પૌરાણિક કથાનાં પાત્રોથી દૂર રહે છે અપરા મહેતા

અપરા મહેતાને પૌરાણિક કથાઓમાં કામ કરવામાં કોઈ રસ નથી. તેઓ હાલમાં એકતા કપૂરના શો ‘ક્યામત કી રાત’માં કામ કરી રહ્યાં છે જે બહુ જલદી સ્ટાર પ્લસ પર રજૂ કરવામાં આવશે.

apara

આ શોમાં તેમની સાથે વિવેક દહિયા અને કરિશ્મા તન્ના પણ જોવા મળશે. આ એક સુપરનૅચરલ-હૉરર શો છે. એ વિશે વધુ જણાવતાં અપરા મહેતાએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે વજનદાર અને ઐતિહાસિક વસ્ત્રો મારાં માટે નથી. ટીવીમાં જેટલા પણ પ્રકારના શો છે એમાં મેં કામ કર્યું છે, પરંતુ મેં પોતાને પૌરાણિક કથાઓથી દૂર રાખી છે. મને ભૂતકાળમાં પૌરાણિક કથાઓનાં ઘણાં પાત્રોની ઑફર થઈ છે અને ભવિષ્યમાં પણ હું આવાં પાત્રોથી દૂર રહીશ.’

ન્યુમરોલૉજીને કારણે એકતાએ તેના આગામી શોનું નામ શૈતાન બદલીને કયામત કી રાત રાખ્યું?


એકતા કપૂરે તેના આગામી શોનું નામ ન્યુમરોલૉજીને કારણે બદલી કાઢ્યું હોવાનું ચર્ચામાં છે. એકતા પહેલાં તેના શોના નામ ‘ધ્’ પરથી શરૂ કરતી હતી. જોકે ત્યાર બાદ તેણે તેના ઘણા શોનાં નામ અલગ-અલગ શબ્દ પરથી રાખ્યાં છે. એકતાએ હાલમાં તેનો નવો સુપરનૅચરલ-હૉરર શો ‘કયામત કી રાત’ની જાહેરાત કરી છે. કરિશ્મા તન્ના અને વિવેક દહિયાના આ શોનું નામ પહેલાં ‘શૈતાન’ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે એકતાએ તેના ન્યુમરોલૉજિસ્ટના કહેવાથી શોનું નામ ‘Q’ પરથી રાખ્યું હોવાની ચર્ચા છે. આ શોનું નામ તેણે ‘Qayamat Ki Raatરાખ્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK