નોકર હોઉં એવો વ્યવહાર હિના મારી સાથે કરતી : શિલ્પા શિંદે

બિગ બૉસની વિજેતા તેની હરીફને માફ નહીં કરે

shilpa

લેટી મરિયમ એબ્રાહમ

‘બિગ બૉસ’ની વિજેતા બન્યા બાદ પણ શિલ્પા શિંદેનું કહેવું છે કે તે હરીફ સ્પર્ધક હિના ખાનને માફ નહીં કરે, કારણ કે તે શોમાં તેને એક નોકરની જેમ ટ્રીટ કરતી હતી. સાડાત્રણ મહિના ચાલેલા આ શોમાં સ્ટાર પ્લસ પર આવેલી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં જોવા મળેલી હિના ખાન અને શિલ્પા શિંદે વચ્ચે શરૂઆતથી જ મતભેદ જોવા મળ્યા હતા. આ શોમાં શિલ્પા શિંદે રવિવારે વિજેતા જાહેર થઈ હતી અને તેને ૪૪ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું. આ શોના વિજેતાને ૫૦ લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત થઈ હતી, પરંતુ શોના સ્પર્ધક વિકાસ ગુપ્તાને એક ટાસ્ક આપવામાં આવ્યો હતો, જેમાં તે નવ લાખ રૂપિયા જીતી શકે એમ હતું. જોકે વિકાસ ફક્ત છ લાખ રૂપિયા જીતી શકતાં એ રકમને ટોટલ ઇનામમાંથી કાપવામાં આવી હતી. આ શોમાં શિલ્પાને જેટલું પણ સહન કરવું પડ્યું છે એ માટે તે હિનાને જવાબદાર ગણે છે.

વિજેતા જાહેર થયા બાદ ‘મિડ-ડે’ સાથેના ઇન્ટરવ્યુમાં શિલ્પાએ કહ્યું હતું કે ‘આ શોમાં સૌથી નીચ વ્યક્તિ હોય તો એ છે હિના ખાન. જો તેને તમારી પાસેથી કંઈ જોઈતું હોય તો જ તે તમારી સાથે સારી રીતે વાત કરશે. તેણે કરેલી કોઈ પણ કમેન્ટ વિશે તમે સવાલ કરશો તો તે કહેશે કે ઐસા મૈંને કબ કહા થા. તે તરત જ તેણે કરેલી કમેન્ટનો ઇનકાર કરી દેશે.’

શિલ્પા અંદરથી ઇચ્છતી હતી કે ફિનાલેમાં તેનો સામનો હિના ખાન સાથે થાય અને હકીકતમાં એવું જ થયું એની તેને ખૂબ જ ખુશી છે. આ શોમાં હિના ‘બિગ બૉસ’ના ઘરમાં એક પણ સ્પર્ધકની પૉપ્યુલર નથી બની. ‘બિગ બૉસ’ના ફૅન્સે પણ સોશ્યલ નેટવર્ક પર ઘણી ટીકા કરી હતી. ટીવી-ઇન્ડસ્ટ્રીની કેટલીક સેલિબ્રિટીઝે પણ તેનો વિરોધ કર્યો હતો અને આ શોમાં જઈને પણ તેમણે હિનાનો તેની સામે વિરોધ દેખાડ્યો હતો. આ શોમાં શિલ્પાએ સાડાત્રણ મહિના સુધી તમામ સ્પર્ધક માટે ખાવાનું બનાવ્યું હતું. તેનો ઉપકાર માનવા કરતાં હિનાએ તેની ટીકા કરીને કહ્યું હતું કે તે ટાસ્કમાં ભાગ ન લેવા માટે રસોઈ બનાવે છે. તેનું આ સ્ટેટમેન્ટ શિલ્પાને જરાપણ પસંદ નહોતું પડ્યું. તેના સ્ટેટેમેન્ટ વિશે શિલ્પાએ કહ્યું હતું કે ‘આ શોમાં હિના તેને એક નોકર તરીકે ટ્રીટ કરતી હતી. આ શોનો અનુભવ ખૂબ જ આઘાતજનક રહ્યો છે. ૨૦ વ્યક્તિ માટે ખાવાનું બનાવવું ખૂબ જ મુશ્કેલ છે. જો મારાથી વધુ ખાવાનું બની જાય તો તેઓ એની ફરિયાદ કરતા અને ખાવાનું ઓછું બને તો પણ તેઓ એને મુદ્દો બનાવી દેતા. જો ખાવાનું વાસી હોય તો હિનાને પેટમાં પ્રૉબ્લેમ થઈ આવતો હતો. હું જે કરી શકું એ તમામ કરવા છતાં પણ તેણે મારી કદર નહોતી કરી.’

શિલ્પા માને છે કે આ શોમાં જેટલાએ પણ તેની ટીકા કરી છે તેમના માટે આ વિનરની ટ્રોફી એક તમાચો છે. આ શો પૂરો થયા બાદ તે ફક્ત પુનીશ શર્મા સાથે કૉન્ટૅક્ટમાં રહેવા માગે છે. એ સિવાય કોઈની પણ સાથે તેણે કોઈ સંબંધ નથી રાખવા. શિલ્પા જેવી છે એની પુનીશે હંમેશાં કદર કરી હતી અને તેને હંમેશાં સર્પોટ પણ કર્યો હતો.

‘ભાબીજી ઘર પર હૈં!’ શો છોડવા માટે શિલ્પા શિંદેને મજબૂર કરનાર પ્રોડ્યુસર સંજય કોહલીની સાથે પ્રોડ્યુસર વિકાસ ગુપ્તા પણ જવાબદાર છે જે તેની સાથે આ શોમાં હતો. વિકાસે તેની દુશ્મનીનો અંત આ શોમાં શિલ્પા સાથે આણી દીધો છે, પરંતુ શિલ્પા ભવિષ્યમાં ક્યારેય વિકાસ સાથે ફરી કામ કરવા નથી માગતી. શિલ્પા હવે હોસ્ટિંગ અને ફિલ્મોમાં કામ કરવા માગે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK