊરું કરવા માટે આગળ વધી હતી.

કરીઅરની શરૂઆત અને યાદગાર પાત્રો

શિલ્પાએ કરીઅરની શરૂઆત ૧૯૯૯માં કરી હતી, પરંતુ તે લાઇમલાઇટમાં ૨૦૦૨માં આવી હતી. ૨૦૦૨માં આવેલી ‘ભાભી’ સિરિયલમાં તેણે નેગેટિવ ભૂમિકા ભજવી હતી અને તે ખૂબ જ ચર્ચામાં આવી ગઈ હતી. ત્યાર બાદ તેણે ‘કભી આયે ના જુદાઈ’ અને ‘સંજીવની’માં કામ કર્યું હતું. આ સાથે તેણે ‘મિસ ઇન્ડિયા’ અને ‘આમ્રપાલી’માં પણ કામ કર્યું હતું. ૨૦૦૪માં શિલ્પાએ દૂરદર્શન માટે ‘મેહર - કહાની હક ઔર હકીકત કી’માં કામ કર્યું હતું. ત્યાર બાદ તે સ્ટાર પ્લસની ‘હાતિમ’માં જોવા મળી હતી. ઝી ટીવી પર આવેલી ‘રબ્બા ઇશ્ક ના હોવે’માં જુહી, ‘બેટિયાં અપની યા પરાયા ધન’માં વીરા અને ‘વારિસ’માં ગાયત્રીના પાત્ર માટે તે સૌથી પહેલાં જાણીતી બની હતી. ત્યાર બાદ તેણે ઝીટીવી પર આવેલી ‘માયકા’માં કામ કર્યું હતું.

પ્રેમ, સગાઈ અને બ્રેકઅપ


ઝી ટીવી પર આવેલી ‘માયકા’ના સેટ પર તે ઍક્ટર રોમિત રાજને મળી હતી. ત્યાર બાદ તેમણે એકમેકને ડેટ કરવાનું શરૂ કરી દીધું હતું. તેમણે સગાઈ પણ કરી લીધી હતી અને ૨૦૦૯માં તેઓ લગ્ન પણ કરવાનાં હતાં. જોકે શિલ્પાએ આ સગાઈ તોડી નાખી હતી. રોમિત અને તેની ફૅમિલી તેની પાસે સતત વિવિધ ડિમાન્ડ કરી રહ્યાં હોવાથી કંટાળીને તેણે સગાઈ તોડી નાખી હતી.

સફળતા અને અડચણો

સગાઈ તોડી નાખ્યા બાદ શિલ્પાએ સબ ટીવી પર આવેલી ‘ચિડિયા ઘર’માં ઍક્ટિંગ શરૂ કરી હતી. આ સિરિયલને કારણે તેને પહેલાં કરતાં વધુ ઓળખ મળી હતી. ત્યાર બાદ તેણે લાઇફ ઓકે માટે ‘દો દિલ એક જાન’ અને ‘દેવો કે દેવ મહાદેવ’માં કામ કર્યું હતું. આ સિરિયલમાં કામ કર્યા બાદ તેને સબ ટીવી માટે ‘લાપતાગંજ’ની ઑફર થઈ હતી. શિલ્પાને ખૂબ જ સફળતા મળી રહી હતી અને ત્યાં જ તેને ‘ભાબીજી ઘર પર હૈં!’ ઑફર થઈ. આ સિરિયલનું અંગૂરીભાભીનું તેનું પાત્ર ખૂબ જ ફેમસ થઈ ગયું હતું. તે રાતોરાત ટીવી-ઇન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ બની ગયું હતું. જોકે તેની સફળતામાં અડચણો આવવાની શરૂ થઈ ગઈ હતી. આ શોના પ્રોડ્યુસર સંજય કોહલી અને વિકાસ ગુપ્તા સાથે તેને મતભેદ થયા હતા. શિલ્પાએ સંજય કોહલી વિરુદ્ધ સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટની ફરિયાદ પણ કરી હોવાની ચર્ચા ચાલી હતી. બન્ને પ્રોડ્યુસરથી પરેશાન થઈને શિલ્પાએ આ શો છોડી દીધો હતો અને તેણે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના લીડર રાજ ઠાકરેની પણ મદદ લીધી હતી. પ્રોડ્યુસર વિરુદ્ધ તેણે ઉઠાવેલા અવાજને કારણે શિલ્પાને બે વર્ષ સુધી ઘરે બેસવાના દિવસ આવ્યા હતા. તેની સાથે થયેલી આ ઘટનાનું સલમાને પણ ‘બિગ બૉસ’માં દુખ વ્યક્ત કર્યું હતું.

ફિલ્મમાં કામ

શિલ્પાએ તેની કરીઅરની શરૂઆતમાં તેલુગુ ફિલ્મો ‘ચિન્ના’ અને ‘શિવાની’માં કામ કર્યું હતું. જોકે તેને ફિલ્મોમાં જોઈએ એટલો સારો પ્રતિસાદ નહોતો મળ્યો. સિરિયલમાં કામ ન મળતું હોવાથી શિલ્પાએ ૨૦૧૭માં આવેલી ‘પટેલ કી પંજાબી શાદી’માં આઇટમ-સૉન્ગ ‘મારો લાઇન’માં કામ કર્યું હતું. જોકે આ ગીતમાં તેના વજનને લઈને તેની ખૂબ જ ટીકા કરવામાં આવી હતી.

ટીવીમાં કમબૅક

શિલ્પાએ ૨૦૧૭ની પહેલી ઑક્ટોબરે ‘બિગ બૉસ’ની અગિયારમી સીઝનમાં એન્ટ્રી કરી હતી. આ રિયલિટી શો દ્વારા તેણે ટીવીમાં ફરી કમબૅક કર્યું હતું. ૧૪ જાન્યુઆરીએ શિલ્પાને આ શોની વિજેતા જાહેર કરવામાં આવી હતી. શિલ્પાની લોકપ્રિયતા જોઈને કલર્સ ચૅનલ તેની સાથે એક શોમાં કામ કરવા માગે છે એવી ચર્ચા ચાલી રહી છે. જોકે શિલ્પાને થયેલા ટીવીના અનુભવ બાદ તે હવે શોને હોસ્ટ અને ફિલ્મો તરફ વધુ ધ્યાન આપવા માગે છે.

ટ્વિટર પર સૌથી વધુ ચર્ચિત બિગ બૉસની સ્પર્ધક બની શિલ્પા શિંદે

‘બિગ બૉસ’ની અગિયારમી સીઝન જીતનાર શિલ્પા શિંદે આ સીઝનની સૌથી વધુ ટ્વિટર પર ચર્ચિત સેલિબ્રિટી બની છે. ૨૦૧૭ની પહેલી ઑક્ટોબરથી લઈને ૨૦૧૮ની ૧૪ જાન્યુઆરી સુધી આવેલા આ શો માટે આટલા સમયમાં ટોટલ ૪.૧ કરોડ ટ્વીટ કરવામાં આવ્યાં હતાં. જાન્યુઆરી ૧૩ અને ૧૪ બે દિવસમાં ‘બિગ બૉસ’ માટે ટોટલ ૫૦.૭ લાખ ટ્વીટ કરવામાં આવ્યાં હતાં, જેમાંથી ૩૦ લાખ ટ્વીટ્સ ફક્ત શિલ્પા માટે કરવામાં આવ્યાં હતાં. આ સીઝનમાં સૌથી વધુ ચર્ચા શિલ્પા માટે થઈ હતી. ત્યાર બાદ હિના ખાન અને વિકાસ ગુપ્તાનો સમાવેશ છે. ‘બિગ બૉસ’ના ઑફિશ્યલ ટ્વિટર હૅન્ડલ દ્વારા કરવામાં આવેલી શિલ્પાના આ શો દરમ્યાનના એક વિડિયોની ટ્વીટને સૌથી વધુ એટલે કે ૪૨૦૦ રીટ્વીટ્સ મળ્યાં હતાં.

છેલ્લાં પંદર વર્ષથી લોકો મને નહીં, મારા દ્વારા ભજવેલા પાત્રને પસંદ કરતા હતા. શિલ્પા શિંદે તરીકે હું રિયલ લાઇફમાં કેવી છું એની તેમને ખબર નહોતી. મારા માટે જેટલા પણ લોકોએ વોટ કર્યા છે તેમને હવે ખબર પડી ગઈ છે કે હું રિયલ લાઇફમાં કેવી છું.

- શિલ્પા શિંદે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK