માધુરી દીક્ષિત ને સાક્ષી તનવરે મને ખોટો સાબિત કરી બતાવ્યો : અનિલ કપૂર

અનિલ કપૂર કહે છે કે બન્નેએ તેમની પ્રતિભા દેખાડીને મને આશ્ચર્યમાં મૂકી દીધેલો

anil kapoor

પ્રમોશન-ટાઇમ :  ‘૨૪’માં સાથે કામ કરી રહેલાં અનિલ કપૂર અને સાક્ષી તનવર શુક્રવારે તેમની સિરિયલને દિલ્હીમાં પ્રમોટ કરતાં જોવા મળ્યાં હતાં.


માધુરી દીક્ષિત નેને અને સાક્ષી તનવરે તેમની પ્રતિભા દેખાડીને અનિલ કપૂરને ખોટો સાબિત કરી દેખાડ્યો હતો. અનિલ કપૂરના ટીવી-શો ‘૨૪’ની બીજી સીઝનમાં સાક્ષીને પણ પસંદ કરવામાં આવી છે. આ સિરિયલના પ્રમોશન દરમ્યાન અનિલ કપૂરે કહ્યું હતું કે ‘આ શોના મેકર્સે મને પ્રોડ્યુસર અને લીડિંગ ઍક્ટર તરીકે ‘૨૪’માં સાક્ષીને પસંદ કરવા માટે કહ્યું હતું. મેં એ માટે હા પાડી હતી. મેં સાક્ષી વિશે ઘણું સાંભળ્યું છે, મેં તેનું કામ પણ જોયું છે. તેને એક સારી બહૂના પાત્રમાં મેં જોઈ છે તેથી હું તેને લઈને થોડો નર્વસ હતો. પરંતુ ત્યાર બાદ તેનું કામ જોઈને હું આશ્ચર્યમાં પડી ગયો હતો. તે ઍન્ટી-ટેરરિસ્ટ યુનિટની ચીફનું પાત્ર ભજવી રહી છે. તેણે આ ઍક્ટિંગ ખૂબ જ વિશ્વાસપૂર્વક કરી હતી. આ ખૂબ જ મુશ્કેલ પાત્ર હતું. તે જ્યારે ઍક્ટિંગ કરતી હતી ત્યારે લોકો ફક્ત તેના પર જ ધ્યાન કેãન્દ્રત કરતા હતા, તેથી હું નસીબદાર છું કે તેની સાથે મારા એટલાં બધાં દૃશ્ય નથી. જોકે મને ફક્ત સાક્ષીએ જ નહીં, માધુરીએ પણ ખોટો પાડ્યો છે. અમે બે ફિલ્મ સાથે કરી રહ્યાં હતાં. એક ફિલ્મમાં તે સામાન્ય ગામડાની છોકરીનું પાત્ર ભજવી રહી હતી. તો ૧૯૯૭માં આવેલી ‘હિફાઝત’માં તે મૉડર્ન છોકરીનું પાત્ર ભજવી રહી હતી. હું એ વિચારી પણ નહોતો શક્તો કે માધુરી એ પાત્ર કરી શકશે. મને થોડી શંકા હતી કે તેને આ ફિલ્મમાં પસંદ કરવાથી એની અસર મારા કરીઅર પર તો નહીં પડેને. ત્યાર બાદ ડિરેક્ટરે મને સમજાવ્યો હતો કે જો હું વિવિધ પાત્ર ભજવી શકું છું તો પછી માધુરી કેમ ન ભજવી શકે. તેણે એ ફિલ્મમાં ખૂબ જ સારું કામ કર્યું હતું.’ અનિલ કપૂરની ‘૨૪’ની બીજી સીઝનને ૨૩ જુલાઈથી રજૂ કરવામાં આવશે.

મારો શ્રેષ્ઠ પર્ફોર્મન્સ હજુ આવવાનો બાકી છે: અનિલ કપૂર

બૉલીવુડમાં અનિલ કપૂરે ઘણી ફિલ્મોમાં સારો પર્ફોર્મન્સ આપ્યો છે, પરંતુ હજુ પણ સારું કામ કરવાની તેમની ભૂખ સંતોષ પામી નથી. આ વિશે વધુ જણાવતાં તેઓ કહે છે, ‘મારો શ્રેષ્ઠ પર્ફોર્મન્સ હજુ આવવાનો બાકી છે. સારું કામ કરવાની ભૂખ હજુ પણ એટલી જ સ્ટ્રૉન્ગ છે. હું આ ઇન્ડસ્ટ્રીમાં ઘણાં વર્ષોથી કામ કરું છું, પરંતુ દિવસે-દિવસે સારું કામ કરવાની મારી ભૂખ વધતી જ જાય છે. મારા સારા પર્ફોર્મન્સ માટે મને જે વ્યક્તિ પાસેથી કંઈક શીખવા મળે તેની પાસેથી હું ટિપ્સ લઉં છું. જોકે હું કોઈને ટિપ્સ નથી આપી શક્તો. દરેક વ્યક્તિ ટૅલન્ટેડ છે, પરંતુ તમારે તમારી જાતને વધુ સારી બનાવવા માટે દિવસ-રાત ખૂબ જ મહેનત કરતા રહેવું જોઈએ. તો જ તમે સફળ થઈ શકશો.’

કોઈ પણ છોકરી સોનમ કપૂર બની શકે છે : અનિલ કપૂર

અનિલ કપૂર માને છે કે કોઈ પણ છોકરી સોનમ કપૂર જેવી બની શકે છે. ‘૨૪’ની બીજી સીઝનના પ્રમોશન વખતે જ્યારે અનિલ કપૂરને એક ચાહકે તેમનાં બાળકો વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘સોનમ એક સામાન્ય છોકરી છે. તેને સ્ક્રીન પર અથવા તો ફોટોગ્રાફમાં જોતાં તે એક સ્ટાર જેવી લાગશે, પરંતુ તે પણ સામાન્ય દીકરીઓ જેવી જ એક છોકરી છે. કોઈ પણ છોકરી સોનમ કપૂર બની શકે છે. જ્યારે હર્ષવર્ધન એક પ્રામાણિક અને ખૂબ જ મહેનત કરનારો છોકરો છે. તે થોડો સેન્સિટિવ છે. મને એવું લાગે છે કે દરેક મમ્મી-પપ્પાને હર્ષવર્ધન જેવો દીકરો હોવો જોઈએ. મને કોઈ દિવસ એવું નથી લાગ્યું કે તે કોઈ સમસ્યા ઊભી કરી શકે. તેણે જ્યારથી ઍક્ટિંગની શરૂઆત કરી છે ત્યારથી તે તેના કામ વિશે જ વિચારે છે. આનાથી વધુ તો એક મા-બાપને શું જોઈતું હોય?’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK