સુનીલ-કપિલ બાદ કૃષ્ણા અભિષેક અને સુદેશ લેહરીની દોસ્તીમાં પડ્યું ભંગાણ

કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર બાદ વધુ એક જોડીનો અંત આવી રહ્યો છે અને એ છે કૃષ્ણા અભિષેક અને સુદેશ લેહરી.

krushna abhishek

તેઓ હાલમાં ‘ધ ડ્રામા કંપની’માં સાથે કામ કરી રહ્યા છે. જોકે સુદેશને પ્રૉબ્લેમ એ છે કે આ શો માત્ર કૃષ્ણાનો જ શો છે એવું કહેવામાં આવે છે. આ શોની પ્રેસ-કૉન્ફરન્સમાં પણ પહેલાં કોણ એન્ટ્રી કરશે એ વિશે સુદેશ અને કૃષ્ણા વચ્ચે બોલાચાલી થઈ હતી. ગયા અઠવાડિયે તેમની વચ્ચે બોલાચાલી થવાથી શોને પાંચ કલાક લંબાવવામાં આવ્યો હતો. એ વિશે પૂછતાં કૃષ્ણાએ કહ્યું હતું કે ‘અમારી વચ્ચે મતભેદ ચાલી રહ્યો છે જેમાં ઈગો મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. જોકે એને અમે બહુ જલદી સૉલ્વ કરી લઈશું. પહેલાં અમે એકબીજાના સતત કૉન્ટૅક્ટમાં રહેતા હતા અને પર્સનલ વાતો પણ શૅર કરતા હતા, પરંતુ આજકાલ અમે કામ સિવાયની કોઈ વાત નથી કરતા. સુદેશે મને તેનો કૉન્ટૅક્ટ કરવાથી પણ અટકાવી દીધો છે. મારે તેની સાથે વાત કરવી હોય તો મારે તેના મૅનેજરને કહેવું પડે છે જે હું નથી કરવા માગતો. હું કૉમેડી વિશે જેકાંઈ શીખ્યો છું એ સુદેશજીને કારણે છે. અમારા ‘કૉમેડી સકર્સ’ના સમય દરમ્યાન તેમને વધુ સારી લાઇન આપવામાં આવતી હતી, પરંતુ મેં કોઈ દિવસ ફરિયાદ નહોતી કરી. કૉમેડી શો કોઈ પણ એક વ્યક્તિ પર નથી ચાલતો. એ માટે ટીમ હોવી જરૂરી છે. જો લોકો ‘ધ ડ્રામા કંપની’ને મારો શો કહેતા હોય તો હું કંઈ નથી કરી શકતો. હું દરેક એપિસોડમાં સેન્ટ્રલ પાત્ર ભજવું છું. હું પણ સમજી શકું છું કે તેમને પણ સરખો ટાઇમ અને પાત્ર મળવું જોઈએ અને એ મળે જ છે. અમને હંમેશાં કૃષ્ણા-સુદેશ કી જોડી તરીકે જ ઓળખવામાં આવતા હતા.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK